દાદી માં ના બતાવેલા ઘરેલું 11 નુસ્ખા, જે તમારી લાઈફ કરી દેશે આસાન…

0

ઘરની નાની નાની વસ્તુ ખુબ મોટા પ્રમાણમાં કામમાં આવતી હોય છે.

આજ કાલ બીમારીઓ એટલી હદ સુધી વધી ગઈ છે કે સામાન્ય પણ તાવ આવતો હોય તો પણ સીધા ડોક્ટર પાસે પહોંચી જતા હોઈએ છીએ. એવામાં જ આપળી દાદી માં હતી કે જે ઘરમાં જ ઉપસ્થિત વ્સુઓથી બધું ઠીક કરી શકતી હતી. તે માત્ર નાની-મોટી બીમારીઓ જ નહી પણ મોટી સમસ્યાઓનું પણ સોલ્યુશન લાવી શકતી હતી. દુનિયા કેટલી પણ આગળ નીકળી જાય દાદીમાં ના તે નુસ્ખાઓનો તો કોઈ જ જવાબ નહિ, તે આજે પણ તેટલાજ કારગર છે. અમે અહી દાદીમાં ના અમુક એવા નુસ્ખા લાવ્યા છીએ જે તમને ખુબજ ફાયદેમંદ સાબિત થશે.

1. શર્ટનું બટન તુટવાથી બચાવો:

જો તમે તમારા શર્ટના બટનનું વારે ઘણીએ તૂટી જવાથી પરેશાન છો તો તેની પાછળ લાગેલા દોરા પર હલ્કા રંગની નેઈલ પોલીશ લગાવી દો. બટન મજબૂત બની જશે અને તૂટશે પણ નહિ.

2. ગુલાબોનું વધારો આયુષ્ય:

જો તમે છોડથી તૂટેલા ગુલાબનું આયુષ્ય વધારવા માંગતા હોવ તો તેને પાણીમાં  Aspirin મિલાવીને મૂકી દો. તે લાંબા સમય સુધી ખીલેલું અને ફ્રેશ રહેશે.

3.બળી ગયેલું વાસણને આવી રીતે કરો સાફ:

જો તમારું વાસણ રસોઈ બનાવતી વખતે બળી ગયું હોય તો તેમાં એક ચમચી નિમક અને પાણી મિલાવીને 15-20 દિવસ સુધી ઉકાળો. વાસણ સાફ થઇ જશે.

4. નીમકની મદદથી મિટાવો દાગ:

જો તમારા કપડા પર કોઈ ચિપચિપા દાગ લાગી ગયા છે તો તરતજ તેના પર નિમક નાખીને થોડા સમય સુધી મૂકી દો. નિમક મોટા ભાગે આ ચિપચિપાને ખત્મ કરી નાખે છે. અને ધોયા બાદ દાગ સાફ થઇ જાશે.

5. જીન્સની દુર્ગંધ મિટાવો:

જો તમને લાંબા સમય સુધી એકજ જીન્સ પહેરવાની આદત છે તો આ ટ્રીક તમારા માટે જ છે. જીન્સને લાંબા સમય સુધી પહેરી રાખવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેને દુર કરવા માટે જીન્સને પોલીથીનમાં ભરીને એક દિવસ માટે ફ્રીજમાં મૂકી દો. દુર્ગંધ દુર થઇ જાશે.

6. લેધરના જુના જૂતાને બનાવો બેહતરીન:

જો તમારા લેધરના જૂતા ઘસાઈ ગયા છે તો તે જુના દેખાવા લાગે છે. તો તેના પર પાણી અને વિનેગરનો લેપ લગાવીને જૂતાના દાગ-ધબ્બા દુર થઇ જાશે અને ચમકવા લાગશે.

7. સુકાયેલી નેઈલ પોલીશને બનાવો તાજી:

જો તમારી નેઈલ પોલીશ સુકાઈ ગઈ છે તો તમે તેમાં થોડું નેઈલ પોલીશ રીમુવર મિલાવી દો. તે ફરીથી પહેલા જેવી થઇ જાશે.

8. એગ્સ થશે પરફેક્ટ બોઈલ:

જો તમે ઇચ્છતા હોવ કે ઇંડા સારી રીતે બફાઈ શકે તો બાફ્વાના સમયે થોડું નિમક મિલાવી દો.

9. કીડા ના ડંખનો ઈલાજ:

જો તમને મકડી જેવા કોઈ કીડાએ ડંખ માર્યો છે તો તેના પર બટેટાને કાંપીને ટેપની મદદથી ચોંટાડી દો. બટેટા તેમાં થતી ખંજવાળ અને જલનને ઓછુ કરી દેશે અને જલ્દીથી ઠીક કરી દેશે.

10. સાચી રીતે પેન પકડવાનું શીખવો:

જો તમે કોઈ નાના બાળકોને સાચી રીતે પેન પકડવાનું શીખવવા માંગો છો તો પેનની ઈમેજમાં દેખાડેલા તરીકાથી તેના હાથમાં રબ્બર બેન્ડની મદદથી પકડાવો. પેન સાચી પોઝીશન પર તીકેલી રહેશે.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.