લગ્ન પછી દીપિકા એ આપ્યું પહેલી વાર ઇન્ટરવ્યૂ, કહ્યું-સ્વભાવ થી ખુબ જ મજાકિયા છે રણવીર પણ….

0

દીપિકા-રણવીર ના લગ્ન હાલના સમયે સૌથી ચર્ચિત લગ્નમાંના એક છે. જ્યા જોઈએ ત્યાં બસ તેઓની જ ચર્ચાઓ થઇ રહી છે. દરેક કોઈ તેઓની સાથે જોડાયેલી દરેક વાતોને જાણવા માટે ઉત્સુક છે. જણાવી દઈએ કે રણવીર ખુબ જ ચંચલ સ્વભાવ ના છે જયારે દીપિકા ખુબ જ શાંત સ્વભાવની છે, પણ મસ્તમૌલા નજરમાં આવતા રણવીર નો અન્ય પણ સ્વભાવ છે જેના વિશે કદાચ જ કોઈ જાણતું હોય. હાલ દીપિકા એ રણવીર ના એક અન્ય રૂપ નો ખુલાસા કર્યો છે.
લગ્ન પછી આપેલા પહેલા ઇન્ટરવ્યૂ માં દીપિકા એ પોતાના અને રણવીર ના સંબંધ ને લઈને ખુબ જ ખાસ વાતો કહી છે અને આવનારા સમય માં તે કેવી રોતે પોતાના વિવાહિત જીવનને સંભાળશે તેના વિશે પણ દીપિકાએ દિલ ખોલીને જણાવ્યું હતું. દીપિકા એ રણવીર ના વિશે જણાવ્યું કે ભલે રણવીર ખુબ જ ચંચલ, મજાકીયા અને મસ્તી કરનારા વ્યક્તિ નજરમાં આવતા હોય પણ તેનાથી પણ સારો તેનો એક શાંત સ્વભાવ પણ છે.

દીપિકા એ કહ્યું કે તેમણે રણવીર ને ખુબ બોલનારા, મજાકિયા અંદાજ ની સાથે સાથે રણવીર ના તે રૂપને પણ જોયું છે જે કદાચ ખુબ જ ઓછા લોકો જોઈ શક્યા હશે અને ખુબ જ ઓછા લોકો તે જાણતા હશે કે તેની આ પણ એક ખાસિયત છે. અને રણવીર ના આ જ સ્વભાવ ને દીપિકા નું મન મોહી લીધું હતું.
દીપિકા ને જયારે રણવીર ના સ્વભાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે,”તે સંવેદનશીલ, ખુબ જ ભાવુક, ખુબ જ બુદ્ધિમાન છે અને ઘણીવાર બાળકો જેવો મસ્તીખોર પણ બની જાય છે. તેનો અર્થ એ નથી કે તેમાં હંમેશા નજરમાં આવતી ચંચલતા, ઉર્જા તેના વ્યક્તિત્વ નો હિસ્સો નથી. પણ તેનો શાંત સ્વભાવ પણ તેના વ્યક્તિત્વ નો એક ખાસ અંદાજ છે.
દીપિકા એ જણાવ્યું કે રણવીર ખુબ જ સમજદાર છે અને દરેક ચીજોને સમજવું, પારખવું તેને ખુબ સારી રીતે આવડે છે. તેની સાથે જ દીપિકા એ કહ્યું કે લગ્ન પછી તેની જવાબદારી વધી ગઈ છે, જે તેના માટે એક મોટો ટાસ્ક પણ છે. દીપિકા એ જણાવ્યું કે તે હાલના દિસવોમાં મેઘના ગુલઝાર ની આગળની ફિલ્મ જે તેજાબ હુમલા ની શિકાર થયેલી પીડિતાઓ ના વિશે છે તેમાં એક અભિનેત્રીના રૂપમાં કામ કરી રહી છે અને હવે ઘર ની જવાબદારીઓ ની સાથે તેના માટે આ બધું મેનેજ કરવું એક મોટો ટાસ્ક બની જાશે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here