રોહિત ના ઘરે આવી ‘નાની પરી’, પત્ની રિતિકા એ આપ્યો દીકરી ને જન્મ

0

ટિમ ઇન્ડિયા ના ઓપનર રોહિત શર્મા ના ઘરે દીકરી નો જન્મ થયો છે. તેની સુંદર પત્ની રિતિકા સાજદેહ એ રવિવાર ના રોજ એક ક્યૂટ દીકરીને જન્મ આપ્યો છે.રિતિકા ના કઝીન સીમા ખાન એ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની જાણકારી આપી હતી. જણાવી દઈએ કે સીમા ખાન અભિનેતા અને નિર્માતા સોહૈલ ખાન ની પત્ની છે. સીમા એ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપતા લખ્યું કે બેબી ગર્લ માસી અગેઇન”.
જ્યા ક્રિકેટે ખિલાડીઓ ના જીવનની દરેક ક્ષણ મીડિયા માં છવાઈ જાય છે. જયારે રોહિત અને રિતિકા શર્મા એ પ્રેગનેન્સી ની જાણકારી ને દુનિયાથી છુપાવીને રાખી હતી. જો કે અમુક સમય પહેલા રોહિતે એ સંકેત આપ્યો હતો કે તે અમુક જ સમયમાં પિતા બનવાના છે.

રોહિત ના પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન માઈકલ ક્લાર્ક ની સાથે એક પ્રમોશનલ વિડીયો માં પોતાની પત્ની ના પ્રેગ્નેન્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. ક્લાર્ક સાથે વાત કરતા રોહિતે કહ્યું કે,”હું પિતા બનવા માટે હવે વધારે રાહ નહિ જોઈ શકું. હું તે સમયની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જયારે મારી પત્ની મને પિતા બનવાની જાણકારી આપશે. તે અમારા જીવનને બદલી દેનારી ક્ષણ હશે”.રોહિત શર્મા હાલ ટિમ ઇન્ડિયાની સાથે ઓસ્ટ્રેલિયામાં છે, જ્યા ભારતના 4 ટેસ્ટ મેચો ની સિરીઝ માં 2-1 થી વધારો કર્યો છે. પિતા બનવાની ખબર મળતા જ રોહિત શર્મા મુંબઈ પાછા આવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ની વચ્ચે ચોથો અને છેલ્લો ટેસ્ટ મેચ 3 જાન્યુઆરી થી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ માં રમવામાં આવશે. જો ભારત ટેસ્ટ મૈચ જીતી લેશે તો તે તેની ઐતિહાસિક સિરીઝ જીત હશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here