આ મગરમચ્છ ને ખુબ જ પ્રેમ કરતા હતા ગામના લોકો, આખરે એવું તે શું બન્યું કે તેના મરતા જ રોઈ પડયા લોકો….

0

મોટાભાગે જયારે લોકોને કોઈ ભયાનક જાનવર જોવા મળે તો તેઓ બીકના માર્યા ગભરાઈ જાતા હોય છે અને પોતાનો જીવ બચાવવા માટે આજુ-બાજુ ભાગવા લાગે છે. એવું જ એક ભયાનક પ્રાણી મગરમચ્છ છે. મગરમચ્છ જો કે એક રીતે શાંત રહે છે અને પાણીમાં મળી આવે છે પણ જો તેને ભૂલથી પણ સ્પર્શ કરવામાં આવે છે તો તે ભયાનક બની શકે છે. માટે જ તો લોકો આવા જાનવરો થી દૂર જ રહેવાનું પસંદ કરતા હોય છે. પણ શું તમે ક્યારેય એવા મગરમચ્છ ને જોયો છે જે ક્યારેય પણ લોકોને ઇજા ન પહોંચાડતો હોય અને જેને ગામના લોકો પણ ખુબ પ્રેમ કરતા હોય? છત્તીસગઢન ના બેમતારા જિલ્લા ના મોહતરા ગામ માં આવું જ કંઈક બન્યું છે. અહીં પર એક મગરમચ્છ ની મૃત્યુ થઇ જવાને લીધે ગામના વૃદ્ધો થી લઈને બાળકો ની આંખો પણ આંસુ થી ભરાઈ આવી હતી.

ભગવાન ની જેમ પૂજતા હતા લોકો:
ગામના તળાવ માં ઘણા વર્ષો થી એક મગરમચ્છ રહતું હતું જેનું ગામના લોકોએ ‘ગંગારામ’ નામ પણ રાખ્યું હતું. આ મગરમચ્છ ક્યારેય પણ કોઈને નુકસાન પહોંચાડતું ન હતું, ગામ ના નાના નાના બાળકો પણ કોઈ બીક વગર જ તળાવમાં જાતા હતા અને નહીં ધોઈને અને રમીને પાછા આવી જાતા હતા. આજ સુધી તેણે કોઈને પણ નુકસાન પહોંચાડ્યું ન હતું આ સિવાય તેમણે આજ સુધી કોઈ જાનવર ને પણ નુકસાન પહોંચાડ્યું ન હતું. જેને લીધે ગામના લોકો તેને ખુબ જ પ્રેમ કરતા હતા. ગામના લોકો ગંગારામ ની પૂજા ભગવાન ની જેમ જ કરતા હતા. પણ મંગળવાર ના દિવસે ગંગારામ ના મૃત્યુ થી ગામમાં માતમ છવાઈ ગયો. ગંગારામ ના મૃત્યુ થી દુઃખી લોકો એ પોસ્ટમોર્ટમ કરનારી ટિમ ને બોલાવ્યા અને તેના પછી તેનું પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું.130 વર્ષ કરતા પણ વધારે હતી ઉંમર:
ગામના લોકોનું કહેવું છે કે તેની ઉંમર 130 વર્ષ કરતા પણ વધારે હતી. જણાવી દઈએ કે મોહતરા ગામ એક ધાર્મિક-પૌરાણિક નગરી ના રૂપમાં પોતાની ઓળખ રાખે છે. કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ ગામમાં આવેલા સિદ્ધ પુરુષ મહંત ઈશ્વરીશરણ દેવ યુપી થી આવ્યા હતા અને તે જ પોતાની સાથે આ પાળીતા મગરમચ્છ ને લાવ્યા હતા. તેમણે મગર ને આ ગામના તળાવમાં છોડી દીધું હતું. કહેવામાં આવે છે આ ગંગારામ ની સાથે અન્ય પણ મગરમચ્છ આ તળાવમાં હતા પણ સમયાંતરે માત્ર ગંગારામ એક જ બચ્યું હતું. ગંગારામ ઘણીવાર તળાવના કિનારે આવીને બેસી જાતો હતો, વરસાદ ની ઋતુમાં તે ગામની ગલીઓ અને ખેતરોમાં પણ પહોંચી જાતું હતું. લોકો ગભરાયા વગર જ પોતાનું કામ કરતા હતા અને તેને પોતાના બાળકની જેમ વ્હાલ કરતા હતા. ઘણીવાર લોકો જાતે જ ગંગારામ ને પકડીને તળાવમાં પાછા છોડી આવતા હતા.
Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here