દરેક મીનીટમાં આટલા પૈસા કમાઈ લે છે આ સિતારાઓ, દેવી લક્ષ્મી છે મહેરબાન..વાંચો આર્ટિકલ

0

દુનિયામાં ઘણા એવા અમીર લોકો છે અને આ લોકો પર દેવી લક્ષ્મી કઈક વધારે જ મહેરબાન છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અમીર લોકો માત્ર એક મીનીટમાં કેટલા પૈસા કમાય છે જેમ કે આમાંના અમુક હજારો તો અમુક લાખો રૂપિયા કમાઈ લેતા હોય છે અને આમાંના અમુક લોકો ભારતના પણ છે.આજે અમે તમને અમુક એવા જ લોકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ઓ એક મીનીટમાં હજારો થી લાખો રૂપિયા કમાઈ લે છે. અને તેઓની કમાણી સાંભળીને તમારા તો હોંશ જ ઉડી જાશે.

1. મહેન્દ્ર સિંહ ધોની:જેવું કે તમે બધા જાણો છો કે હાલ દેશમાં આઇપિએલનું ફીવર ચાલી રહ્યું છે, ને ધોનીના ફેંસ તેની ટીમ ‘ચેન્નાઈ સુપર કિંગ્સ’ ખુબ જ સપોર્ટ કરી રહ્યા છે. ધોની લોકોના દિલો પર રાજ કરે છે અને તેની સાથે તેની સારી એવી કમાણી પણ છે. તમને જણાવી દઈએ કે ધોની દરેક મિનીટ 1,213 રૂપીયાની કમાણી કરે છે.

2. આમીર ખાન:આમીર ખાન જો કે વર્ષમાં એક જ ફિલ્મ લાવે છે અને તે માત્ર એક ફિલ્મથી જ સૌથી વધુ કમાણી કરે છે અને તેના માટે તેને મિસ્ટર પરફેકશનિસસ્ટનાં નામથી પણ જાણવામાં આવે છે. જણાવી દઈએ કે આમીર ખાન પ્રતિ મિનીટ 1,308 રૂપિયાની કમાણી કરે છે.

3. સચિન તેંદુલકર:ઇન્ડીયન ક્રિકેટ ટીમના સૌથી ફેમસ અને લોકપ્રિય પ્લેયર જેને લોકો ‘ક્રિકેટ નાં ભગવાન’ માને છે સચિન તેંદુલકર જે આજે ક્રિકેટ નથી ખેલતા પણ હાલ પણ તેની કમાણીમાં અન્ય ક્રિકેટરો પણ પાછળ છૂટી જાય છે, સચિન એક મીનીટમાં 1,569 રૂપિયા કમાઈ લે છે.

4. અક્ષય કુમાર:અક્ષય કુમાર જેને બોલીવુડના ખિલાડી માનવામાં આવે છે તેની દરેક ફિલ્મ સુપરહીટ બને છે અને બોક્સ ઓફીસ પર પણ તેની ફિલ્મ ખુબ જ સારી એવી કમાણી કરે છે. જણાવી દઈએ કે અક્ષય કુમાર હર એક મીનીટમાં 1,869 રૂપિયાની કમાણી કરી લે છે.

5. વિરાટ કોહલી:ઇન્ડીયન ટીમ કપ્તાન વિરાટ કોહલી જેની ફેંસ ફોલોઈંગ છોકરીઓ વચ્ચે વધુ પડતી જ છે અને આઈપીએલ ઓકશન માં પણ તેના પાસ ખાસી એવી બોલી લાગી હતી અને કમાણીના મામલામાં તેણે અન્ય ક્રિકેટરોને પણ પાછળ છોડી દીધા છે, જણાવી દઈએ કે હર મિનીટ વિરાટ 1,916 રૂપિયા કમાઈ લે છે.

6. શાહરુખ ખાન: બોલીવુડનાં કિંગ ખાન જેના પર દેશની દરક યુવતી મહેરબાન છે તે આજે 52 વર્ષના છે તેની ફિલ્મો પણ લોકોને ખુબ જ પસંદમાં આવે છે. શાહરૂખ ખાન એક મીનીટના 3,243 રૂપિયા કમાઈ લે છે.

7. સલમાન ખાન:   ભાઈજાન એટલે કે સલમાન ખાન જે બોલીવુડમાં પોતાના અલગ અંદાજ માટે જાણવામાં આવે છે અને તેની ફિલ્મો એકદમ અલગ જ હોય છે અને લોકોને ખુબ જ પસંદ માં પણ આવે છે. 2017 માં સલમાનને સૌથી વધુ કમાણી કરતા સ્ટાર ગણવામાં આવ્યા હતા. સલમાન એક મિનીટમાં 4,429 ની કમાણી કરે છે.

8. મુકેશ અંબાણી:   મુકેશ અંબાણી જો કે દેશના સૌથી અમીર વ્યક્તિ છે, અને તેની કંપની રઇસી ભારતમાં જ નહિ પણ પૂરી દુનિયામાં ફેમસ છે, જણાવી દઈએ કે મુકેશ અંબાણી એક મીનીટમાં 2.3 લાખ અને એક કલાકમાં 1.4 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

9. માર્ક જુકરબર્ગ:ફેસબુકનાં ફાઉન્ડર માર્ક જુકરબર્ગ આજ એક કરોડપતિ છે અને તેના પર લક્ષ્મી દેવી ખુબ જ મહેરબાન છે, જણાવી દઈએ કે માર્ક જુકરબર્ગ એક મીનીટના 3.73 લાખ રૂપિયા કમાઈ લે છે.

10. બીલ ગેટ્સ:દુનિયાના સૌથી અમીર આદમી બીલ ગેટ્સ છે અને સાથે જ વિન્ડોજનાં ફાઉન્ડર પણ છે, જણાવી દઈએ કે બીલ ગેટ્સ એક મીનીટમાં 5.91 લાખ રૂપિયાની કમાણી કરે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!