દત્તક – નિહાલ ચાલતો ચાલતો વુધ્ધાશ્રમ માં પપ્પાની રૂમના દરવાજે પહોંચી જાઇ છે. દરવાજો ખુલ્લો જ હતો એટલે અંદર જઇને બોલવા જાઇ છે

0

ઘરેથી ઓફિસે જવા નિકળેલો નિહાલ ઓફિસે જવાને બદલે બગીચામાં જઇ ચડેછે. કોઇ દિવસ એ બગીચામાં જાય નહીને ને આજે!, એ વ્યક્તિને બગીચામાં જોઇને બગીચાના પંખી ખુશીથી મોટે મોટેથી કલરવ કરવા લાગ્યા, જાણે એ એમની ખુશી વ્યક્ત ન કરી રહ્યા હોય. કરમાયેલા ફુલો ફરી ઉગી નિકળેય પણ નિહાલની હાલત તો જાણે બગીચામાં કરમાયેલા ફૂલ જેવી હતી. બગીચામાં ચાલતો ચાલતો એક ખુણામાં રાખેલા બાકડા પર કોઇ નિર્જીવ પડ્યું હોય એમ એ બેચી જાઇ છે. નિહાલ એના વિચારોમાં એટલો વ્યસ્ત હતો કે આજુબાજુ શું થાય છે એનું પણ ભાન ન્હોતું.

મનમાં ને મનમાં બસ એક જ વિચાર ચાલતો હતો હવે ‘શું કરું??, મમ્મી પાપ્પા માનશે ખરા?? ‘ બસ એ જવાલ નિહાલને મુજવી રહ્યો છે. આખરે 30 મિનિટ જેટલો બેસીને પછી માંડ માંડ હિંમત કરીને ઊભો તો થઇ ગયો પણ તેનાથી એક ડગલું પણ ચલાતુ નથી, આખરે માંડ માંડ કરીને કોઇને પૂછીને ડગલાં ભરતો હોય તેમ ચાલતો થયો. બગીચામાંથી નિકળીને વુધ્ધાશ્રમ તરફ નીકળી જાઇ છે પણ રસ્તામાં પાછા બીજા સવાલ ઊભા થયા પપ્પાને શું કહીશ?? પપ્પા ન માને તો??, વિચારોમાં ને વિચારોમાં વુધ્ધાશ્રમ ક્યારે આવી ગયું ખબર જ ના પડી.

કોઇ દસ દિવસની માંદગી માંથી ઊભા થઇને ચાલતુ હોય એમ નિહાલ ચાલતો ચાલતો વુધ્ધાશ્રમ માં પપ્પાની રૂમના દરવાજે પહોંચી જાઇ છે. દરવાજો ખુલ્લો જ હતો એટલે અંદર જઇને બોલવા જાઇ છે ત્યાં તો ગળે ડૂમો બાજી જાઇ છે ને કાંઇ બોલાતુ જ નથી. નિહાલના પપ્પા નિહાલને જોતા જ બોલે છે??

શું થયું નિહાલ?? શું થયું નિહાલ બેટા?? નિહાલ તો કાંઇ સાંભળ તો જ નથી જાણે બેભાન હોય એમ ઊભો રહી ગયો.

નિહાલના પપ્પા નિહાલ પાસે આવીને પૂછે છે શું થયું નિહાલ ?? નિહાલ ભાનમાં આવતા જ બોલવાનું એકબાજુ જ રહી જાઇ છે અને આંખ માંથી આંસુ વહેવા લાગે છે. નિહાલના પપ્પા તો થોડીક વાર તો વિચારમાં પડી ગયા નિહાલ ને શુ થયું??,નિહાલને માંડ માંડ સ્વસ્થ થઇને વાત કરવાનો પ્રયત્ન કર્યો. નિહાલ > તમે ઘરે ચાલો, તમને લેવા આવ્યો છું.

નિહાલના પપ્પા > કેમ શું થયું, કેમ અમને લેવા આવ્યો?? નિહાલ તમે પેલા ઘરે તો આવો, તમને બધી જ વાત કરુ. નિહાલના પપ્પા>અમે તો અહીં ખુશ જ છીએ અને એવું તે શું કામ છે કે તું ઘરે લેવા આવ્યો છો??નિહાલ>મારાથી ખૂબ જ મોટી ભૂલ થઇ છે તમે તો મને માફ કરી દેશો પણ ભગવાન મને કોઇ દિવસ માફ નહીં કરે.નિહાલના પપ્પા>એવી તે શું ભૂલ કરી છે કે ભગવાન પણ માફ નાઈ કરે નિહાલ??નિહાલ>એટલે તો કહું છું કે તમે ઘરે આવો હું બધી જ વાત કરી શકું તમને. નિહાલના પપ્પા>બેટા એવી વાત છે તો ચાલ ઘરે જઈએ.

માંડ માંડ કરીને મનાવીને ઘરે લાવવા માટે તૈયાર તો કર્યા. નિહાલ રસ્તામાં વિચાર કરતો હતો ભલે મેં મમ્મી પપ્પાને તો મનાવી લીધા હવે એનાથી ખૂબ જ અઘરું કામ હતું મારી પત્ની મિત્રાને કેમ સમજાવીશ. જે થાઇ એ જોયું જાશે હવે બોવ થયું, નહી માને તો આજે તો સાચે સાચું કહી દેવું જ છે મિત્રા ને.

નિહાલની સાથે મમ્મી પપ્પાને જોઇને તો મિત્રા શું આ કોઇ સપનું જોઇ રહી હોય છે!!, પણ આ હકીકત હતું અને થોડીક વાર તો બેભાન જેવી હાલત થઇ ગઇ. મિત્રા થોડીકવાર કાંઇ ના બોલી. પછી એકાએક મિત્રા નિહાલ જોડે ઝગડો કરવા લાગી.

મિત્રા નિહાલને કહેવા લાગી આ કચરાને શું કામ અહીં લાવ્યા??. જાવ પાછા ફેકયાવો આ કચરાને. નિહાલ ચુપચાપ બધું જ સાંભળીને કાંઇ જ બોલતો નથી. નિહાલથી તો માંડ માંડ એટલું જ બોલી શક્યો એ કચરો નથી અને એ અહીં જ રહેશે એટલું બોલતાં બોલતાંજાણે વર્ષોથી છુપાવીને રાખેલા આંસુને બહાર આવી જાય છે.

નિહાલ થોડોક સ્વસ્થ થઇને બોલ્યો ભલે આપણે ઘરનાં ઝગડાનું બહાનું આપીને મેં વુધ્ધાશ્રમમાં મુકવા ગયો તો પણ હવે એ આપણી જ સાથે રહેશે. મિત્રા > જાવ ગમે તે કરો, આ ઘરમાં આ કચરો જોઇએ જ નહીં. નિહાલ > એ કચરોનો નથી, એ તો મારા ભગવાન છે તુ એને કેમ કચરો કહે છે?? અને આવું તારાથી બોલાય જ કેમ?? મિત્રા > કચરો જ કહુ ને બીજું શું કહુ, તું જ કેને શું કહુ?? નિહાલ > હવે બોવ થયું મિત્રા બસ કર હવે, એ કચરો નથી તને કેવી રીતે સમજાવું??

મિત્રા > મારે કાંઇ જ નથી સાંભળવુ હવે, તું આ કચરાને ફેંકયાવો. નિહાલ > એ કચરો નથી મિત્રા આપણે તો ખરેખર કોઇ વસ્તુનો ઉપયોગ થઇ જાય એટલે ફેકી દઇએ છીએ એવું જ આપણે આપણા માતાપિતાની સાથે કરવાનું!! આપણે અહીં સુધી પહોંચ્વા માટે માતાપિતાનો ઉપયોગ કરયો અને આવી આલત આપણે કરીયે છીયે એની. મિત્રા > મારે તારી એક પણ વાત નથી સાંભળવી મારે આ કચરો અહીં નો જોઇએ તારે જે કરવું હોય તે કર. નિહાલ > (મોડા અવાજથી) હવે બસ મિત્રા બોવ થયું હવે તારુ.(નિહાલ ઊભો થઇને રૂમમાંથી એક કાગળ લઇ આવે છે)
મિત્રાને થાઇ છે આ શેનો કાગળ છે??

નિહાલ (મિત્રાને કાગળ આપતાં) લે આ જો મિત્રા, કાલે હુ પપ્પાના રૂમમાં મારે કામના કાગળ લેવા ગયો તો આ મળ્યું અને આખી રાત નીંદર જ ના આવી. હવે તું જ જોઇ લે ને!! જેને કચરો કહીયે છીયે એણે તો મને દત્તક લીધો છે, તને હજુ કેટલી સમજાવું આટલું બોલતાં બોલતાં ગળે ડૂમો બાજી જાય છે આગળ બોલવું છે પણ બોલી શક્યો નઇ. થોડુક પાણી પીઇને પાછું બોલવાનુ શરૂ કરે છે મિત્રા મને દત્તક લીધો છે મારાજલીધે સમાજના લોકો નથી બોલતાં, મારા કાકા પણ નથી બોલતાં. પપ્પા ઇચ્છતા હોત ને તો આજે પોતાના દસ છોકરા હોત પણ એણે નક્કી જ કર્યું હતું કે મારે બે છોકરાને દત્તક લેવા છે પણ એક જ છોકરો દત્તક લીધો કારણે મારા મમ્મીનું માતૃત્વ મળે એટલે માટે પછી નક્કી કર્યુ કે જો છોકરીનો જન્મ થાઇ તો છોકરાને, છોકરાનો જન્મ થાઇ તો છોકરીને દત્તક લેશું.

મિત્રા > નિહાલ આવા લોકો માટે
” કેમ હું બોલું શબ્દ નથી મળતાં આ લોકો માટે” મિત્રા આટલું જ માંડ માંડ બોલાય છે અને રડવા લાગી અને મમ્મી પપ્પાની માફી માગી, માફ કરજો મને, મેં નો કહેવાના શાબ્દો કીધા. તમારે હવે ક્યાં જાવાની જરૂર નથી, તમે અહીં ખૂબ જ ખુશીથી રેહજો.

બોધપાઠ :-
(1) આજે ધણા લોકો હોય છે જે ખરેખર સમાજને મદદ કરવા માગતા હોય છે. એને કોઇ બોલાવતુ જ નથી અને પોતાના જ લોકો પણ નથી બોલાવતા, આવા લોકોને માત્ર ને માત્ર ધીકાર જ મળે છે.
(2) આજનાં આ સમયમાં ખરેખર અમૂક માતાપિતાની હાલત આવી જ છે અને એ લોકો મૂંગા રહીને સહન કરે છે.

નોંધ :- અહીં માતાપિતાને કચરો કહ્યા છે જે માટે કોઇને ખોટું લાગે તો માફ કરજો. કચરો લખતી વખતે ભલે આંશુ નો આવ્યા હોય પણ દીલ ભીંજાઇ ગયું છે મારું.

~ આપનો આભારી
ઉર્વીશ કે સવાણી

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here