ગુજરાતમાં આવેલું આ હનુમાનનું મંદિર, પિતા-પુત્ર વચ્ચે થયેલા ઝગડા ને ખતમ કરે છે ઝડપથી.. તમે આ મંદિરના દર્શન કર્યા?

0

પિતા પુત્રની વચ્ચે પ્રેમ હોવો સ્વાભાવિક છે. પરંતુ કેટલાક કારણસર અંદરોઅંદર મનદુખ પણ થતું હોય છે. જો તમારી સાથે પણ આવું કશુક બન્યું છે તો તમારે પણ હનુમાનજીના શરણમાં જવું જોઈએ, ગુજરાતમાં જ એક એવું હનુમાંજીનું મંદિર આવેલું છે જે પિતા પુત્ર વચ્ચે થયેલ અણબનાવ ને માત્ર દર્શન કરવાથી જ દૂર કરે છે. અને આ મંદિરમાં હનુમાનજી તેમના પિતા સાથે જોવા મળે છે.

હનુમાનજી પોતે બ્રમ્હચારી હતા છતાં હનુમાનજી તેમના દીકરા સાથે અહીંયા છે. એ જાણીને તમને પણ નવાઈ લાગશે. પરંતુ આ વાત એકદમ સત્ય છે. હન્નુમાનજીને પણ તેમના પુત્ર વિષે ત્યારે જ ખબર પડે છે જ્યારે હનુમાનજી અને તેમનો પુત્ર એક યુદ્ધમાં સામસામે હતા. તો જાણીએ હનુમાજીના પુત્ર જન્મનું રહસ્ય અને આ મંદિર સાથે જોડાયેલી કેટલીક માનયતાઓ.રામાયણમાં હનુમાનજીના પુત્ર જન્મની કથા આવે છે.તેની અનુસાર મકરધ્વજનો જન્મ માછલીના ગ્ગાર્ભમાંથી થયો છે. જ્યારે લંકા દહન કર્યું એ પછી હનુમાનજી તેમની સળગતી પૂછને ઓલવવા માટે જ્યારે દરિયામાં સ્નાન કરે છે ત્યારે હનુમાનજીના શરીરમાથી પડેલ પરસેવાની બુંદ ને એક માછલી ગ્રહણ કરે છે , અને એ પરસેવાની બુંદથી માછલી ગર્ભવતી બને છે. આવી રીતે થયો હતો હનુમાનના પુત્ર મકરધવ્જ નો જન્મ.

ગુજરાતમાં દ્વારિકાથી ચાર કિલોમીટર દૂર આવેલ બેટદ્વારિકા પાસે હનુમાનજીનું મિલન થયું હતું એમના દીકરા મકરધ્વજ સાથે. અને આ જગ્યાએ હનુમાન અને તેનામાં પુત્ર મકરધ્વજ ની મુર્તિ પણ સ્થાપિત છે. આ મંદિરને દાંડી હનુમાન ના નામથી ઓળખવામાં આવે છે.

એક સમયે અહીરાવણના સૈનિકોએ એક માછલીને પકડીને અહીરાવનની સામે લાવે છે. જ્યારે એ માછલીને ચીરવામાં આવી ત્યારેએમાંથી એક બાળક નીકળ્યો ને એ બાળક દેખાવે જ શક્તિશાલી હતો પરંતુ તેનું મુખ વાનરનું હતું. અહીરાવણે તે બાળકને રાખી લીધો ને તેનું નામ મકરધ્વજ રાખવામા આવ્યું ને સમય જતાં તેને પાતાળલોકનો દ્વારપાલ બનાવી દીધો.

એકવાર અહિરાવનના દ્વારપાલ મકરધ્વજ અને હનુમાન વચ્ચે યુદ્ધ થયું. હનુમાનજીને મકરધ્વજે હરાવ્યા, ત્યારે હનુમાનજીએ તેના પિતાનું અને માતાનું નામ પુછ્યું..એ સમયે મકરધવજે હનુમાનજીને તેના જન્મની કથા સંભળાવી. અને તેના પિતા ખુદ હનુમાનજી છે એવું કહ્યું, ત્યારે હનુમાનજીએ અહીરાવણનો વધ કરી મકરધ્વજને પાતાળલોકનો રાજા બનાવ્યો અને ધર્મના નામે ચાલવાનો આદેશ આપ્યો.

આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે હનુમાનજી અને મકરધ્વજ ના હાથમાં કોઈ જ અસ્ત્ર શસ્ત્ર નથી, અને બંને મુર્તિ પ્રસન્નચીત મુદ્રામાં છે,

આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે જો કોઈ પિતા પુત્રને અણબનાવ હોય તો બને સાથે અહીંયા દર્શન કરવા માટે આવે છે તો માત્ર દર્શનથી જ એ અણબનાવ દૂર થાય છે ને સંબંધો વધુ મજબૂત બને છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here