સાઇકલથી ઓફિસ જાય છે આ IPS સાહેબ, કરોડો સલામી આપવાનું મન થાય એવું એક ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે વાંચો આર્ટીકલ

0

નાની ઉમર અને દેખાવમાં માસુમ. એકદમ સ્ટુડંટ ટાઈપ અંદાજમાં એક યુવક સાઈકલ લઈને સવારે 10 વાગે IG ઓફિસમાં દાખલ થાય છે. સ્ટેનો વિશે પૂછવા પર એક સિપાહી રૂમ તરફ જવાનો ઈશારો કરી દે છે. યુવકે જેવું જ પહોંચીને સ્ટેનોને કહ્યું કે..જરા આઈજી નો સીયુજી નંબર આપો. આ સાંભળતા જ સ્ટેનોના માથા પર સીલવટે પડી ગઈ અને કહ્યું કે તમે કોણ છો સીયુજી સીમ લેવા વાળા?.. આ પર યુવકે હસીને કહ્યું-ડીસી સાગર. અહીનો નવો આઈજી. આટલું સંભળતા જ જાણે સ્ટેનોના ચેહરા પર હવાઈઆ ઉડવા લાગી અને ઝટથી હાથ ઉપર કરીને સેલ્યુટ મારતા કહ્યું કે..સરરરરર ..સોરી સર. અમને અંદાજો ન હતો કે તમે અહી સાઈકલ લઈને આવશો. અમે વિચારતા હતા કે તમારા આવવ્વાની સુચના પર અમે ગાડી મોકલશું અને રીસીવ કરશું. તમે તો અમને સરપ્રાઈઝ જ આપી દીધી.
આ છે G ડીસી સાગર. ક્રીમીનલ્સ હોય કે નક્સલી, માત્ર નામથી જ કંપી ઉઠે છે લોકો. ડીસી સાગરની છવી જાણે કે કોઈ ફિલ્મી પોલીસ સિંઘમ થી કમ નથી. આઈજી હોવા છતાં પણ તે મોટાભાગે ઓફિસમાં બેસવાના બદલે ફિલ્ડ પર જ જોવા મળે છે.ક્યારેક સાઈકલથી ગશ્તી તો ક્યારેક બંધુક થામીને પહોંચી જાય છે જંગલોમાં:નક્સલ એરિયા હોય તો પોલીસવાળા લોકોને આધુનિક હથિયારોની સાથે-સાથે પાવરફુલ વાહનોની પણ જરૂર પડતી હોય છે. હર કદમ પર જ્યાં ખતરો હોય, ત્યાં તે પોતાનો જીવ જોખમમાં મુકીને ક્યારેક સાઈકલથી તો ક્યારેક નાવ ચલાવીને કામ માટે નીકળી પડતા હોય છે. ઘણીવાર તે બંધુક તાનીને જંગલોમાં જવાનો વચ્ચે પહોંચી જતા, તો ક્યારેક ખુદ ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા લાગી જતા હતા.

1992 બૈચના આઈપીએસ છે ડીસી સાગર:1992 બૈચના આઈપીએસ ડીસી સાગરે IPS સર્વિસ મીટ_જાન્યુઆરી, 2016)ના દૌરાન જણાવ્યું કે, ‘માત્ર દફતરમાં બેસીને પોલીસગીરી નથી થઇ શકતી. મૈદાની અમલેને દુરસ્ત રાખવા માટે સાહેબ બનીને કામ ના કરી શકાય, તેઓની સાથે કદમ થી કદમ મિલાવીને કામ કરવું પડે છે’.

ઘણીવાર ખુદ કરે છે દરેક કામ:કોઈ કાર્યક્રમમાં સુરક્ષા માટે અસ્થાઈ ટેન્ટ લગાવાનું હોય કે બસમાં ચઢીને સામાનની ચેકિંગ કરવાની હોય, આઈજી સાગર આ દરેક કામ ઘણી વાર ખુદ પોતાની જાતે જ કરે છે.

સાઈકલ થી કામ વધુ આસાન થશે: સાગર ફિલ્ડ પર સાઈકલનો ખુબ જ ઉપીયોગ કરે છે. સાગરે કહ્યું કે, ‘સાઈકલ થી પોલીસ વ્યક્તિ બીટ પર વધુ સમય વિતાવી શકે છે, પાતળી ગલીઓમાં પણ આસાનીથી ઘૂમી શકે છે. સાથે જ અપરાધીઓને ગાડીનો અવાજ સાંભળીને ભાગવાનો મૌકો પણ ન મળી શેક. તેનાથી કામમાં આસાની પણ લાગે છે અને પર્યાવરણ ની રક્ષા પણ હોય છે’.

Story Author: ગૌરવ ખત્રી

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.