આજે જાણો દરરોજ દહીં ખાવાથી થતાં 20 ફાયદાઓને, કાલથી જ દહી ખાવાનું શરૂ કરી દેજો !! વાંચો ખાસ માહિતી

0

દહીં ભારતીય રસોઈ નો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો તમારી થાળી માં દહીં હોવા નું એક કારણ એ પણ છે કે તમારી થાળી સ્વાદિષ્ટ હોવા ની સાથે પૌષ્ટિક પણ છે. આથી દહીં એ સ્વાસ્થય માટે ખૂબ સારું છે.

હાલ માં જ થયેલા સંશોધન અનુસાર દહીં માં રહેલ તત્વ શરીર ને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીં અંદર પ્રો-બાયોટીક ફૂડ કેલ્શિયમ થી ભરપૂર છે. આમ કેલ્શિયમ ની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓ ને મજબૂત કરવા માં ખૂબ મદદ કરે છે.
કેલ્શિયમ ઉપરાંત દહીં માં બીજા ઘણા એવા વિટામિન અને પોષક તત્વો રહેલા છે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે. દહીં પાચન ક્રિયા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. અહી આપણે ઘણા એવા જ કારણો ની વાત કરીશું જેનાથી સાબિત થશે કે દહીં ખાવું સ્વાસ્થય માટે ઘણું ફાયદાકારક છે.

1. દહી ખાવા થી આપણી પાચન શક્તિ વધે છે, આથી દરરોજ દહીં ખાવા થી જે લોકો ને ભૂખ ના લાગતી હોય તેને માટે ખૂબ લાભકારી છે. કારણ કે દહીં થી ભૂખ લાગે છે.

2. જે લોકો દરરોજ પોતાના ભોજન માં દહીં નો ઉપયોગ કરે છે તેના મોં માથી ક્યારેય દુર્ગંધ આવતી નથી અને તેના દાંત માં પણ કોઈ પ્રકાર ની જીવાત ની તકલીફ રહેતી નથી.

3. જો દરરોજ દહીં ખાવા માં આવે તો તેનાથી આપણી ઇમ્યુંન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. અને આપણાં શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

4. એવું પણ સાબિત થયું છે કે જે લોકો પોતાના ભોજન માં દહીં નો ઉપયોગ કરે છે તેમનું શુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે. એટલે કે ડાયાબિટીસ ના દર્દી માટે દહીં ખૂબ લાભકારી છે.

5. દહીં નું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડા ના રોગો અને પેટ ને સંબંધિત ઘણી બીમારીઓ પણ નથી થતી.

6. દહીં ની અંદર કેલ્શિયમ વિપુલ માત્રા માં પ્રાપ્ત થાય છે. આથી આપણાં શરીર માં હાડકાઓ નો વિકાસ સારો થાય છે.

7. ચપટી હિંગ નાખી દહીં ખાવા માં આવે તો સાંધા ના દુખાવા માં લાભ થાય છે. કારણ કે દહીં સ્વાદિષ્ટ હોવા ની સાથે પૌષ્ટિક પણ છે.

8. ખૂબ પાતળા માણસો ને જો દહીં ની અંદર કિશમિશ, બદામ વગેરે નાખી આપવા માં આવે તો તેનું વજન વધવા લાગે છે.

9. નાના બાળકો ને દાંત આવે ત્યારે જો દહીં ની અંદર થોડું મધ નાખી, તેને મિક્સ કરી ને જો બાળકો ને ચટાડવા માં આવે તો દાંત આવવા માં થતી તકલીફ ઓછી થાય છે અને દાંત સહેલાઈ થી નીકળી જાય છે.

10. જે લોકો ને રાતે નીંદર ના આવતી હોય તે માટે જો તે દહીં નું સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક રહે છે.

11. આપણાં મગજ માટે દહીં નું સેવન ખૂબ જ ફાયદાકારક છે કારણ કે દહીં માં વિટામિન બી 12 ઘણું હોય છે.

12. એન્ટિ-બાયોટિક દવાઓ ના સેવન થી થતાં દુષ્પ્રાભાવ થી બચવા માટે દહીં નું સેવન કરવા નું ડોકટર પણ સલાહ આપે છે.

13. દહીં ખાવા નો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે રહે છે. તમને એ જાણી ને આશ્ચર્ય થશે કે જે લોકો દહીં નું સેવન કરે છે તેમને તનાવ ની ફરિયાદ ઘણી ઓછી હોય છે.

14. જો તમે પોતાને ખૂબ જ થાકેલા અનુભવ કરતાં હો તો દરરોજ દહીં નું સેવન કરો, જેનાથી તમારા શરીર માં એક શક્તિ નું નિર્માણ થશે.

15. જ્યારે ચામડી સુકાયેલી અને કાળી લાગે, ચહેરા પર ખીલ, દાગ, કાળા નિશાન વધી જાય અને ચહેરો ભયાનક લાગે ત્યારે દહીં થી માલિશ કરવી અને 5 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો.

16. દહીં ની અંદર બેસન મિક્સ કરી ને ચહેરા પર લગાવવું અને પછી ઠંડા પાણી થી ચહેરો ધોઈ નાખવો. આમ કરવા થી ચહેરા નો રંગ સાફ થઈ જશે.

17. શરીર માં કોઈ પણ જગ્યા પર ખૂજલી થતી હોય તો ત્યાં દહીં લગાવવા થી ખુજલી દૂર થઈ જાય છે.

18. દહીં ના ખાટા પાણી થી માલિશ કરવા થી હાથ-પગ માં થતી બળતરા શાંત થઈ જાય છે.

19. દહીં ના માખણ માં કેસર મિક્સ કરી ને હોઠ પર લગાવવા થી હોઠ લાલ થાય છે.

20. તાજું દહીં ખાવા થી ભાંગ નો નશો ઉતરી જાય છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here