દવા ખરીદતા પહેલા તેના પર બનેલી લાલ પટ્ટી વિશે જરૂર ધ્યાન રાખો, ક્યાંક જિંદગી ભર પછતાવું ન પડે….

મેડિકલ સ્ટોર્સ પરથી મળનારી દવાઓને લઇને એક મોટી વાત સામે આવી છે. તમે દવાઓ પર એક લાલ પટ્ટી જોતા હશો પણ શું તમે જાણો છો કે આ પટ્ટીનો શું અર્થ છે? તેના વિશેની લોકોમાં ઘણા પ્રકારની ધારણાઓ છે જેને દૂર કરવી જરૂરી છે.તમને જણાવી દઈએ કે દવાઓ પર લખેલા Rx નો અર્થ છે કે આ દવાઓનો ઉપીયોગ માત્ર ડોક્ટરની સલાહ પ્રમાણે જ કરો. અને જો એવું કરવામાં ન આવે તો આ દવાની અસરથી તમારા શરીર પર રિએક્શન આવી શકે છે. જો દવાઓ પર ક્યાંય પણ Rx લખેલું જોવા મળે તો સમજી જાવ કે પહેલા ડોક્ટરની સલાહ લો અને પછી આ આ દવાનો ઉપીયોગ કરો.
મોટાભાગે તમે દવાઓ મેડિકલ સ્ટોર માંથી લીધી હશે અને તેમાં કોઈ લાલ પટ્ટી પણ બનેલી જોઈ હશે. તમને જણાવી દઈએ કે આ લાલ પેટ્ટીની દવાઓ માત્ર ડોક્ટર્સ જ વહેંચી શકે છે.જો કોઈ મેડિકલ સ્ટોર વાળા આવી દવાઓ વહેંચતા દેખાય તો તમે સાવધાન થઇ જાવ.જો તમે ધ્યાન આપ્યું હોય તો દવાઓ પર NRx પણ લખેલું હોય છે પણ હું તમને તેનો અર્થ ખબર છે. દવાઓ પર લખેલું NRx નો અર્થ છે કે આ દવાઓ નશીલી છે અને જેની પાસે તેનું લાઇસેંસ હોય છે માત્ર તેઓ જ તેને વહેંચી શકે છે. તો હવે તમે પણ આ દવાઓ ખરીદતા પહેલા આ વાતોનું ધ્યાન જરૂર રાખો.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!