દીપિકાને મળી વેલેન્ટાઈનની ખાસ ભેટ જેને કારણે દીપિકા છે ખૂબ જ ખુશ, ખુશીથી ઝૂમી ઉઠી દીપિકા !!

0

દીપિકા પાદુકોણ માત્ર સફળ જ નહિ, એક સુંદર અભિનેત્રી પણ છે. દીપિકાએ તેની પ્રથમ ફિલ્મથી જ પોતાની સુંદરતાના જલવા બતાવી દીધા હતા, અને આ જ અંદાજે રણવીર સિંહને પણ દીપિકાના ચાહક બનાવી દીધા હતા. ગયા વર્ષે જ રણવીર અને દીપિકાએ ઈટાલીના લેક કોમો પર લગ્ન કરી લીધા હતા. ત્યારે લગ્ન પછી આ તેમનો પહેલો વેલેન્ટાઈન છે. એમ તો રણવીર હંમેશા પોતાનો દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે, ત્યારે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે રણવીરે દીપિકાને વેલેન્ટાઈન પર શું ભેટ આપી. પણ તમને જણાવી દઈએ કે રણવીર આપે એ પહેલા જ દીપિકાને કોઈ બીજાએ વેલેન્ટાઇનની ભેટ આપી છે અને જેને લઈને દીપિકા ખૂબ જ ખુશ છે.

ગ્લેમરસ સ્ટાર છે દીપિકા પાદુકોણ

દીપિકા સુંદર છે એ વાતમાં કોઈ બેમત નથી, પરંતુ તે જેટલી સાદગીમાં સુંદર લાગે છે એટલી જ અદભૂત તે ગ્લેમરમાં પણ લાગે છે. તાજેતરમાં જ મુંબઈમાં આયોજિત સ્ટાઇલ ગ્લેમર ઍવોર્ડ્સમાં દીપિકાને મોસ્ટ ગ્લેમરસ સ્ટારનો પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે તેના માટે વેલેન્ટાઈનની સૌથી વધુ ખાસ ભેટ બની ગઈ છે. દીપિકાને આ પુરસ્કાર તેની અદભૂત સુંદરતા અને ભવ્ય લાલિત્ય માટે આપવામાં આવ્યો છે.

દીપિકા આ પ્રસંગે એક કોરલ તતા પફબોલ ગાઉન પહેરલી જોવા મળી. દીપિકાએ આછી ગુલાબી લિપિસ્ટિક સાથે ઓછો મેકઅપ કર્યો હતો અને સોફ્ટ કર્લવાળા લૂકમાં તે ખૂબ જ શાનદાર દેખાતી હતી. દીપિકા જયારે પણ રેડ-કાર્પેટ પર ચાલે છે ત્યારે પોતાની સુંદરતા વિખેરે છે. આવું ભાગ્યે જ બને છે કે કોઈ અભિનેત્રી પોતાની પહેલી જ ફિલ્મમાં ખૂબ જ સુંદર દેખાતી હોય, પણ દીપિકાએ પોતાની પહેલી ફિલ્મથી બધી જ ભ્રમણાઓ તોડી દીધી.

છપાકની તૈયારીમાં દીપિકા

વર્ષ 2018 દીપિકા માટે ખૂબ જ ખાસ રહ્યું હતું. એક તરફ તેની ફિલ્મ પદ્માવતને જબરદસ્ત સફળતાઓ મળી અને તેના કામના ખૂબ જ વખાણ થયા ત્યારે બીજી તરફ પોતાના સૌથી સારા મિત્ર અને પ્રેમી રણવીર સિંહ સાથે દીપિકાએ લગ્ન કર્યા. ફિલ્મ રામલીલાના સેટથી પ્રેમમાં પડયા હતા અને આખરે લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો હતો. દીપિકા અને રણવીરે સૌથી વધુ રિસેપશન આપીને સુર્ખીઓમાં રહયા હતા. તેઓએ સતત ચાર રિસેપશન આપ્યા હતા.

કામ વિશે વાત કરીએ તો લગ્ન પછી રણવીર બે ફિલ્મો કરી ચુક્યા છે, તેની ફિલ્મ સિમ્બાએ સારી કમાણી કરીને સફળ થઇ ત્યારે ગલી બોય પણ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં રણવીર એક રૅપરની ભૂમિકામાં જોવા મળશે, તેનો આ અંદાજ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ત્યારે દીપિકા પદ્માવત પછી પડદા પર નજરે આવી ન હતી, અને હવે તે ફિલ્મ છપાક ફિલ્મ પર કામ શરુ કરવા જઈ રહી છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મીની વાત પર આધારિત છે જેને જાતે લડીને પોતાની જાતને ઉપર ઉઠાવી છે. જો કે ચાહકો એકવાર ફરી દીપિકા અને રણવીરને સાથે પડદા પર જોવા માંગે છે. જોવાનું એ છે કે ક્યારે એ બંને સાથે કોઈ ફિલ્મમાં નજરે આવશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here