કુલર નવું હોય કે પુરાનું, આ 5 ટીપ્સથી આપવા લાગશે ઠંડી હવા..

0

એપ્રિલ મહીનોં આવતાની સાથે જ ગરમીએ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધુ છે. તાપમાનમાં રોજે રોજ વધારો થઇ રહ્યો છે. નાગપુર માં તો ટેમ્પરેચર 40 ડીગ્રીને પાર થઇ ચુક્યું છે. એવામાં ગરમીમાં રાહત માટે AC કે કુલર યુઝ કરવું જરૂરી બની ગયું છે. AC ખરીદવું હર કોઈના બજેટમાં નથી હોતું. તે કુલરની તુલનામાં મોંઘા હોય છે. સાથે જ તેનું બીલ પણ વધુ આવતું હોય છે. સાથે જ બીજી બાજુ કુલર ઘણીવાર ઠંડી હવા પણ નથી આપતું. એવામાં અમે એક એવી વાત કહેવા જઈ રહ્યા છીએ જેનાથી કુલરથી ઠંડી હવા આવશે. આ ટીપ્સની મદદથી પુરાના કુલર કરતા પણ વધુ ઠંડી હવા આવશે.

કુલર ખુલ્લી જગ્યા પર રાખો: કુલર નવું હોય કે જુનું, તેને ખુલ્લી જગ્યા પર રાખો. બની શકે તો કુલરને કોઈ એક વિન્ડો પર ફિક્ષ કરી દો, કુલરને જેટલો વધુ ખુલ્લો એરિયા મળશે એટલી વધુ ઠંડી હવા આપશે. જો ઘરની બારી નાની છે તો તેને જાળીવાળા દરવાજાની પાસે પણ રાખી શકો છો.

કુલરને ધૂપ ન આવવા દો:કુલરને ઘરમાં એવી જગ્યા પર રાખો જ્યાં ધૂપ ન આવવી જોઈએ. જો ધૂપ આવતી હશે તો કુલર ઠંડી હવા નહિ આપી શકે. સાથે જ, તેમાનું પાણી પણ જલ્દીથી ખત્મ થઇ જાય છે.

વેન્ટીલેશન થવું જરૂરી:ઘણા લોકોમાં કુલર લાગેલું હોય છે, પણ વેન્ટીલેશન નથી હોતું. કુલરની હવામાં ઠંડક ત્યારે થાય છે જ્યારે તેને રૂમથી બહાર નીકળવાની જગ્યા મળે. એવામાં ઘરની બારી, કે અન્ય જગ્યા બહાર નીકળવા માટે બીજો રસ્તો ખુલ્લો હોવો જોઈએ.

કુલરની ધાસને બદલો:કુલરની જાળીમાં જે ઘાસનો ઉપીયોગ થાય છે તેમાં ધીરે-ધીરે ધૂળ જામી જાતી હોય છે. ઘણીવાર પાણી પણ જામ થઇ જાતું હોય છે. એવામાં હવા આવવાનો રસ્તો બ્લોક થઇ જાતો હોય છે. એવામાં જરૂરી છે કે દરેક મહીને કુલરની ધાસ બદલો.

પાણીનો ફ્લો ચેક કરો:કુલરમાં ઉપીયોગમાં થતું વોટરપંપથી પાણી નો ફ્લો યોગ્ય છે કે નહિ તે વાતનું પણ ધ્યાન રાખો. સાથે જ, પાણીની ટ્રે માં પાણી નીકળનારા હોલ બંધ તો નથી ને, તે પણ ચેક કરો. જો પાણી ધાસ સુધી ન પહોંચે તો હવા ઠંડી નહિ આવે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.