દરરોજ ના ભોજનમાં આ 6 વસ્તુઓ ઉમેરો, હાર્ટએટેક (Heart Attack) રહેશે દુર …

0

આજે અમે તમને તમારા રોજીંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ખોરાકની એવી વસ્તુઓની માહિતી આપીશું કે તમે જાણતા નહિ હોવ, રોજ ઉપયોગમાં લેવાતી એ વસ્તુઓ એ તમને હ્રદય રોગથી બચાવે છે. તો જો તમે હજી સુધી આ વસ્તુઓનો ઉપયોગ નથી શરુ કર્યો તો આજથી જ શરૂઆત કરી દો.

તમારા રસોડામાં જ છુપાયેલ છે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટેનો ઘરગથ્થું ઉપચાર આવો તમને જણાવી દઈએ. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે અહિયાં જણાવેલ સામગ્રીમાંથી કોઈપણ એક વસ્તુનો દિવસમાં એકવાર ઉપયોગ જરૂરથી કરવાનો છે.

* ડુંગળી – થોડું કામ કરીને જો તમને થાક અનુભવાય છે અને ગભરામણ થતી હોય કે પછી શરીરમાં લોહીના પ્રવાહની તકલીફ હોય ડુંગળી ખાવાથી તમારી આ દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે. ડુંગળીને તમે રોજ ભોજન સાથે કાચી પણ ખાઈ શકો છો અથવા તો સલાડમાં પણ ઉમેરી શકો.

* ટામેટા – તેમાં વિટામીન સી, બીટાકેરોટીન, લાઇકોપીન, વિટામીન અને પોટશિયમ વધારે પ્રમાણમાં હોય છે. આના કારણે હૃદયની બીમારી થવાના ચાન્સ બહુ જ ઘટી જાય છે.

* દુધી – દુધી એ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાળવી રાખે છે. જો તમને દૂધીનું શાક ના પસંદ હોય તો તમે તેની સ્મુધી જેવું પણ બનાવી શકો છો. દુધીના રસમાં ફુદીનો, તુલસી ઉમેરીને રોજ બે વાર પીવાનું રાખો. આમ કરવાથી તમારા હૃદયની સાથે સાથે શરદી અને ઉધરસમાં પણ ફાયદો થશે.

* લસણ – ભોજન માં તેનો પ્રયોગ કરો. સવાર ના સમયે ખાલી પેટે બે કળીઓ પાણી સાથે લેવાથી ફાયદો મળે છે.

* ગાજર – હ્રદયના ધબકારાને નિયમિત રાખવા માટે તમારે રોજીંદા ભોજનમાં ગાજરનો ઉપયોગ કરવો જોઈએ. તમે તેનો રસ પણ ઉપયોગમાં લઇ શકો છો અથવા તમારા રોજીંદા સલાડમાં પણ તેનો ઉમેરો કરી શકો છો.

લાલ મરચાંની ભુકીના ઉપયોગથી તમે એક મિનિટમાં હાર્ટએટેકથી બચી શકો છો.

તમને વિશ્વાસ ન થાય પણ વાત સાચી છે, કેવળ એક ચમચી મરચાની ભૂકી અને બસ એક જ મિનિટ, હાર્ટએટેકના દર્દીને આ કેની ટીની સારવાર થકી બચાવી શકાશે.

જરૂરી નથી કે હાર્ટએટેક એ એક ઉમર પછી જ આવે આજકાલની ફાસ્ટ લાઈફમાં નાની ઉંમરે પણ હાર્ટએટેક આવવાની સંભાવના વધી ગઈ છે. ક્યારેક હાર્ટએટેક એટલો તીવ્ર હોય છે કે દર્દીને દવાખાને કે પછી કોઈ સારવાર મળતા પહેલા જ એ દર્દી એ દુખાવો સહન કરી શકતો નથી અને દર્દીનું મૃત્યુ થઇ જાય છે. આજે જાણો ફક્ત એક મીનીટમાં કેવીરીતે થઇ શકશે સારવાર.

બસ, એક મિનિટ અને એક ચમચી લાલ મરચાંની ભૂકી

જો હાર્ટએટેક આવે અને દવાખાને પહોચવામાં સમય હોય અને દર્દી ભાનમાં હોય ત્યારે તમારે આ ઉપાય કરવાનો રહેશે. આ ઉપાય દરમિયાન તમારે પાણીમાં લાલ મરચાંની ભૂકી નાખીને ઉકાળવાનું છે અને ત્યારબાદ એ પાણી એ દર્દીને પીવડાવવાનું રહેશે આમ કરવાથી દર્દીને થોડી રાહત થશે અને દવાખાને પહોચતા સુધીમાં કોઈ અણબનાવ બનશે નહિ. આ પાણીને કેની ટી કહેવામાં આવે છે.

હવે વિચારવાની વાત એ છે કે આ તો વાત થઇ જયારે દર્દી એ ભાનમાં હોય પણ જો દર્દી એ બેભાન થઇ ગયો હોય અને દવાખાને પહોચવામાં વાર હોય તો તમે શું કરશો? આવા સમયમાં તમારે દર્દીના મોઢામાં આ મરચાવાળી ચાના થોડા ટીપા નાખવાના રહેશે. આ ચાને તમારે 90 હજાર હિટયુનિટ પર બનાવવી જોઇએ.

સાવચેતી … રાખો …

જયારે વ્યક્તિનું શરીર ભરાવદાર હોય અને વજન ઘટાડવા માટે અનેક પ્રયત્ન કર્યા પછી પણ વજન ઘટતું હોય નહિ તો તેવા લોકોએ જીમમાં જવું જોઈએ અથવા તો કોઈ સારા ડાયટીશીયનની મુલાકાત લેવી જોઈએ.  પણ જરૂરી નથી કે દરેક મિત્ર એ વજન ઘટાડવા માટે જીમમાં કે પછી મોંઘી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી શકે. તો આવા મિત્રોએ તેમના ભોજનમાં થોડાઘણા બદલાવ લાવીને અનેથોડા ઘરગથ્થું ઉપચાર કરીને તેમનું વજન ઘટાડવું જોઈએ. વધારે વજન એ ઘણીબધી બીમારીઓને આમંત્રણ આપે છે. અને જો તમે ઘરગથ્થું ઉપચારથી વજન ઘટાડશો તો તમને બીજા અનેક ફાયદા મળશે.

હળદરઃ હળદરના કરક્યુમીન નામના તત્વમાં એવાં ગુણ છે જે હૃદયને પહોળું કરતાં તત્વોનો નાશ કરે છે. હળદરનો નિયમિત ઉપયોગ એ તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. જેમને પણ બીપીની તકલીફ હોય તેમના માટે હળદર એ બહુ ઉપયોગી નીવડે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ કરવા માટે પણ હળદર ઉપયોગી છે. લોહીને જામ થતું અટકાવે છે અને આના કારણે હાર્ટએટેક આવવાની શક્યતા નહીવત થઇ જાય છે.

એલચીઃ આ થર્મોજેનિક ઔષધિ છે જે પાચનક્રિયા સુધારે છે અને શરીરની ચરબીને બાળવામાં મદદ કરે છે. એલચી પાચનમાં મદદ કરે છે અને શરીરમાં બીજા આહારને પાચન કરવામાં પણ મદદરૂપ બને છે.

મીઠા લીમડાનાં પાન : જો તમે રોજના ભોજનમાં દાળ કે કઢીમાં મીઠો લીમડો નથી નાખતા તો આજથી જ વઘારમાં તેનો ઉપયોગ વધારો, તમે ઈચ્છો તો ધાણાની ચટણી માં પણ તેનો ઉપયોગ કરી શકો. મીઠા લીમડાથી વજન ઘટાડવામાં પણ મદદ થશે. આ પાનમાં ચરબી ઘટાડવા માટેના તત્વો રહેલા છે. જો તમારું વજન વધારે હોય, તો તમારે દરરોજના આહારમાં આઠ થી દસ મીઠા લીમડાનાં પાનનું સેવન કરવાથી ફાયદો થશે.

લસણઃ લસણ ચરબી ઓછી કરવા માટે સૌથી અસરકારક તત્વ, લસણમાં આવેલું સલ્ફર જે એન્ટી-બેક્ટેરિયાની અસર અને કોલેસ્ટ્રોલ અને વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

રાઇનું તેલઃ જો તમે ઘરમાં રસોઈ કરો તેમાં રાઈનું તેલ વાપરતા નથી તો તમારે વજન ઘટાડવા માટે રાઈનું તેલ વાપરવું જોઈએ. આ તેલમાં દરેક બીજા તેલ કરતા ઓછી ચરબી આવે છે તેના કારણે જ શરીરમાં ઓછી ચરબી બને છે.

કોબીજઃ કાચી અથવા રાંધેલી કોબી શરીરમાં સાકર અને બીજા અન્ય કાર્બોહાઇડ્રેટને ચરબીમાં રૂપાંતર કરતાં અટકાવે છે. જેનાથી કોબી શરીર ઘટાડવા માટે યોગ્ય સાબિત થાય છે.

મગની દાળઃ મગની દાળમાં વિટામીન એ, બી, સી અને ઇ તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ખનીજતત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે મિત્રો વજન ઘટાડવા માંગે કે તેમણે મગની દાળ ખાવી જ જોઈએ આ દાળમાં પ્રોટીન અને ફાઈબર હોય છે જેનાથી તમારું પાચનતંત્ર મજબુત બને છે.

મધઃ મધ સ્થૂળતાનો ઘરગથ્થુ ઇલાજ છે. તે શરીરમાં જમા થતી વધારાની ચરબીને એનર્જી તરીકે ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરરોજ સવારે હૂંફાળા પાણી સાથે ૧૦ ગ્રામ અથવા એક ટેબલસ્પૂન મધ લેવાથી ફાયદો થાય છે.

અનાજઃ હૃદયને સુરક્ષિત કરવા અને વજનને કંટ્રોલ રાખવા માટે તમારે અનાજ ખાવા જોઈએ. બાજરા, રાગી અને જુવાર વગેરે જેવા અનાજને નિયમિત ખોરાકમાં સામેલ કરવા જોઈએ.

તજ અને લવિંગઃ જો તમે તેજાના તજ અને લવિંગનો ઉપયોગ નથી કરતા તો તેનો પણ ઉપયોગ કરો. ડાયાબીટીસના દર્દીઓ માટે તજ અને લવિંગ બહુ ફાયદાકારક છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here