વિરાટ-અનુષ્કા 11 મહિનામાં ન કરી શક્યા, એ રણવીર-દીપિકા એ માત્ર 15 કલાકમાં જ બનાવી દીધો રેકોર્ડ …જાણો શું છે મામલો?

0

રણવીર અને દીપિકા ના શાહી લગ્ન ની તસ્વીરો આવતા જ ધમાલ મચી ગયો છે. ઇન્ટરને પર અમુક જ મિનિટો માં  તસ્વીરો વાઇરલ થઇ ગઈ હતી. સોશિયલ મીડિયા પર આવો નજારો આગળના વર્ષ ભારતીય ક્રિકેટ ટિમ ના કપ્તાન વિરાટ કોહલી અને એક્ટ્રેસ અનુષ્કા શર્મા ના લગ્ન ના સમયે જોવા મળ્યો હતો. તેઓના લગ્નની તસ્વીરો વાઇરલ થઇ હતી પણ દીપવીર એ વિરુશ્કા ના મામલામાં બાજી મારી લીધી. દીપવીર ના લગ્ન ની તસ્વીરો ને માત્ર 15 જ કલાક ની અંદર જ વિરુશ્કા ની તસ્વીરો નો રેકોર્ડ ને તોડી લીધો. દીપિકા-રણવીરે પોતાના લગ્ન ની બે તસ્વીરો શેયર કરી હતી. પહેલી સિંધી રીત અનુસાર તો બીજી કોંકણી રિવાજ અનુસાર. ફોટો માં બંને ખુબ જ સુંદર અને આકર્ષક નજરમાં આવી રહ્યા છે.દીપિકા ને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો ને 15 કલાકમાં 49 લાખ કરતા વધુ લાઇક્સ મળી છે. જયારે રણવીર ને 34 લાખ લાઇક્સ મળી છે. બંને એ આ તસ્વીરો ને ટ્વીટર પર પણ શેયર કરી છે. દીપિકા ને એકાઉન્ટ પર એક કલાકમાં 1 લાખ થી વધુ લોકો એ પસંદ કર્યું છે. જયારે 18,000 લોકો એ રીટ્વીટ અને 5,000 થી વધુ લોકો એ કમેન્ટ કરી છે, જયારે રણવીર ના ટ્વીટર એકાઉન્ટ પર 78,000 લાઇક્સ મળી છે, 14,000 રીટ્વીટ અને 4,000 કમેન્ટ આવેલી છે.અનુષ્કા-વિરાટ ની તસ્વીરો પણ વાઇરલ થઇ હતી. બંને એ પોત-પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસ્વીર શેયર કરી હતી. ઇન્સ્ટા પર વિરાટ કોહલી ની તસ્વીરો પર અત્યાર સુધી માં 46 લાખ લાઇક્સ છે.બીજી બાજુ અનુષ્કા શર્મા ની તસ્વીરો પર 35 લાખ લાઇક્સ છે. અનુષ્કા-વિરાટે પણ ઇટલી માં જ લગ્ન કર્યા હતા. બંને ના લગ્ન 11 ડિસેમ્બર 2017 માં થયા હતા. લગ્ન સમારોહ ના રિવાજો 9 ડિસેમ્બર થી શરૂ થયા હતા, પારંપરિક તરીકાથી પીઠી, મહેંદી અને સંગીત ના રિવાજો થયા હતા, લગ્ન માં પરિવાર, અમુક નજીકના લોકો જ શામિલ થયા હતા. લગભગ 44 થી 50 લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું હતું.જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા ના લગ્ન પછી ફેન્સ અને બૉલીવુડ ના સેલેબ્સ ની શુભકામનાઓ મળવાનું ચાલુ થઇ ગયું છે, બંને એ ઇટલી ના લેક કોમો માં 14-15 નવેમ્બર ના રોજ સિંઘી અને કોંકણી રીત રિવાજો થી લગ્ન કર્યા હતા.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here