કુદરતી રીતે જ દાંતને બનાવો ચમકદાર અને એકદમ સફેદ…..આર્ટિકલ માં વાંચો અસરકારક 8 ટિપ્સ

0

શરીર ના અન્ય ભાગો અને ચેહરા ને ચમકાવવા માં આપણે સામાન્ય રીતે દાંત ને ભૂલી જતાં હોઈએ છીએ. પરંતુ સમય ની સાથે દાંત ની થતી અવગણના ના કારણે દાંત પીળા પડી જાય છે. દાંત માથી દુર્ગંધ આવવા લાગે છે અને દાંત ની મજબૂતી ઓછી થઈ ને દાંત ટૂટી જાય છે. આમ તો આજે આ સમસ્યા માટે ઘણી બધી રસાયણિક દવાઓ મળે છે, પણ તેના થી દાંત વધુ સંવેદનશીલ બની જાય છે. આ માટે સારું છે કે તમે પ્રાકૃતિક રૂપે દાંત ને સફેદ કરવા ના ઉપાયો કરો, જે આપણાં ફ્રીઝ માં જ ઉપલબ્ધ છે. ચાલો તો એવા ક્યાં ઉપાયો છે જે તમારા દાંત ને પ્રાકૃતિક રીતે સફેદ અને સ્વસ્થ કરી આપે છે.

1. દાંત ને સફેદ કરવા નો એક ઉપાય છે સફરજન

સફરજન માં મૈલીક એસિડ ની ઉચ્ચ માત્રા હોય છે જે ક્યારેક ક્યારેક ટૂથપેસ્ટ માં પણ મળે છે. એક અધ્યયન થી સાબિત થયું છે કે મૈલીક એસિડ લાળ ના ઉત્પાદન માં મદદ કરે છે. આ ઉપરાંત તે દાંત ને સાફ કરવા માં અને દાગ ને દૂર કરવા માં પણ મદદ કરે છે. આમ સફરજન દાંત ના પેઢા ને મજબૂત કરે છે અને મોઢા ને સ્વસ્થ રાખવા માટે તથા લાળ પેદા કરવા માટે પણ ઉપયોગી છે.

2. સ્ટ્રોબેરી દાંત ને ચમકાવા માં મદદ કરે છે

સ્ટ્રોબેરી મા મૈલીક એસિડ નું પ્રમાણ પણ ઉચ્ચ હોય છે, જે દાંત ને સાફ કરવા માં મદદ કરે છે. તેમાં એલિગિટેનિન નું પ્રમાણ પણ અધિક લાભ આપે છે, જે એક એન્ટિ-ઓક્સિડેંટ છે. જે મોઢા ના બેક્ટરીયા અને સોજા ને ઓછું કરવા માં મદદ કરે છે. આ સિવાય સ્ટ્રોબેરી માં રહેલ વિટામિન સી પેઢા ના સોજા અને દાંત તથા મોઢા ને લગતી બીમારીઓ રોકવા માં પણ મદદ કરે છે.

3. ચીઝ દાંત ને સફેદ બનાવે છે.

ચીઝ મોઢા માં વધુ લાળ ઉત્પાદન કરવા માં મદદ કરે છે. ચીઝ માં રહેલ કેલ્શિયમ અને ફૉસ્ફરસ જેવા ખનીજો દાંત ને વધુ મજબૂત કરવા માં મદદ કરે છે. આ સિવાય તે દાંત ને દંતવલ્ક થી પણ બચાવે છે. આ ઉપરાંત ચીઝ માં લેક્ટિક એસિડ હોય છે જે દાંત ના ક્ષય ને રોકવા માં મદદ કરે છે.

4. બ્રોકલી દાંત ની કેવિટી ને રોકે છે

બ્રોકલી મોઢા ની અંદર એક્સફોલીટર ના રૂપે કામ કરે છે અને તેને સાફ કરવા માટે દાંત થી બેક્ટરીયા અને પ્લાક ને દૂર કરે છે. બ્રોકલી માં રહેલ લોહ તત્વ દાંત ની રક્ષા માટે ઇનેમેલ-ડિગ્રેડિંગ એસિડ ની વિરુધ્ધ દીવાર નું કામ કરે છે, જેનાથી દાગ અને કેવિટી ને રોકી શકાય છે. બ્રોકલી માં ફાઈબર ની માત્રા વધુ હોય છે જે દાંત ના સોજા ને ઓછો કરવા માં મદદ કરે છે.

5. સંતરા ની છાલ દાંત ના કીડા ને દૂર કરે છે

સંતરા માં રહેલ વિટામિન સી રોગ અને પેઢા ના સોજા થી બચાવે છે. સંતરા ની અમલીય સામગ્રી એસિડ ને ઓછું કરવા માં મદદ કરે છે. સંતરા ની છાલ પણ દાંત માટે ખૂબ જ સહાયક છે, તેની છાલ ને દાંત પર ઘસવા થી દાંત ની પ્લાક ઓછી થાય છે.

6. પીળા દાંતને સફેદ કરે અનાનસ

અનાનસ એક માત્ર એવું ભોજન છે જેમાં બ્રોમલેન એંજાઈમ હોય છે, જે દાંત પર એક પ્રાકૃતિક દાગ ને દૂર કરવા ના રૂપે કામ કરે છે. અને તે સોજા ને દૂર કરવા માં મદદ કરે છે. બ્રોમેલેન દાંત ના દાગ ને દૂર કરવા માટે ટૂથપેસ્ટ માં પણ પ્રયોગ કરવા માં આવે છે.

7. દાંત ની સફાઈ માટે ખૂબ જ પાણી પીવું.

વધુ પાણી પીવા થી દાંત પર કોઈપણ પ્રકાર ના દાગ ની ગાંઠો થવા થી રોકવા માં મદદ મળે છે. અને મોઢા ને પણ સ્વસ્થ બનાવે છે. પાણી મોઢા ની અમ્લતા ના સ્તર ને ઓછું કરે છે, જેનાથી દાંત ને નુકસાન થાય છે. આમ પાણી પીવા થી મોઢા ને લગતા, દાંત ને લગતા ને, પેઢા ને લગતા રોગો થવા ની શક્યતા ઓછી થઈ જાય છે.

8. દાંત ની ચમક ગાજર થી વધે છે

કાચા ગાજર ને ચાવવા થી મોઢા માં લાળ નું ઉત્પાદન વધશે, જે દાંત નું પ્રાકૃતિક ક્લીનર છે. આ સિવાય ગાજર માં વિટામિન એ છે, જે દ્રષ્ટિ અને દાંત માં ઇનેમલ ને મજબૂત કરે છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!