ડાર્ક સર્કલને મિનિટોમાં દૂર કરી દેશે આ ઘરેલુ ઉપાય, આજે જ અજમાવો ને આંખોણી સુંદરતામાં ચાર ચાંદ લગાવો…

0

આંખ આપણી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જો આંખો ખરાબ હોય અથવા કમજોર જશે અથવા તો આંખો નીચે ડાર્ક સર્કલ હશે તો આખી પર્સનાલિટી જ ખરાબ થઈ જાય. પરંતુ, શું તમે તમારી આંખોને પૂરતો આરામ આપો છો? કલાકોના કલાકો તમારી નજર કમ્પ્યુટર અને મોબાઇલ પરમંડરાતી રહે છે. તેનાથી તમારી આંખો થાકેલી કે સૂજેલી અથવા તો ડાર્ક સર્કલણી સમસ્યા ઉદભવે છે. સાથે સાથે તમારી દ્રષ્ટિ પર પણ ખરાબ અસર પડે છે. એવામાં ત્રિફલા ચૂર્ણ તમને સારી રીતે ઉપયોગી બની રહેશે. આ આયુર્વેદિક ઉપચાર તમારી આંખોને આ બધી સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.

બટાકાનો અકસીર પ્રયોગ –
બટાકાથી ચહેરા પર ગ્લો તો આવે જ છે. સાથે સાથે ડાર્ક સર્કલથી પણ છૂટકારો મેળવવામાં મદદ કરે છે. તેના માટે બટાકાના રસમાં લીંબુનો રસ મિક્સ કરો અને આંખ ણી નીચેના ભાગમાં થોડીવાર રાખી મૂકો. આમ કરવાથી ફાયદો થશે. એ સાથે તમે બટાકાના ટુકડાને આંખો નીચે ધીમે ધીમે લગાવી શકો છો.

કપાલભાતિ
કપાલભાતિ પ્રાણાયામમાં સિદ્ઘસન, વજ્રાસન અને પદ્માસન માં બેસી જવાય છે. આ પ્રાણાયામ તમે રોજ 5-10 મિનિટ સુધી કરશો તો પેટ ક્યારેય બહાર નહી નીકળે. અને વજન ઘટાડવામાં પણ મદદ કરશે. આનાથી ચહેરોની કરચલી ઓછી થાય છે, ડાર્ક સર્કલ્સ નથી પડતાં સાથે સાથે દાંત અને વાળની સમસ્યાઓમાં પણ આ ક્રિયા લાભદાયી છે. તેનાથી મનમાં પોઝિટિવ વિચાર ઉદભવે છે.

વિટામિન સી વાળા આહારનો ખોરાકમાં વધારે ઉપયોગ કરો –
વિટામીન સી માં એક રસાયણ સેરાટોનિનના બનાવમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સેરાટોનિન નામના કેમિકલ્સ આપણી ઊંઘ માટે જરૂરી છે. તેમાં રહેલ કોલાજેન , આંખો લિગમેન્ટ્સ વગેરેને મજબૂત બનાવે છે. વિટામીન સી લેવાથી પાપનો ઘાતી થાય છે અને બ્લડ કન્ઝેશનના કારણે આંખ નીચેની ત્વચા કાળી થતી અટકે છે. સિટ્રસ ફળ, બેરીઝ, તરબૂચ – અને બીજા રંગીન શાકભાજીમાં વિટામીન સી મળી જાય છે. જે ડાર્ક સર્કલને મૂળમાંથી જ દૂર કરે છે.

ટી-બેગનો ઉપયોગ
ટી બેગનો ઉપયોગ ડાર્ક સર્કલ ઉપરાંત ડાર્ક સર્કલથી છૂટકારો મેળવવા માટે પણ કરવામાં આવે છે. તેને ટ્રાય કરવા માટે ટી-બેગ્સમે થોડો સમય માટે ઠંડા પાણીમાં પલાળી રાખો. અને પછી તેને તમારી આંખો પર રાખો અને સૂઈ જાઓ. લગભગ 10 થી 15 મિનિટ પછી ટી બેગને આંખોથી દૂર કરો. થોડા દિવસ સુધી આમ કરવાથી તમે જો શો કે તમારા ડાર્ક સર્કલ ધીરે ધીરે ગાયબ થઈ રહ્યા છે.

આઈ કેર –
આંખની સંભાળ ન કરવામાં આવે તો પણ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે. આંખોને સારી રીતે ધોવાથી, તેના આરોગ્ય પર સારી અસર પડે છે. આમ કરવાથી આંખ ફ્રેસ લાગે છે અને તેનો થાક અને રૂક્ષતા પણ દૂર થાય છે. તેની સાથે આંખો આસપાસના નાના મસલ્સનું મસાજ કરવાથી પણ આંખોને આરામ મળે છે. ખાસ કરીને જ્યારે તમે કમ્પ્યુટર પર કામ કરો છો ત્યારે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here