ચંબલના ડાકુએ કહ્યું- અમને વેતન વિના સરહદ પર મોકલે PM મોદી… પાકિસ્તાનને તેની ઔકાત દેખાડી દઈશું

0

ચંબલના શેર કહેવાતા દસ્યુ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી દુઃખી થઈને પાકિસ્તાનને પડકાર્યુ છે. ડાકુ મલખાન સિંહે કહ્યું છે કે મધ્યપ્રદેશમાં 700 બળવાખોરો બચ્યા છે. જો સરકાર ઈચ્છે તો વિના કોઈ શરતે, વિના કોઈ વેતને અમે સરહદ પર દેશ માટે જીવ આપવા તૈયાર છીએ.તેઓએ કહ્યું, 15 વર્ષ જંગલોમાં વાર્તાઓ નથી વાંચી. મા ભવાનીની કૃપા રહી તો મલખાન સિંહનું કઈ જ નહિ બગડે. હા, પાકિસ્તાનને ધૂળ જરૂર ચટાડી દઈશ. ગામ અને જિલ્લાનો બળવાખોર રહ્યો છું. દેશનો નહિ.ડાકુ મલખાન સિંહ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાનપુર આવ્યા હતા. ત્યારે ભાજપ પર એક નિવેદન આપતા કહ્યું હતું, જો વચનો પૂરા નહિ કરો, તો હારી જ જશો. મધ્યપ્રદેશમાં હારી ગયા. ડાકુ મલખાન સિંહે કહ્યું, જો લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળે તો જરૂર લડીશ. સાથે જ કહ્યું કે ચૂંટણીઓ થશે અને થતી જ રહેશે પરંતુ પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો જરૂર લેવો જોઈએ. જો કાશ્મીર પર કોઈ નિર્ણય લેવામાં નહિ આવે તો કોઈ પણ રાજનીતિ પર વિશ્વાસ નહિ કરે. પાકિસ્તાનમાં ઘૂસીને તેની કમર તોડવાનો સમય આવી ચુક્યો છે. એક કે બે આતંકીઓને મારવામાં આપણા દેશના 5 જાંબાઝ શહીદ થઇ ગયા.મલખાન સિંહે કહ્યું, મેં વર્ષ 1982માં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે અર્જુન સિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. આ આત્મસમર્પણ ઇન્દિરા ગાંધીની પરવાનગી પર કરવામાં આવ્યું હતું. મેં મંચ પરથી એલાન કર્યું હતું કે જો કોઈ મહિલા ઓળખી બતાવે કે મલખાન સિંહે ચાંદીની વીંટી પણ ઉતારી હોય તો આ જ મંચની સામે મને ફાંસીએ લટકાવી દેવામાં આવે. અમે અન્યાય વિરુદ્ધ રાજનીતિ કરીશું. અમે રાજનીતિ પેટ ભરવા માટે નહિ કરીએ. પહેલી પ્રાથમિકતા વિકાસ છે, જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવીશું.મલખાન સિંહે કહ્યું કે બીહડમા મારો ઇતિહાસ ખૂબ જ સાફ સુથારો રહ્યો છે. મહાત્મા ખૂબ જ સાચ્ચા હોય છે, પરંતુ બળવાખોરોનો ઇતિહાસ ખૂબ જ ઠોસ રહ્યો છે, એટલો તો સાધુ સંતોનો પણ નથી રહ્યો. સાધુ તો ઘેરામાં આવી ચુક્યા છે. જેલમાં પડયા છે. કુકર્મમાં પડયા છે, પરંતુ બળવાખોરોના વિશે કોઈ કહી જાય? અમે ગામ અને જિલ્લાના બળવાખોરો છીએ પણ દેશના બળવાખોરો ક્યારેય નથી થયા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here