મજુરની દીકરીની વિદાઈ થઇ હેલિકોપ્ટરમાં, પણ જતા-જતા કહી ગઈ એવી વાત કે બધા જ ભાવુક થઇ ગયા

0

હાલમાં જ હિસારમાં એક ગરીબ પરિવારની દીકરી લગ્ન કરીને પોતાના સાસરે હેલિકોપ્ટરમાં વિદા થઇ એ વાત પ્રદેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. અહેવાલ અનુસાર, હિસારના નિવાસી સંજયે, સંતોષ નામની એક છોકરી પાસેથી એક રૂપિયા શગુન લઈને તેની સાથે લગ્ન કર્યા. આ જ સમયે જ્યારે દહેજ આપણા દેશની મોટી સમસ્યા બની ગઈ છે, ત્યારે એક છોકરાએ આ રીતે લગ્ન કર્યા છે, જેને કારણે ચારે તરફ તેની વાહવાહી થઇ રહી છે. ફક્ત આટલું જ નહીં, માત્ર એક રૂપિયાનું શગુન લઈને લગ્ન કરનાર સંજયએ પોતાની દુલ્હનની વિદાઈ હેલિકોપ્ટરથી કરાવી.

દીકરીને ન સમજે બોજ, એટલે ન લીધું દહેજ

આ સંદર્ભે જ્યારે સંજયના પિતા સતબીર સાથે વાત કરવામાં આવી કે તેમને પોતાના પુત્રના લગ્ન દહેજ વિના શા માટે કર્યા ત્યારે તેમને કહ્યું કે તેઓ લોકોને બેટી બચાવોનો સંદેશો આપવા માંગતા હતા. તેઓ ઇચ્છે છે કે લોકો પોતાની દીકરીઓને બોજ ન સમજે. આ અનોખા લગ્નની ચર્ચા ફક્ત તે ગામમાં જ નહિ પરંતુ આસપાસના ગામોના લોકોમાં પણ થઇ રહી છે. ગામના લોકોનું કહેવું છે કે તેમના ગામમાં આ પહેલી વખત થયું છે કે કોઈએ દહેજ વિના લગ્ન કર્યા હોય અને વિદાઈ હેલિકોપ્ટરમાં કરી હોય.

છોકરાના પિતાએ મૂકી હતી આ શરત

અહેવાલો મુજબ, સંજયના પિતા સતબીરે છોકરીના પિતાને પહેલા જ કહી દીધું હતું કે તેઓ તેમની પાસેથી દહેજ લેશે નહીં. છોકરીનો પરિવાર ગરીબ હોવાને કારણે આ વાતથી તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો. સતબીરને ફક્ત એક જ પુત્ર છે, જેમણે તેના દહેજ વગર લગ્ન કરાવ્યા છે. એટલું જ નહીં, તેણે પોતાના પુત્રના લગ્ન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી અને પોતાની વહુની વિદાઈ હેલિકૉપ્ટરમાં કરાવી. જણાવી દઈએ કે છોકરીનું નામ સંતોષ છે, તેને બીએ સુધી અભ્યાસ કર્યો છે. અને છોકરો હજુ બીએ ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છે. હેલિકોપ્ટર 10 ફેબ્રુઆરીના રોજ સવારના 11.30 વાગ્યે હસનગઢ ગામમાં ઉતર્યું હતું.

ભાવુક થઇ ગયા છોકરીના પિતા, કહ્યું – ક્યારેય વિચાર્યું ન હતું આવું

સંતોષના પિતા મજૂરીકામ કરે છે અને તેમને ત્રણ બાળકો છે. સંતોષ તેમની મોટી દીકરી છે,જેના લગ્નથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે આ ભગવાનની કૃપા અને પુત્રીનું ભાગ્ય છે કે તેમની દીકરીની વિદાઈ હેલિકોપ્ટરથી થઇ છે. જણાવી દઈએ કે હેલિકોપ્ટરથી દીકરીની વિદાઈ જોવા માટે આસપાસના ગ્રામીણ લોકોનું ભીડ ઉમટી પડી હતી. આ પહેલો પ્રસંગ હતો કે જયારે આ ગામની કોઈ દીકરીની વિદાઈ હેલિકોપ્ટરમાં થઇ હોય. દીકરીની વિદાઈ વખતે ઘરવાળા ભીની આંખે હાથ હલાવતા તેને હેલિકોપ્ટરમાં વિદાઈ આપી હતી. વિદાયના સમયે સંતોષ પણ ખૂબ જ ભાવુક નજરે આવી હતી અને તેને કહ્યું હતું કે “મેં સ્વપ્નમાં એવું પણ વિચાર્યું ન હતું કે મારી સાથે લગ્ન કરવા માટે કોઈ હેલિકોપ્ટરથી આવશે. ભગવાને મને પૂછયા વિના જ આખી દુનિયાનું સુખ આપી દીધુ. મારા માતાપિતા અને ગામના લોકો મને હંમેશા યાદ આવશે.” આ સાંભળીને જ ગામના લોકો પણ ભાવુક થઇ ગયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here