5 ક્રિકેટર જે ભારતીય સેનાની શાન વધારે છે, જાણો ક્યાં ક્રિકેટર ક્યાં હોદા પર છે… જાણીને ગર્વ થશે

0

એવા કેટલાક ભારતીય ક્રિકેટર્સ છે કે જે સરકારી નોકરીઓ પણ કરે છે અને ક્રિકેટના ક્ષેત્રમાં પોતાના પ્રદર્શનની સાથે સાથે પોતાના અંગત જીવન માટે વારંવાર ચર્ચાઓમાં આવતા રહે છે. આવા ક્રિકેટરનું જીવન પણ કોઈ ફિલ્મી હસ્તીઓ કરતા ઓછું નથી હોતું. અને તેમના પ્રશંસકોને પણ એમના વિશેની નાનામાં નાની વિગત જાણવામાં રસ હોય છે.

ક્રિકેટ પ્રતિ લોકોના આ પ્રેમભાવના લીધે જ આ રમત બીજી રમતો કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય ટીમના ખેલાડીઓએ આ ખેલ મારફત ઘણી નામના અને ખ્યાતિ પ્રાપ્ત કરી છે. ક્રિકેટ રમીને પૈસા કમાવવા સિવાય તેઓ સાઈડ બિઝનેસ પણ કરે છે. જેના કારણે તેમની કમાણી દિવસે બમણી અને રાતે ચાર ગણી ઝડપથી વધી રહી છે.
ક્રિકેટમાંથી નાણાં બનાવવા ઉપરાંત તેમણે અનેક બાજુ ઉદ્યોગો પણ આજે અને રાત્રે ચાર અંતે વધતી તેમની કમાણી બમણી હોય છે.

પરંતુ આજે અમે ભારતના 5 સ્ટાર ક્રિકેટર્સ વિશે જણાવીશું કે જે મેદાન પર પોતાના પ્રદર્શન માટે તો જાણીતા જ છે પરંતુ ક્રિકેટ ઉપરાંત તેઓ સરકારી નોકરી પણ કરે છે.

1. મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ક્રિકેટ ટિમના સૌથી સફળ કેપ્ટ્નના તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ ટિમ ઇન્ડિયાને સફળતાનાં નવા સ્તર પર પહોંચાડી છે. પોતાના જબરદસ્ત પ્રદર્શનથી કરોડો લોકોનું દિલ જીતી લેવાવાળા માહી ફક્ત ક્રિકેટ જ નથી રમતા પરંતુ તેઓ સરકારી કર્મચારી પણ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં મહેન્દ્ર સિંહ ધોનીને ઇન્ડિયન આર્મીના લેફટનન્ટ કર્નલના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય ધોનીના ચાહકો એ પણ જાણે છે કે ટિમ ઇન્ડિયામાં આવતા પહેલા તેઓ રેલવેમાં કામ કરતા હતા.


2. હરભજન સિંહ 

ટિમ ઇન્ડિયામાં સામેલ હરભજન સિંહ ક્રિકેટમાં તો ઘણી નામના મેળવી ચુક્યા છે અને તેઓને ભારતના સફળ સ્પિનરમાંથી એક ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છે કે ક્રિકેટ સિવાય હરભજન સિંહ સરકારી નોકરી પણ કરે છે. હરભજન સિંહ પંજાબ પોલીસમાં ડીએસપી છે.

3. ઉમેશ યાદવ

ટિમ ઇન્ડિયાના યુવા ક્રિકેટર ઉમેશ યાદવ પણ મેદાન પર પોતાના ઉમદા પ્રદર્શન માટે જાણીતા છે પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2017માં ઉમેશ યાદવને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

4. સચિન તેંડુલકર 

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખીતા સચિન તેંડુલકરે નિવૃત્તિ લીધા બાદ ભલે તેઓ ક્રિકેટના મેદાનથી દૂર હોય પરંતુ આજે પણ તેમના ચાહકોની દીવાનગી તેમના પ્રતિ ઓછી નથી થઇ. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને ઇન્ડિયન એર ફૉર્સએ સન્માનિત કરતા વર્ષ 2010માં ગ્રુપ કેપ્ટ્ન બનાવ્યા હતા.

5. કપિલ દેવ 

વર્ષ 1983માં ભારતે પહેલી વાર વર્લ્ડકપ જીત્યો હતો તો તેનો શ્રેય કપિલ દેવને જ જાય છે. કારણકે તેમની જ આગેવાનીમાં ટીમે આ કપ જીત્યો હતો. અલબત્ત કપિલ દેવે ટિમ ઇન્ડિયાને નવી ઊંચાઈઓ પર લઇ જવા માટે ઘણું યોગદાન આપ્યું હતું પરંતુ શું તમે જાણો છો કે તેઓ ક્રિકેટ સિવાય પણ કઈ સરકારી નોકરી કરે છે? વર્ષ 2008માં ઇન્ડિયન આર્મીમાં કપિલ દેવને લેફટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા.

આ હતા એવા પાંચ ક્રિકેટર્સ કે જે સરકારી નોકરી પણ કરે છે – આ સિવાય પણ ટિમ ઇન્ડિયામાં સામેલ ઘણા ક્રિકેટર્સ ફક્ત ક્રિકેટ જ નથી રમતા પરંતુ ક્રિકેટ રમવાની સાથે તેઓ બીજા કામો પણ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here