‘દામિની અને ઘાતક’ જેવી સુપરહિટ ફિલ્મો દેનારી અભિનેત્રી આજે જીવી રહી છે ગુમનામ જીંદગી, જાણો હાલ શું કરી રહી છે….

0

આજે અમે વાત કરી રહ્યા છીએ 80-90 ના દશક ની સુંદર અભિનેત્રી વિશે જેને દર્શક તેના નામથી વધુ તેના જાદુઈ ચેહરાને ઓળખે છે. આ છે વર્ષ 1981 માં સૌથી નાની ઉંમરની મિસ ઇન્ડિયા બનનારી મીનાક્ષી શેષાદ્રી જેમને લગભગ 15 વર્ષો સુધી બૉલીવુડને એક થી એક ધમાકેદાર હિટ ફિલ્મો આપી હતી જેના માટે તેને આજે પણ યાદ કરવામાં આવે છે.પણ વર્ષ 1996 માં અચાનક તેના જીવનમાં કોઈ આવ્યું અને જાણે કે તે ફિલ્મી દુનિયાથી ગાયબ જ બની ગઈ. સ્ટારડમ ના ચર્મ પર માયાનગરી ની રંગીન દુનિયા છોડીને રહસ્યલોક માં ચાલી ગયેલી મીનાક્ષી. ત્યારથી અત્યાર સુધી મીનાક્ષી નું જીવન જમાના માટે એક મિસ્ટ્રી છે. તમને જણાવી દઈએ કે મીનાક્ષીનું અસલી નામ શશીકલા શેષાદ્રી હતું પણ મનોજ કુમારની સલાહ પર તેને પોતાનું નામ બદલાવી નાખ્યું હતું.
વર્ષ 1983 માં રિલીઝ થયેલી ફિલ્મ હીરો બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. મીનાક્ષી રાતોરાત સ્ટાર બની ગઈ. ફિલ્મ હીરો એ બોક્સ ઓફિસ પર 13 કરોડ કરતા પણ વધુ કમાણી કરી લીધી. અમિતાબની સાથે કામ કરવાનો મૌકો મીનાક્ષીને ટીનુ આનંદે ફિલ્મ શહેંનશાહ માં આપ્યો હતો.અમિતાબ અને મીનાક્ષીની જોડી સ્ક્રીન પર ખુબ જ હિટ રહી હતી. તે સમયમાં અમિતાબ માટે મીનાક્ષીની દીવાનગી કોઈથી છુપી ન હતી. 90 ના દશકમાં શ્રી દેવી અને માધુરી દીક્ષિત સ્ટારડમને ટક્કર દેનારી જો જોઈ કોઈ અન્ય હિરોઈન હતી તો તે મીનાક્ષી શેષાદ્રી જ હતી. ફિલ્મ ઘાયલ ના દરમિયાન ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ને પોતાની હિરોઈન સાથે પ્રેમ થઇ ગયો હતો પણ મીનાક્ષીએ તેનો પ્રેમ કબુલ્યો ન હતો.
ઘાયલ પછી ‘દામિની’ ફિલ્મ મીનાક્ષી ના કેરિયરની સૌથી ખાસ ફિલ્મ સાબિત થઇ હતી. વર્ષ 1995 માં મીનાક્ષીએ અમેરિકામાં રહેનારા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ માયર સાથે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી મીનાક્ષીએ અમેરિકામાં વસી જવાનો નિર્ણંય કરી લીધો હતો. મીનાક્ષી મુંબઈ છોડીન ટેક્સાસ ચાલી ગઈ અને પછી ક્યારેય પણ ફિલ્મી દુનિયા તરફ પાછું વળી જોયું ન હતું.
તે સમયે તેનું કેરિયર ભલે ટોપ પર હતું પણ તેનો ફિલ્મી દુનિયાથી મોહ ભાંગી ચુક્યો હતો. બાળપણથી ક્લાસિકલ ડાન્સર મીનાક્ષી એ અમેરિકા ના ટેક્સાસમાં ડાન્સ ટ્રેનિંગ કલાસ ખોલી લીધો. વર્ષ 2006 માં મીનાક્ષી ના જીવન પર માર્ગેટ સ્ટીફન્સ એ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here