દૈનિક જીવનમાં લેવાતા ભોજનથી આપણા અમુક ગ્રહો દૂર થાય છે. તો દૈનિક જીવનમાં આ ભોજન નો સમાવેશ કરો….વાંચો આર્ટિકલ

0

સોમવાર

સોમવાર ભગવાન શિવના દિવસ છે. જો તમારી કુંડળીમાં ચંદ્ર માં ખરાબ ફળ આપતો હોય તો આ દિવસે દૂધ ચાવલ ખાંડ નાખીને ખીર બનાવી અને તેનો ભોજન તરીકે ઉપયોગ અવશ્ય કરવો. તેમજ દૂધથી બનાવેલું દલિયા અને ચોખાનો ઉપયોગ કરો. આ કરવાથી તમારા કુંડળીમાં રહેલા ચંદ્રનો અશુભ પ્રભાવ ઓછો થશે. અને પરિવારમાં માનસિક શાંતિ અને પ્રેમભાવ બન્યો રહેશે.

મંગળવાર

મંગળવાર બજરંગ બલી નો દિવસે છે. જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ નડતો હોય તો મસૂરની દાળ ભોજનમાં અવશ્ય લો તેમજ ખાવાની સાથે સલાડમાં ગાજર કચુંબર ટમાટર વગેરેનો ઉપયોગ કરવો. તેમજ ગોળનું સેવન કરવુ તેમજ આ દિવસે મસૂરની દાળનું સેવન કરવાથી મંગળ ગ્રહનો અશુભ પ્રભાવ દૂર થશે.

બુધવાર

બુધવાર ભગવાન ગણપતિજીના દિવસે આ દિવસે તમે લીલી શાકભાજી નો સમાવેશ અવશ્ય કરો. લીલી શાકભાજી નુ સેવન કરવાથી બુધ ગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થશે તેમજ બુધ ગ્રહના પ્રભાવથી તમારી કારકિર્દી કોઈ અડચણ નહીં આવે અને ધનલાભ થશે.

ગુરુવાર

ગુરુવાર ભગવાન વિષ્ણુ અને દેવતા ગુરુ દેવનો દિવસે છે. આ દિવસે ચણાની દાળ કઢી બેસન થી બનેલા પદાર્થનો ભોજનમાં અવશ્ય ઉપયોગ કરો આ દિવસે પીળા ભોજનનુ સેવન કરો જેથી ગુરુ ગ્રહના અશુભ પ્રભાવ દૂર થશે અને તમારા જીવનમાં તરકકી થશે અને યસ વધશે.

શુક્રવાર

શુક્રવાર મા દુર્ગા માં લક્ષ્મી ના દિવસે આ દિવસે સવારે દૂધ ચાવલ ખાંડ થી બનેલી ખીરનો ભોજનમાં અવશ્ય ઉપયોગ કરવો. તેમજ દલિયા તેમ જ સફેદ ચોખાનો ઉપયોગ કરો આ પદાર્થોનું સેવન કરવાથી શુક્ર ગ્રહનો અશુભ પ્રભાવ ઓછો થશે અને શુક્ર ગ્રહથી તમને ધનલાભ અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

શનિવાર

શનિવાર ન્યાયના દેવતા શનિદેવનો દિવસે આ દિવસે તમે મસૂરની દાળ મા સંચળ નાખીને ખીચડી બનાવીને તેનો ભોજનમાં ઉપયોગ કરવો. આવું કરવાથી શનિ ગ્રહના અશુભ પ્રભાવ દૂર થશે અને શનિની શુભ પ્રભાવથી તમારા જીવનમાં આવેલી બાધાઓ દૂર થશે અને મનને શાંતિ મળશે.

રવિવાર

રવિવાર બ્રહ્માંડના સાક્ષાત દેવ સૂર્યદેવના દિવસ છે. આ દિવસે તમારા ઘડ્યો વસ્તુ ખાવું જોઈએ તેમ જ મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ આ દિવસે તમે જમવામાં મિઠુ નો ઉપયોગ ન કરો તો સૂર્ય ગ્રહના અશુભ પ્રભાવ દૂર થશે અને સૂર્ય ગ્રહના શુભ પ્રભાવથી તમને ધન યસ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here