સાઇકલ પર પ્રોડકટ વેચવાથી લઇ કરોડોના ટર્નઓવર સુધીની સફર, આજે છે અરબો નો વ્યાપાર…

0

૬૦ના દસકમાં ગુજરાત સરકારના ભૂ વિજ્ઞાન વિભાગની લેબોરેટરીમાં એક ૨૪ વર્ષનો યુવાન કામ કરતો હતો. તેના પરિવારની સ્થિતિ એ બહુ સારી હતી નહિ. પણ તેને સરકારી નોકરીમાં જરાય રસ હતો નહિ, તે એક લેબોરેટરી આસિસ્ટન્ટ હતા પણ તેનું મન એ હંમેશા એક અલગ જ કામ કરવા માટે વિચારતું હતું.

એ દિવસો દરમિયાન ભારતના ઉદ્યોગ જગતના FMCG ક્ષેત્રમાં એક જ કંપનીનું સામ્રાજ્ય હતું અને એ છે “હિન્દુસ્તાન લીવર” એ સમયે આ કંપનીની અઢળક પ્રોડક્ટ્સ આપણા દેશના ઉચ્ચ મધ્યમ વર્ગી વ્યક્તિઓ અને મધ્યમ વર્ગીય વ્યક્તિઓ આ વસ્તુનો ઉપયોગ કરતા હતા. એ જ સમય દરમિયાન એ કંપનીએ પોતાનો કપડા ધોવાનો પાવડર લોન્ચ કર્યો. એ પાવડરને નામ આપવામાં આવ્યું “SURF” જેની કિમત ૬૦ના દશકમાં રૂપિયા હતી. આટલી કિમત એ એ સમયના મધ્યમવર્ગ માટે બહુ મોટી રકમ હતી જેના કારણે સામાન્ય લોકો માટે આ પાવડર ખરીદવો એ બહુ મુશ્કેલ હતું.

૧૫ રૂપિયાના એ પાવડર જોઇને એ યુવકે વિચાર્યું કપડા ધોવા એ મહિલાઓ માટે બહુ મુશ્કેલ કામ છે અને ઘણા બધા એવા લોકો છે જે ૧૫ રૂપિયાનો આ પાવડર ખરીદી શકે એમ નથી. એટલા માટે એ વિચારે છે કે આવા લોકો કે જે ૧૫ રૂપિયા કપડા ધોવાના પાવડર પાછળ નથી ખર્ચી શકતા તેમની માટે સસ્તો પાવડર બનાવે જેથી કરીને તેમને સાબુથી કપડા ના ધોવા પડે. પણ એ સમયે કપડા ધોવાનો પાવડર એ સાબુ કરતા ત્રણ ગણી વધારે કિમતના હતા.

આમ વિચારીને તે યુવક એ સૌથી સસ્તો અને દરેક લોકોને કપડા ધોવામાં આસાની થાય એવા પાવડરને બનાવવાના કામમાં લાગી જાય છે. લેબમાં કામ કરવાનો અનુભવ તેમને અહિયાં કામમાં લાગે છે રોજ ઓફીસથી ઘરે આવીને તેઓ પોતાના સમયમાં આ પાવડર બનાવવાનું કામ કરતા હતા અને એક વર્ષમાં જ તેમણે એક પીળા રંગનો પાવડર બનાવ્યો જેનાથી કપડા ધોવા પર બહુ બધું ફીણ થતું હતું. તેમણે આ પીળા પાવડરની કિમત એ તેમણે ૩ રૂપિયા અને ૬૦ પૈસા રાખી હતી, પછી આ યુવકે આ પાવડર વેચવા માટે એવું વિચાર્યું કે તે આ પાવડર એ બહુ ઓછી કિમતે વેચશે જેમાં તે ના તો કોઈપણ પ્રકારનો પ્રોફિટ કરશે કે ના તો કોઈ લોસ મતલબ ભાવ ટુ ભાવ એ આ પાવડર વેચશે.

પાવડર બનાવવામાં અને વેચવામાં બહુ ખર્ચ ના થાય એના માટે તેમણે જાતે જ કોઈપણ મશીનના ઉપયોગ વગર એ પાવડરને પોતાના હાથથી જ મિક્સ કરવા લાગ્યા, આખું અઠવાડિયું મહેનત કરીને પાવડર બનાવીને એ રવિવારના દિવસે સાયકલ ચલાવીને ગામે ગામ ફરીને એ પાવડર વેચવા લાગે છે. તેઓ લોકોને સમજાવતા રહે છે કે તેમણે બનાવેલ પાવડર એ માર્કેટમાં મળતા બીજા કોઈ પાવડરથી ઉતરતો નથી, તે લોકોને એવું પણ કહેતા હોય છે કે જો તેમને પાવડર પસંદ ના આવે તો તેઓ એ પાવડર પરત કરી શકે છે.

બહુ થોડા જ સમયમાં કપડા ધોવાના પાવડરના ક્ષેત્રમાં તેઓએ બહુ મોટી ક્રાંતિ લાવી દીધી. અમીર લોકો માટે પાવડર અને ગરીબ લોકો માટે સાબુ આ વાતને તેમણે ખોટી સાબિત કરી આપી. વર્ષ ૧૯૬૯માં તેમણે પોતાના પાવડરને નામ આપ્યું. આ પાવડરને તેમણે પોતાની દિકરીનું નામ આપ્યું જે થોડા સમય પહેલા જ મૃત્યુ પામી હતી. તેનું નામ હતું “નિરમા”. બહુ ઓછી મૂડી સાથે શરુ કરવાવાળા આ વ્યક્તિનું નામ છે કરશનભાઈ પટેલ. ઉદ્યોગ જગતમાં આજે તેઓ ડીટજરન કિંગના નામથી ઓળખવામાં આવે છે.

૭૦ના દાયકામાં દરેક વર્ગના લોકોને તેમનો આ નિરમા પાવડર એ બહુ પસંદ આવવા લાગ્યો હતો. જેના કારણે તેઓએ પોતાના પાવડર કંપનીનું સ્લોગન આપ્યું હતું કે “સબકી પસંદ નિરમા”. આજે ઘણીબધી જગ્યાએ તે કંપનીના કારખાના ચાલુ છે, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, વડોદરા, છાત્રાલ, પોરબંદર વગેરે જેવી જગ્યાઓ આમાં સામેલ છે. ૧૯૯૦માં તેમણે નાહવા માટેના સાબુ પણ બનાવવાની શરૂઆત કરી દિધી હતી. ૨૦૦૮માં અમેરિકાની કંપની સેલ્સ વૈલી કોર્પોરેશન સાથે જોડાયા પછી આ કંપની એ વિશ્વની ૭માં નંબરની સૌથી મોટી સોડા બનાવતી કંપની બની છે.

આજે કરશનભાઈ પટેલના કારણે અમદાવાદ એ ડીટર્જ્નટ સીટીના નામથી ઓળખાય છે. ભારતનું ૨૫ ટકા માર્કેટ એ નિરમાના ભાગમાં છે. ભારતના કુલ ૮ કરોડના પાવડરના ઉદ્યોગમાં નિરમાનો ભાગ ૩૫ ટકા છે. એક સમય હતો જયારે નિરમા કંપનીના કરશન ભાઈ એ સાયકલ પર પોતાનો પાવડર વેચતા હતા આજે એ કંપની એ ૧૫ હજારથી વધુ લોકોને રોજગારી આપે છે. એટલું જ નહિ દર વર્ષે આ કંપની એ ૮ થી ૯ ટન પાવડર બનાવે છે. કરશનભાઈની આ કંપનીએ સાબિત કરી આપ્યું છે કે જયારે વ્યક્તિ એ કોઈ કાર્ય કરવાનું વિચારી લે ત્યારે તે ગમે તેવી મોટી કંપની હોય પછી ભલે એ હિન્દુસ્તાન લીવર જેવી મોટી કંપની કેમ ના હોય કોઈને પણ ટક્કર આપી શકે છે.

કરશનભાઈની કંપની નિરમાએ જે રીતે હિન્દુસ્તાન લીવર કંપનીને ટક્કર આપે છે એ જોતા આજે કરશનભાઇની વાતો એ હાવર્ડ યુનિવર્સીટીમાં એક વિષય આવે છે. તમે જાણીને નવાઈ લાગશે પણ કરશનભાઈએ કોઈપણ બિઝનેસ માટેનો કોર્ષ જેવો કે MBA કર્યો નથી. નીરમાં એ ફક્ત આ લાઈનમાં જ નહિ તેમને નિરમા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન જેવી શિક્ષણ સંસ્થા પણ શરુ કરી છે.

એક સમયે સાયકલ પર નાનકડો બિઝનેસ કરવા વાળા કરશનભાઈ આજે ૨ મિલિયન ડોલરના માલિક છે. તેમના જેવા વ્યક્તિઓ જ આપણને શીખવાડે છે કે સપના હંમેશા મોટા જોવો અને તેને પુરા કરવા માટે પુરતી મહેનત કરો. તમને જાણીને આશ્ચર્ય થશે પણ નિરમા કંપનીના માલિક કરશનભાઈએ પોતાની બ્રાંડ માટે જાહેરાત કરવી પસંદ નથી તેઓ કહે છે કે મારા હાથમાં હોત તો હું બધા ૧૦૦ કરોડ લોકોને રૂબરૂ મળવા જાઉં અને મારી પ્રોડક્ટ વેચું પણ એ શક્ય નથી એટલા માટે જાહેરાત કરવી પડે છે.

આ લેખ દ્વારા અમે તમને ફક્ત એ જ જણાવવા માંગીએ છીએ કે સામે ગમે તેટલી મોટી કંપની હોય કે ટાર્ગેટ હોય, એકવાર મનમાં પાકો નિશ્ચય કરી લેશો પછી તમારે ફક્ત મન લગાવીને મહેનત કરવાની છે. તમારા દરેક મિત્રોને ટેગ કરો અને શેર પણ કરી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here