દહીં ના આ 5 વાળપેક લગાવવાથી બંધ થશે વાળનું ખરવું, અને નહી થશે ક્યારેય સફેદ વાળ !!

0

દહીં એક એવી વસ્તુ છે જે ખાવા સાથે સાથે સૌંદર્ય પ્રોડક્ટ્સ માટે પણ વપરાય છે. લગભગ બધા ફેસ માસ્કમાં મિશ્રિત કરવામાં આવે છે. કદાચ તમને ખબર નથી કે દહીંના ઉપયોગથી વાળ ખરવા અને સફેદ વાળની સમસ્યા પણ માત્ર થોડા જ દિવસમાં દૂર થાય છે. તમારી સુંદરતા અને પર્સનલિટીને જાળવી રાખવા માટે દહીં સૌથી સસ્તો અને સારો ઉપાય છે. આજે અમે તમને વાળ માટે એવા હેરપૅક કહીએ છીએ જે ખૂબ ફાયદાકારક છે. દહીંના વાળપેકથી વાળનું ખરવાનું બંધ થાય છે અને સાથે સાથે સફેદ વાળની સમસ્યાઓ પણ હંમેશાં માટે દૂર થાય છે. ખરી રહેલા વાળને અટકાવવા માટે દહીં ખૂબ અસરકારક અને ઘરેલુંરીત છે. દહીંથી વાળ પોષણ મેળવે છે. તે વાળને મુલાયમ બનાવે છે અને સાથે સાથે વાળની ચમક પણ વધારે છે. આ ખોડાના નિયંત્રણમાં પણ મદદરૂપ થાય છે. તેના માટે વાળ ધોવાથી ઓછામાં ઓછા 30 મિનિટ પહેલા વાળમાં દહીં નાખવું જોઈએ. જ્યારે વાળ સંપૂર્ણ રીતે સુકાઈ જાય પછી જ ધોવા જોઈએ.

કેવી રીતે બનાવો દહી માસ્ક –

વાળ માટે દહીંના માસ્ક બનાવવા માટે તમારે લગભગ 250 ગ્રામ થી 300 ગ્રામ સુધી દહીંની જરૂર છે. હવે તોડેલું એક એલોવેરા લો અને 2 ઇંડા લો. અને તેને એક સાથે મિશ્રણ કરો. હવે તમે આ બધાને કોઈ એક વાટકીમાં નાખો. હવે આ પેસ્ટને તમારા વાળમાં લગાવો. અને તેનું હલકા હાથે માલીસ કરો. આ પેસ્ટને અઠવાડિયામાં 2 થી 3 વાર લગાવી શકો છો. તમે જાતે જ જોશો કે વાળ એકદમ મુલાયમ અને સારા થઈ ગયા હશે.

કેવી રીતે ફાયદેમંદ છે આ માસ્ક –
ઇંડામાં સલ્ફર રહેલું હોય છે અને કેટલાક ન્યુટ્રિશન તત્ત્વો જેમ કે પ્રોટીન અને મિનરલ જેવા આયોડિન, ફોસ્ફરસ, આયર્ન અને ઝીંક મળી આવે છે. આ બધા મળીને વાળ માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. ઇંડાથી વાળના કન્ડીશનીંગ એ શ્રેષ્ઠ ઉપાય છે. તેના ઘણા ફાયદા છે, તેનાથી ન તો વાળ કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે છે અને કોઈ પણ પ્રકારની કોઈ બાજુ અસર થાય છે. આ વાળને મજબૂત કરે છે. અને વાળને મૉઇસ્ચરાઇઝ કરી વાળને સાફ કરે છે.

આ માસ્ક પણ છે ફાયદાકારક-
વાળ તૂટી પડવાની સમસ્યા હોય તો દહીં તમારા માટે મદદરૂપ બને છે. તેના માટે એક કટોરી ખાટુ દહીં, ચાર ચમચી મુલતાની માટીનો પાવડર, ચાર ચમચી ત્રિફલા ચૂર્ણ, અડધો લીંબુનો રસ, આ બધાને મિશ્ર કરો, રાત્રે વાળમા ભરી દેવાનું. સવારે તેને પાણીથી ધોઈ નાખો. અઠવાડિયામાં એકવાર આ મિશ્રણનો ઉપયોગ કરવાથી વાળ ખરવાનું સાવ બંધ થઈ જશે. અને વાળ સ્વસ્થ અને સુંદર બને છે.

ઇંડાની અંદરના સફેદ ભાગ સારી રીત અને કુદરતી રીતે કંડિશનર થાય છે. તેને દહીં સાથે મળીને નાખવાથી ઇંડાની ગંધ ઓછી થાય છે અને તે તમારા વાળ માટે ફાયદાકારક રહે છે. બે ઇંડાની સફેદી માટે બે ચમચી દહીં માં મિશ્રણ કરી વાળ માં અડધા કલાક લગાવી રાખો. અને પછી તેને શેમ્પૂ થી ધોઈ નાખો. આમ કરવાથી તમારા માટે મજબૂત અને મુલાયમ થઈ જશે.
બાફેલા ચોખાના પાણીમાં કેટલાય પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે. જે તમારા વાળને પોષણ આપે છે અને લાંબા અને ચમકદાર બનાવે છે. આનાથી વાળને ફક્ત સાઇન નથી કરતાં અને હેલ્ધી બને છે.

તેનાથી વાળ ધોવાથી વાળ એકદમ સાફ થાય છે ને વાળની ગંદગી પણ દૂર થાય છે. એમાં આંબળા અને શિકાકાઈ અને સંતરાના પાઉડરને મિક્સ કરી વાળમાં લગાવો અને તેને ધોઈ નાખવા. આ ફક્ત શેમ્પૂ જ નહી પણ તે કંડિશનરનું પણ કામ કરે છે.

દૂધથી પણ તમે તમારા વાળને સ્વસ્થ અને મુલાયમ બનાવી શકો છો. દૂધમાં ઘણી બધા પોષક તત્વો છે, ચરબી અને મિનરલ્સ પણ હોય છે. જે આપણા વાળ માટે લાભકારક છે .એક કપ દૂધ માં થોડી ડુંગળી , ઓલિવ ઓઇલ અને મધના ટીપાં નાખીને પછી તેમાં પાકાં કેળાં મેશ કરો. અને પેસ્ટ બનાવો. પછી તેને સંપૂર્ણ વાળ માં સારી રીતે લગાવો. એક કલાક પછી વાળ ધોવા. આનાથી વાળ મુલાયમ બને છે અને વાને ઘણાં લાભ મેળવી શકે છે.
મેયોનીઝ હેર કંડિશનર થી વાળ ઘાટા અને મુલાયમ બને છે. આ વાળથી તૂટી જાય છે અને તેમના મૂળમાં મજબૂતી અને ચળકાટ આપે છે. તેના ઉપયોગ માટે અડધી કપ મેયોનીજને ગરમ કરો અને વાળ ધોતા પહેલા તમારા વાળ ઉપર 15 મિનિટ સુધી લગાવી રાખો. 15 મિનિટ પછી વાળ પર પ્લાસ્ટિક કેપ લગાવો અને પછી શેમ્પૂ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here