6 Photos: દીપિકા ના ઘરે જમાઈ બની ને પહોંચ્યા રણવીર, આવી રીતે થયું વેલકમ

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્ન બાદ હવે સમય છે રીસેપ્શન નો. દીપવીર એ બે રીસેપ્શન પાર્ટી ની પ્લાનિંગ કરી છે. એમાં 21 નવેમ્બર એ બેંગલુરુ માં પેહલી પાર્ટી થશે અને બીજી મુંબઈ માં 28 નવેમ્બર એ થશે.

બંને સ્ટાર ને મંગળવાર ની સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવા માં આવ્યા. ત્યાં થી ન્યુલીવેડ કપલ બેંગલુરું રવાના થાય છે. પણ જમાઈ બની અને રણવીર સિંહ દીપિકા ની સાથે એના હોમટાઉન એ પહોંચ્યા એમના ફેન્સ એ એમનું જબરદસ્ત વેલકમ કર્યું. જ્યારે દીપિકા મુંબઈ એરપોર્ટ પહોંચી હતી ત્યારે એમને ખાસ નામ થી બોલાવવા માં આવી હતી. જેને સાંભળી અને દીપવીર ના ચેહરા પર ચમક આવી ગઈ હતી. થયું એમ હતું કે જ્યારે દીપિકા એરપોર્ટ પહોંચી , ફોટોગ્રાફર્સ એ તેમને ભાભીજી કહી ને બોલાવી હતી, એ સાંભળી દીપિકા ના ચેહરા પર સ્માઇલ સાફ નજર આવી હતી.

બેંગલુરુ એરપોર્ટ પર ફેન્સ અને મીડિયા થી ઘેરાયેલ રણવીર- દીપિકા એ બધા સાથે હાથ મેળાવી અને ધન્યવાદ કહ્યું. લગ્ન બાદ રણવીર પેહલી વખત દીપિકા સાથે તેના સાસરે પહોંચ્યા. આ ખાસ મોકા પર પાદુકોણ ફેમિલી પણ એમના ખાસ સ્વાગત માટે તૈયાર છે.

જણાવી દઈએ કે 21 નવેમ્બર એ દીપિકા ના પરિવારે એમના દીકરી જમાઈ માટે એક ખાસ રીસેપ્શન પાર્ટી નું આયોજન કર્યું છે. દીપિકા એમની ફેમિલી અને હોમટાઉન ની ખૂબ નજીક છે.

દીપિકા -રણવીર ના લગ્ન પણ બે અલગ વિધિ થી થયા છે. પેહલા કોંકણી અનેબીજી સિંધી. બંને ના લગ્ન ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ ૧૪-૧૫ નવેમ્બરના દિવસે ઇટલીના લેક કોમોમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અને આના માટે તેઓ બંને ક્યારના ઇટલી જવા માટે નીકળી પણ ગયા છે. લગ્ન પછી દિપીકા અને રણવીર બે રિસેપ્શન કરવાના છે. પહેલું તેઓ બેંગલુરુમાં આપશે તો બીજું તેઓ મુંબઈમાં આપશે. આજે અમે તમને બેંગલુરુમાં જે રિસેપ્શન થવાનું છે તેના વિષે જાણવા જઈ રહ્યા છે. તમે અહિયાં જોઈ શકશો થોડા અદ્ભુત ફોટો અને બીજી માહિતી. બેંગલુરુનું રિસેપ્શન એ ફેમસ ધ લીલા પેલેસમાં થશે.

બોલીવુડની ક્વીન બની ગયેલ દિપીકા પાદુકોણે પોતાના હોમટાઉનમાં રિસેપ્શન કરવા માટે ફેમસ ફાઈવ સ્ટાર હોટલ પસંદ કરી છે. એ હોટલ તેના મોભા અનુસાર છે. એક ન્યુઝ ચેનલ અનુસાર બંનેનું પહેલું રિસેપ્શન અહિયાં જ થશે.

આ હોટલ પસંદ કરવા પાછળ એક ખાસ કારણ છુપાયેલું છે. વાત એમ છે કે હોટલ લીલા પેલેસ બેંગલુરુ એ ન્યુયોર્કના ફેમસ ઇટાલિયન રેસ્ત્રા લે સર્ક સિગ્નેચરની ફ્રેન્ચાઇઝી છે. ન્યૂયોર્કની આ હોટલ એ પહેલેથી જ દિપીકાની મનપસંદ હોટલ રહી છે. બસ આ જ કારણ છે જેના લીધે તે ઈચ્છતી હતી અહિયાં પોતાનું રિસેપ્શન કરવા.

એક રીપોર્ટ અનુસાર દિપીકાની માતા ઉજ્જવલા એ ૨ થી ૩ વાર અહિયાં ફૂડ ટેસ્ટીંગ કરવા માટે પણ આવીને ગઈ છે. રિસેપ્શનમાં મુખ્ય મેનુ એ સાઉથ ઈન્ડીયન પકવાન જ રહેશે.

લગ્ન પછી ૧૮ નવેમ્બરના દિવસે તેઓ ઇટલીથી રીટર્ન આવશે અને ૨૦ નવેમ્બરના દિવસે દિપીકા અને રણબીર એ આ હોટલમાં ચેક-ઇન કરશે.

હવે વાત કરીએ ધ લીલા પેલેસની તો બેંગલુરુમાં ઓલ્ડ એરપોર્ટ પાસે આવેલ ૫ સ્ટાર હોટલ છે જેમાં ૨૮૪ ડીલક્સ અને રોયલ પ્રીમીયમ રૂમ આવેલ છે. આ સિવાય અહિયાં ૪૪ રોયલ ક્લબ રૂમ પણ આવેલ છે જેમાં ડેડીકેટેડ બટલર અને રોયલ કલબની લાઉન્જ સુવિધા પણ આપવામાં આવી છે.

રોયલ ક્લબ રૂમમાં પ્રાઇવેટ ચેક-ઇન સિવાય પર્સનલ બટલર, પ્રાઇવેટ ડાઈનીંગ, ક્લબ લાઉન્જ વિથ સેપરેટ સિગાર રૂમ, શેમ્પેઇન રૂમ અને બીલબોર્ડ રૂમની પણ સુવિધા આપેલ છે. આ સિવાય અહિયાં સ્પેશીયલ ૨૯ સુઈટસ પણ છે.

અહિયાં બેન્કવેટ વેન્યુ પણ લગભગ ૨૧ હજાર સ્ક્વેરફીટમાં ફેલાયેલું છે. અહિયાં વ્હર્ર્લ્પુલ બાથ, સોના, સ્ટીમ રૂમ સિવાય ફેસિયલની સુવિધા પણ આપવામાં આવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here