Cute આંખોની અદાઓથી દેશના યુવાનોને ઘાયલ કરનારી પ્રિયા વિરુદ્ધ FIR – જાણો શું છે મામલો?

0

પોતાની Killer આંખોના Expression અને ચહેરાના હાવભાવથી રાતોરાત દેશભરમાં લોકપ્રિય બનેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. જે ગીતથી પ્રિયા દેશભરમાં જાણીતી બની ગઈ છે તે જ ગીત હવે તેના માટે મુસીબત લઈને આવ્યું છે. ન્યુઝ મળી રહ્યા છે કે  હૈદરાબાદમાં કેટલાક યુવાનોએ વાઈરલ થયેલા આ ગીત સામે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ કરતા પ્રિયા પ્રકાશ અને પ્રોડ્યુસર વિરુદ્ધ FIR નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે પ્રિયા પ્રકાશ છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા પર પોતાના એક વીડિયો દ્વારા છવાઈ ગઈ છે. મલયાલી ફિલ્મ Oru Adaar Love થી ફિલ્મી જગતના પદાર્પણ કરી રહેલી પ્રિયા આ ફિલ્મના એક ગીતની નાનકડી ક્લિપથી રાતોરાત સ્ટાર બની ગઈ છે. પ્રિયાની ઉમર માત્ર 18 વર્ષ જ છે.

એક News agency ના રીપોર્ટ અનુસાર હૈદરાબાદના કેટલાક યુવાનોએ ગીતમાં ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો સામે વાંધો ઉઠાવ્યો છે. પ્રિયા પ્રકાશ વિરુદ્ધ FIR નોંધાવનારા આ યુવાનોનું કહેવું છે કે તેમને પણ આ વીડિયો પસંદ આવ્યો હતો. પરંતુ જ્યારે તેમણે મલયાલમના આ ગીતનું ટ્રાન્સલેશન કર્યું તો જાણવા મળ્યું કે તેમાં કેટલાક શબ્દો એવા છે જે ધાર્મિક લાગણી દુભાવે છે. ત્યારબાદ તેમણે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો.પ્રિયા પ્રકાશની મલયાલમ ફિલ્મ ઓરૂ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ગીત માનિકા મલયારા પૂવી હાલમાં જ રિલીઝ થયું છે. આ ગીતનો વીડિયો સામે આવ્યા બાદ પ્રિયા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી. એટલું  જ નહીં ઈન્ટાગ્રામ પર પ્રિયાના ફોલોઅર્સની સંખ્યા વધીને 2.4 Millions ગઈ હતી. 24 કલાકની અંદર જ તેના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી ઉપર થઈ ગઈ હતી. પ્રિયા હાલમાં 18 વર્ષની છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે. પોતાની ડેબ્યૂ ફિલ્મમાં પણ તે એક વિદ્યાર્થિનીની ભૂમિકા ભજવી રહી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.