દરેક પતિ પત્ની ને વાંચવા જેવી સત્ય વાત, સ્વભાવ નાં બદલાઈ જાય તો કહેજો….


એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ ~ પત્નીના સંબંધનો નજરીયો બદલાઈ જશે

લોકો કહે છે કે , એકલા આવ્યા અને એકલા જવાનું ! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !

આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા આવ્યા  ને એકલા જવાનું એ ખરું, પરંતુ એકલા જીવવાનું શક્ય છે ?

જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું મુશ્કેલ છે.?

જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.

જીવનસાથીની કદર કરતાં શીખો.

તેની અવગણના કે અવહેલના કદી ના કરશો.

જીવન સાથી માંથી  ” જીવ ” નીકળી જાય પછી કેવળ

”ન સાથી ” રહી જાય છે.

પછી કશામાં જીવ લાગતો નથી .

ઘરમાં બેઠા હોઈએ ત્યારે

ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં સંભળાય છે , યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે ,

ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ ~ તેના પડઘા મનમાં પડે છે.

પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે.

ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે .

બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો અજાણ્યા લાગવા માંડે છે.

જીવન સાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બની જાય છે.

આંખના આંસુ પણ થિજી જાય છે .

માટે કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવન ~ સાથીની કદર કરતા શીખો.

ક્યારેય વિચાર કર્યો છે કે જીવન ~ સાથી વિદાય લે તો શું દશા થાય ?

વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો.

અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો.

અને સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો .

તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે.

કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી .

તારા વગર આખું જગ સૂનું .

જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે.

ચાલી ગયેલી આજ ક્યારેય પાછી નથી આવતી , અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !.

મિત્રો આજે જ આ પોસ્ટ શેર કરો અને પ્રેમ કરો છો તે માટેની એક લાઇક આવશ્ય કરશો..

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
2
Wao
Love Love
5
Love
LOL LOL
2
LOL
Omg Omg
1
Omg
Cry Cry
4
Cry
Cute Cute
2
Cute

દરેક પતિ પત્ની ને વાંચવા જેવી સત્ય વાત, સ્વભાવ નાં બદલાઈ જાય તો કહેજો….

log in

reset password

Back to
log in
error: