કરોડોમાં એક જ હોય છે આવી લવ સ્ટોરી, જેમાં મળ્યા વગર જ બે વ્યક્તિને એક-બીજા સાથે પ્રેમ થઇ જાય છે….

0

હર્ષ મેહતા, જે ઓસ્ટ્રેલીયામાં રહે છે, પોતાના લગ્નના બે દિવસ પહેલા ઇન્ડીયા આવ્યા અને તે પહેલી વાર હતું જયારે તે પોતાની થનારી પત્ની સ્નેહા ચૌધરીને મળી રહ્યા હતા. તમને જાન્નીને હેરાની લાગશે કે તે બંનેના લવ મેરેજ છે. તેની કહાની એ સાબિત કરે છે કે પ્રેમ ક્યારેય પણ અને ગમે ત્યારે કોઈની પણ સાથે થઈ જતો હોય છે.

પ્રેમ એક એવો અહેસાસ છે જેના માટે કોઈ પ્લાનિંગની જરૂર નથી હોતી, તમે વિચારો કે શોધવા પર તમને સાચો પ્રેમ મળી જાશે, તો આવું વિચારવું ખોટું છે, કેમ કે પ્રેમ સમય, જગ્યા અને ઉમર જોઇને નથી થતો, એ તો બસ થઇ જાતો હોય છે, અને તે વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે હર્ષ અને સ્નેહાની આ લવ સ્ટોરી.

મારી આ વાતથી મુંબઈની સ્નેહા ચૌધરી પૂરી રીતે સહેમત હશે કેમ કે ફેસબુક એકાઉન્ટ પર સ્ક્રોલીંગ કરતા તેને પોતાનો પ્રેમ, પોતાનો જીવનસાથી મળી ગયો હતો. સ્નેહાએ પોતાના ફેસબુક ફ્રેન્ડ હર્ષ મેહતા સાથે લગ્ન કર્યા છે, જેને તે લગ્ન પહેલા ક્યારેય પણ મળી ન હતી અને ન તો વાત કરી હતી.સ્નેહા અને હર્ષની આ ક્યુટ લવ સ્ટોરીને એક ફેસબુક પેજ દ્વારા શેઈર કરવામાં આવ્યું છે.

28 વર્ષની સ્નેહાએ જણાવ્યું કે, ”તે લગ્ન માટે પૂરી રીતે તૈયાર હતી, પણ કોઈની સાથે આવા પ્રકારનું કનેક્શન તેને મહેસુસ થયું ન હતું. પણ 2015 નો તે દિવસ, જ્યારે તેને બિલકુલ પણ ઉમ્મીદ ન હતી કે તેને પોતાનો લાઈફ પાર્ટનર મળી જાશે. તેજ દિવસ હર્ષ મેહતાએ તેને ફેસબુક પણ એક મેસેજ મોકલ્યો.હર્ષે સ્નેહાને જે પહેલો મેસેજ મોકલ્યો તે તે હતો કે, શું આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ’.

સ્નેહાએ જણાવ્યું કે, અમે માત્ર એક મહિના જ ચેટ પર વાતો કરી હતી, સમય ધીમે-ધીમે પસાર થતો ગયો, અમે રોકાયા વગર ખુબ જ વાતો કરી હતી છતાં પણ એવું લાગતું હતું કે જાણે કે હજી ઘણી વાતો કરવાની બાકી છે. મને આજે પણ યાદ છે તે દિવસ જ્યારે અમે લગાતાર 18 કલાક સુધી વાત કરી હતી, અને જ્યારે બેટરી ડાઉન થઇ ગઈ તો અમે તરત જ લેપટોપ્સને ચાર્જીંગમાં લગાવીને Skype દ્વારા વાત કરવાનું શરુ કરી દીધું. મને હર્ષ સાથે વાત કરવાની આદત બની ગઈ હતી. જ્યાં સુધી હું તેની સાથે વાત ન કરી લવ, ત્યાં સુધી મારો દિવસ પૂરો ન થતો”.

‘પ્રેમમાં કોઈ ટાઈમલાઈન નથી હોતી, ન તો કોઈ સીમા. હું કોઈની સાથે 10 વર્ષ વિતાવી શકું છું પણ તે કનેક્શનને મહેસુસ ન કરી શકું, કે પછી મારા જીવનનો બાકીનો સમય કોઈ એવા વ્યક્તિ સાથે વિતાવી શકું છુ જેને હું કાલે મળી છું અને હું ખુશ છુ ..હકીકતે હું ખુબ જ ખુશ છુ”.

હર્ષ મેહતા, જે ઓસ્ટ્રેલીયામાં રહે છે, પોતાના લગ્નના બે દિવસ પહેલા ઇન્ડીયા આવ્યા અને તે પહેલી વાર હતું જયારે તે પોતાની થનારી પત્ની સ્નેહા ચૌધરીને મળી રહ્યા હતા.

તે ખુબ જ સુંદર પલ હતો, એકદમ કોઈ ચુંબકીય આકર્ષણની જેમ..અમે એકબીજાને એઈરપોર્ટ પર ગળે મળ્યા અને એવું લાગ્યું કે જાણે આ સમય અહી જ થંભી જાય. અમે તો જાણે ક્યાંક ખોવાઈ ગયા હતા, સિક્યોરીટી ગાર્ડને પણ મને ત્યાંથી જવા માટે કહેવું પડ્યું.

હવે અમારા લગ્નને ત્રણ વર્ષ થઇ ચુક્યા છે, અમે રોડ ટ્રીપ પર જઈએ છીએ, 90 નાં દશકનાં સોંગ સાંભળીએ છીએ અને હજી સુધી એ જાણ કરવાની કોશીસ કરી રહ્યા છીએ કે અમે બંને માંથી ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ કોણે મોકલી હતી? જે અમારા માટે એક મીલીયન ડોલરનો સવાલ છે…!

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here