જાણો ડાકોર મંદિરનો રોચક ઇતિહાસ ને .. ડાકોર ના ઠાકોર ની વાતો

0

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોમાં એક નામ ડાકોરનું આવે છે, ડાકોરમાં બિરાજમાન રાજા રણછોડ રાયના મંદિરના દર્શનના સમય અને બીજી કેટલીક એવી બાબતો જે વાંચી તમને પણ થશે આશ્ચર્ય, બીજીવાર જયારે તમે ડાકોર જશો તો આ માહિતી ખુબ જ ઉપયોગી નીવડશે. બોડાણા નામનો ભક્ત દ્વારિકાથી બળદ ગાડામાં રણછોડ રાયને ડાકોર લઈ આવ્યા એ વાત તો સૌ કોઈ જાણે છે પણ આજે અમે તમને જણાવીએ જે વાંચીને તમે ઘણું બધું જાણી શકશો…..રાજા રણછોડ રાયજીના દર્શન તમે ક્યારે કરી શકો છો ?

મોટાભાગે એવું બનતું હોય છે કે તમે ડાકોર દર્શન કરવા માટે જાઓ અને મંદીરનો સમયની ખબર ના  હોવાના કારણે તમે પહોચો ત્યારે મંદિર બંધ થઇ જાય અને તમારે બહારથી જ દર્શન કરીને પાછા ફરવું પડે છે. પણ અમે તમને આજે કહીશું કે દર્શન કેટલા વાગે થઇ શકશે.

આ મંદિર સવારે ૬:૪૫ કલાકે ખુલે છે અને બપોરે ૧૨ કલાકે બંધ થાય છે.  તેમજ સાંજે ૪:૧૦ કલાકે ખુલી અને સાંજે ૭:૩૦ કલાકે બંધ થાય છે. તેમાં સવારે ૬:૪૫ થી ૮ :૩૦ સુધી મંગલા દર્શન હોય છે ત્યાર બાદ ૯:૦૦ થી ૧૦:૩૦ સુધી બાલ ભોગ, શ્રીંગાર ભોગ અને ગ્વાલ ભોગ દર્શન હોય છે ત્યાર બાદ ૧૧:૩૦ થી ૧૨ :૦૦ કલાક સુધી રાજભોગ દર્શન ખુલ્લા હોય છે જેમાં રણછોડજી બપોરનું ભોજન ગ્રહણ કરી આરામ ફરમાવે છે.બપોર બાદ ભગવાનને આરામમાંથી જગાડવા માટે ઉથ્થાપન દર્શન ૪:૧૦ કલાકે શરુ થાય છે. અને આ દર્શન ૪:૫૫ સુધી ખુલ્લા રહે છે. ત્યાર બાદ દિવસ દરમિયાન વિધ વિધ પ્રકારના લોકોની આંખોથી ઘેરાયેલા રાજા રણછોડ રાયને કોઈની નજર ના લાગી જાય એ માટે સાંજના શાયન ભોગ દર્શનમાં મોરપીંછ લટકાવવામાં આવે છે. અને આ દર્શન ૫:૨૫ થી લઈને સાંજના ૬:૦૦ વાગ્યા સુધી થઇ શકે છે. ત્યારબાદ ભગવાનશ્રીને સાંજે ૭:૦૦ થી ૭:૩૦ દરમિયાન જમાડવા માટે શખડી ભોગ દર્શન ખુલ્લા કરવામાં આવે છે. ૭:૩૦ પછી મંદિર બંધ થઇ જાય છે.આ ઉપરાંત વિધ વિધ તહેવારો, એકાદશી અને ખાસ પૂર્ણિમાના દિવસે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં પણ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. જે મંદિરના ટ્રસ્ટી મંડળ નક્કી કરે છે . પણ ઉપર દર્શાવેલા સમય મુખ્યત્વે સરખા જ હોય છે.

આખા લીમડામાં એક ડાળ મીઠી, કે રણછોડ રંગીલા….

આ ભજન આપણે ઘણીવાર સંભાળીએ છીએ, પણ આ ભજન લખાવવા પાછળ પણ એક ઉદ્દેશ્ય રહેલો છે, જયારે ભક્ત બોડાણા રણછોડ રાયજીને દ્વારિકાથી ડાકોર બળદ ગાડામાં લઈને આવતા હતાં ત્યારે ભગવાન ગાડામાં વિશ્રામ કરી રહ્યા હતા, અને બોડાણા ભગત ગાડુ હંકારી રહ્યા હતાં, દ્વારિકાથી ડાકોરનું અંતર અંદાજે ૫૦૦ કિલોમીટરનું છે જે કાપતા ઘણો સમય લાગે એમ હતો, બોડાણાને થાકેલા જોઈ ભગવાને બોડાણાને આરામ કરવા માટે કહ્યું અને ભગવાન ખુદ ગાડુ હંકારવા લાગ્યા, એક જ રાતમાં ભગવાને ડાકોર સુધી ગાડુ પહોચાડી દીધું, સવારે જયારે બોડાણા જગ્યા ત્યારે જોયું તો ગાડુ ડાકોર પહોચવા આવ્યું હતું, ભગવાને રસ્તામાં થોડો આરામ કરવાનું નક્કી કર્યું, ત્યારે ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલા (બિલેશ્વર મહાદેવના મંદિર પાસે) વિશ્રામ માટે ઉભા રહ્યા અને ત્યાં ભગવાને દાતણ કરવા માટે લીમડાના એક ડાળ માંથી દાતણ તોડ્યું હતું. એ ડાળીના સ્પર્શના કારણે લીમડાની એ ડાળ મીઠી છે. આજે પણ આખા લીમડાની બધી જ ડાળીઓ કડવી છે પણ ભગવાનનો સ્પર્શ પામેલી એ ડાળી હજુ પણ મીઠી છે.ડાકોરના વર્લ્ડ ફેમસ થયેલા ગોટા :
ડાકોર રાજા રણછોડરાયના દર્શન ઉપરાંત બીજા કશા માટે વખણાતું હોય તો તે છે ડાકોરના ગોટા, ડાકોર આવો અને ગોટા ખાધા વિના પાછા જાઓ એવું તો કેમ ચાલે ? પણ, બસ સ્ટેન્ડથી લઇ છેક મંદિર સુધી તમને ગોટાની ઘણી દુકાનો જોવા મળશે. અને ત્યારે તમારા મનમાં એક જ પ્રશ્ન થાય કે આમાં ફેમસ ગોટા કોના ?? બધી જગ્યાએ એક જ રંગ રૂપ વાળા ગોટા તમને જોવા મળશે, અને મોટાભાગની બધી જ દુકાને બોર્ડ પણ એક સરખા જ દેખાશે, “ડાકોરના પ્રખ્યાત દૂધના ગોટા”. પણ જે જગ્યા ઉપર ફેમસ ગોટા મળે છે એ સ્વાદ તમને બીજે કશે મળશે નહિ. એ ગોટા છે શ્રી બાપાલાલના ગોટા. આ જગ્યા બરાબર મંદિરના મુખ્ય દ્વારની સામે ગોમતી તળાવ જવાના રસ્તા ઉપર જ આવેલી છે, ત્યાં બે માળનું એક મકાન જોવા મળશે એમાં નીચે જ ગોટા બનાવવામાં આવે છે જ્યાં તમને ઘણી જ ભીડ જોવા મળી શકે છે. પણ ગોટા સાથે દહીં તમારે બહારથી જ લઈને આવવું પડે છે. ત્યાં સેલ્ફ સર્વિસ જ છે. ગોટા લઇ અને એજ બિલ્ડીંગમાં ઉપર અને નીચે બંને માળ ઉપર બેસવાની વ્યવસ્થા છે ત્યાં બેસી તમે ગોટાનો સ્વાદ માણી શકો છો, આ ઉપરાંત તમે ગોમીતીના ઘાટ ઉપર જઈને પણ મઝા માણી શકો.

ડાકોરમાં પ્રવેશતા સૌથી મોટો પ્રશ્ન ટ્રાફિક અને પાર્કિંગ :
યાત્રાધામ ડાકોરની ગલીઓ અને રસ્તાઓ ગીચ છે, જ્યાં તમને સતત ટ્રાફિકનો પ્રશ્ન રહેશે. વળી કાનુડાનું ધામ હોવાના કારણે ઠેર ઠેર ગાય પણ જોવા મળી શકે છે અને એ ટ્રાફિકમાં વધારો કરે છે. તમે જો પોતાનું અંગત વિહિકલ લઈને આવ્યા હોય તો તમે બહાર જ પાર્કિંગ કરીને આવશો તો વધુ સારું રહેશે. બસ સ્ટેન્ડ તરફ અને વચ્ચેના રસ્તા ઉપર તમને પાર્કિંગ મળી રહેશે. જો તો તમે મંદિર સુધી પોતાની કાર લઈને ગયા તો સમજો ફસાઈ ગયા. તમને ના તો ત્યાં કોઈ વ્યવસ્થિત પાર્કિંગ મળશે ના પોતાની કારને ઉભી રાખવા માટેની કોઈ જગ્યા. જો તમે બસમાં આવો છો તો બસ સ્ટેન્ડથી મંદિરનું અંતર ૨ કી.મી.નું છે, અને રીક્ષામાં તમે જશો તો ૫ કે ૧૦ રૂપિયાથી વધારે આપવા નહિ. બસ સ્ટેશનની બહારથી તમને રિક્ષા મળી જાય છે.

ડાકોરમાં રણછોડ રાયજીના દર્શન ઉપરાંત બીજું શું જોઈ શકો છો ?
મંદિરે દર્શન તો કરી લીધા. ગોટા પણ ખાઈ લીધા. હવે શું કરશો ? તો ડાકોરની અંદર જ ફરવા લાયક બીજા ઘણાં સ્થળો આવેલા છે, મંદિરથી થોડે દૂર લક્ષ્મીજીનું મંદિર આવેલું છે, ત્યાં દર્શનનો અનેરો મહિમા છે. આ ઉપરાંત તમે મંગલ સેવાધામ મંદિર અને ગાયત્રી મંદિરના દર્શનનો લાભ પણ લઇ શકો છો. ગોમતી ઘાટ પણ સમય વિતાવવા માટે સારી જગ્યા છે, પણ ત્યાં દિવસ દરમિયાન ઘણી ભીડ જોવા મળે છે એટલે તમને માનસિક શાંતિની અનુભતી ના મળી શકે પણ જો તમે ડાકોરમાંજ માનસિક શાંતિ મળે એવી કોઈ જગ્યા ઉપર જવા ઇચ્છતા હોય તો એ જ ગોમીતીના સામે છેડા ઉપર આવેલા જલારામ મંદિર. આ સ્થળ ઉપર દ્ત્ત્તાત્રેય મંદિર, અને કાલ ભૈરવનું નાનું મંદિર પણ આવેલું છે, કાલ ભૈરવના મંદિરે અગરબત્તીની જગ્યાએ સિગારેટ ચઢાવવામાં આવે છે અને તે પણ સળગતી, અને મંદિરની બહાર મુકેલા સ્ટેન્ડ ઉપર તમે એ સિગારેટને ખોસી દેશો તો એના કસ એની જાતે જ ખેચવામાં આવે છે. જે જાણી તમને પણ નવાઈ લાગશે. જલારામ મંદિરથી થોડે આગળ હનુમાન દાદાનું પણ એક મંદિર આવેલું છે, પાસે સ્મશાન પણ છે, ત્યાં એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ તમને થઇ શકે છે. શહેરના ઘોઘાટથી રહિત એ વિસ્તાર છે. ત્યાં તમને ગોમતી ઘાટ ઉપરથી બોટ સામે છેડે લઇ જાય છે, અને પાછા પણ લઇ આવે છે, પણ એ માર્યાદિત સમય માટે જ ત્યાં રોકી રાખે છે, પણ જો તમને એ જગ્યાએ વધારે સમય વિતાવવાની ઈચ્છા થતી હોય તો તમે પોતાના વિહિકલ કે રિક્ષા દ્વારા પણ પહોચી શકો છો.આ ઉપરાંત જો ડાકોરની આજુબાજુ ના સ્થળો જોઈએ તો ફાગવેલ (ભાથીજી મંદિર) ૩૦ કી.મી. દૂર છે, ત્યાં રસ્તામાં લસુન્દ્રા ગામમાં તમને કુદરતી ઠંડા ગરમ પાણીના કુંડ પણ જોવા મળશે. વધારે સમય હોય તમારી પાસે તો તમે પાવાગઢની મુલાકાત પણ લઇ શકો છો. નજીકમાં ૨૦ કી.મી. દૂર ગળતેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. જ્યાં મહીસાગર નદીના કિનારે નહાવા ઉપરાંત પ્રકૃતિનો પણ આંનદ લુંટી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here