દરેક સ્ત્રીને હોય છે 4 પતિ, તમે છો ચોથા નંબરના પતિ, જાણો કોણે અને કેવી રીતે કરી આની શરૂઆત…

0

તમને જાણીને નવાઈ લાગશે કે દરેક સ્ત્રી ને ચાર પતિ હોય છે અને આપનો નંબર તેમાં ચોથો હોય છે. આ તમે જાણી શકતા નથી કારણકે જ્યારે લગ્ન ના વૈદિક મંત્ર બોલવામાં આવે છે ત્યારે લગ્ન ના ઉત્સાહ માં આપણે તેનો મતલબ જાણવાનો પ્રયત્ન થતા નથી.કદાચ આપણે વૈદિક મંત્રનો સાચો અર્થ જાણીએ તો ખબર પડે કે લગ્ન ટાણે મંડપમાં બિરાજેલા વરરાજા નો નંબર ચોથો આવે છે તેની પેહલા તેની પત્ની નું સ્વામીત્વ ત્રણ વ્યક્તિને સોંપવામાં આવે છે.ખરેખરમાં વૈદિક પરંપરા અનુસાર સ્ત્રી પોતાની મરજીથી ચાર વ્યક્તિઓને પતિ બનાવી શકે છે. સ્ત્રીની પતિવ્રતા ની મર્યાદા અને આ નિયમ મુજબ લગ્ન વખતે જ તે સ્ત્રીના સાંકેતિક લગ્ન ત્રણ દેવતાઓ સાથે કરી દેવામાં આવે છે. સૌપ્રથમ કન્યાનું સ્વામીત્વ ચંદ્રમા ને સોંપવામાં આવે છે, ત્યારબાદ કન્યાનું સ્વામીત્વ વિશ્વાવસુ નામના ગાંધર્વને સોંપવામાં આવે છે, ત્યારબાદ અગ્નિ દેવ ને સોંપવામાં આવે છે અને અંતે તેના લગ્ન મંડપમાં વિરાજેલ યુવક ને સોંપવામાં આવે છે. આ વૈદિક પરંપરાને કારણે જ દ્રોપદી એક થી વધારે પતિ સાથે રહી શકી. આ કારણે જ કર્ણ એ દ્રોપદી ને વેશ્યા કહીને અપમાનિત કરી હતી.દ્રૌપદીએ તે સમયના નિયમોથી આગળ વધીને પાંચ પુરુષોનો પતિ તરીકે સ્વીકાર કર્યો હતો. જો દ્રૌપદી ચાર પુરુષોની પત્ની હોત તો વૈદિક પરંપરા અનુસાર યોગ્ય અને સમાજિકદ્રષ્ટિએ સ્વીકૃત હોત અને કર્ણ તેને વેશ્યા પણ કહી શકત નહીં. સ્ત્રીને ચાર પતિ હોય તે પરંપરાની શરૂઆત કરનાર અને લગ્ન વ્યવસ્થાને સ્થાપિત કરનાર ઉદ્દાલક મુનિના પુત્ર શ્વેતકેતુ હતા.

મહાભારત માં પણ શ્વેતકેતુ મુનિનો ઉલ્લેખ કરતા કુંતીએ કહ્યું છે કે પેહલા સ્ત્રી પોતાની મરજી થી કોઈ પુરુષ સાથે જઈ શકતી. તે વખતે સ્ત્રી પર કોઈ પાબંદી ન હતી. પરંતુ ધીરે ધીરે સમાજ માં અધિકારવાદે જન્મ લીધો અને સ્ત્રીઓની સ્વતંત્રતા ઓછી થવા લાગી અને તેમાં શ્વેતકેતુ દ્વારા લગ્ન વ્યવસ્થા પણ સામેલ કરવામાં આવે છે.મુનિ ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતુએ સ્ત્રીઓની સ્વતંત્રતા ઓછી કરી કારણકે એકવાર શ્વેતકેતુ મુનિએ તેમના માતાને અન્ય પુરુષની સાથે આલિંગન કરતા જોયા હતા. તે સમયે તેમના મનમાં આ પ્રશ્ન ઉદ્દભવ્યો કે તે પોતાના પિતાનો પુત્ર હોય પણ શકે છે અને નહીં પણ?

આ પ્રશ્નથી તેમના મનમાં પુરુષોની સંખ્યા ઓછી કરવાનો વિચાર આવ્યો. તેના પરિણામે એવું નક્કી થયું કે સ્ત્રી કોઈ ચાર પુરુષો સાથે જ રહી શકે છે. તેમજ આ નિર્ણય પાછળ છુપા હેતુ તરીકે એ વિચાર હતો કે સમુદાય અને સમાજ ના દરેક વ્યક્તિને સ્ત્રી મળી રહે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here