સાઈકલ પર ફરીને પંક્ચર કરવાવાળા વ્યક્તિએ ખરીદી દોઢ કરોડની ગાડી, ગાડીના નંબરની રકમ સાંભળીને ચોંકી જશો…

0

શાહરૂખ ખાનના રઈસ પિક્ચરમાં એક ડાઈલોગ હતો ” અમ્મીજાન, કહેતી થી કે કોઈ ધંધા છોટા યા બડા નહિ હોતા..” પણ શું આજના જીવન પ્રમાણે આ વાક્ય સાચું છે ખરું? આજે પંક્ચર બનાવવાવાળા, શાકભાજીવાળા, કુલી વગેરે જેવા અમુક છૂટક મજુરી કરવા વાળા લોકોને ધ્રુણાથી જોવામાં આવે છે જેવું માન સન્માન બીજા લોકોને કે જેઓ ગાડીઓમાં ફરે છે તેમને મળે છે એટલું એ સામાન્ય લોકોને નથી મળતું. આજકાલના બાળકો પણ તેમનાથી ઉંમરમાં ભલે મોટા હોય પણ મજુરી કરતા હોય તેમને તુકારે બોલાવતા હોય છે. પણ આજે અમે તમને વાત કરવાના છે એક એવા વ્યક્તિની જેણે તેની મહેનત અને લગનથી આગળ આવ્યો અને સાબિત કરી બતાવ્યું કે તમારું કામ મેટર કરે છે.

આ વ્યક્તિનું નામ છે રાહુલ તનેજા. રાહુલનો પરિવાર એ સિહોર, મધ્યપ્રદેશના રહેવાસી છે. રાહુલ પોતાના ભાઈ બહેનમાં સૌથી નાના છે. તેમના પરિવારમાં તેનાથી મોટા ચાર ભાઈ-બહેન બીજા પણ છે. રાહુલના પિતા પંક્ચર બનાવવાનું કામ કરતા હતા, તેમના કામમાં રાહુલ પણ તેમની મદદ કરતા હતા. ત્યારે એ એવું જ વિચારીને મદદ કરતા હતા કે આખરે પછીથી તેને પણ આ કામ જ કરવાનું છે.

પણ પછીથી રાહુલ વિચારે છે કે તેને આ કામ કરવું નથી તે એવું કામ કરશે જેનાથી તેનું નામ થાય. આમ વિચારીને તે સિહોર છોડીને જયપુર આવી જાય છે. ત્યાં આવીને તે ઘણા બધા નાના મોટા કામ કરે છે. બધા નાના મોટા કામની સાથે તે પોતાનું ભણવાનું પણ ચાલુ જ રાખે છે. બધા સફળ વ્યક્તિઓ ભણેલા હોય છે એવું નથી પણ દરેક સફળ લોકોને ભણતર ક્યાંકને ક્યાંક અડે જ છે.

જયપુર આવીને તેમણે દરેક કામ કર્યા જેવા કે પતંગ વેચવાના, પેપર વેચવાના, હોટલમાં વેઈટરનું કામ કર્યું, હોળીમાં રંગ વેચવાના અને દિવાળીમાં ફટાકડા વેચવાનું કામ પણ કરતા હતા. તેમનું માનવું છે કે કામ નાનું કે મોટું નથી હોતું પણ લોકોના મનના વિચાર નાના મોટા હોય છે. એક ઉદાહરણ તમને જણાવીએ એક પુલ છે જ્યાં બે મજુર વ્યક્તિ કામ કરી રહ્યા છે એકનું માનવું છે કે તેનું જીવન રસ્તો બનાવવામાં અને પથ્થર તોડવામાં જ ગયું. જયારે બીજો મજુર વિચારે છે કે પોતે એક એવું કામ કરી રહ્યો છે જેમાં તેણે પોતાના નામની પણ એક ઈંટ મૂકી છે અને આવનારી પેઢીએ તેમના દ્વારા બનાવેલ પુલ થકી તેમની મંજિલ સુધી પહોંચશે.

એટલે મૂળ ભેદ લોકોના મનમાં જ હોય છે બાકી કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. રાહુલ એ ફક્ત ભણ્યો હતો એટલું જ નહિ પણ સારા નંબરે પાસ પણ થયો હતો. ભણવાની સાથે સાથે સારું જ્ઞાન ભેગું કર્યું ને પોતાની સ્માર્ટનેસ સાથે તેનામાં આત્મવિશ્વાસ પણ વધે છે અને પછી તે મોડેલીંગમાં પ્રયત્ન કરે છે. મોડેલીંગની સાથે સાથે તેણે ઇવેન્ટ અને સ્ટેજ શો પણ કરવા લાગે છે. આમ તેણે પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું. લાઈવ ક્રીએશન-નામની એક ઓર્ગેનાઈઝેશન કંપની શરુ કરી.

પોતાની હિંમત અને મહેનતથી તે સતત સફળતાની સીડીઓ ચઢવા લાગે છે. આજે તેમની પાસે ત્રણ મોંઘી ગાડીઓ છે, તેની બધી ગાડીઓનાં નંબર VVIP નંબર છે ૧. છેલ્લે ખરીદેલ જેગુઆર ગાડીનાં નંબર માટે રાહુલે ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા અને ફોર્મ ફી અને બીજી ફી દોઢ લાખ રૂપિયા ભર્યા હતા. ખરેખર ખુબ મહેનત અને લગનથી તેઓએ કામ કર્યું ને આખરે પોતાનું મન ગમતું મુકામ મેળવ્યું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here