કોન્સ્ટેબલે ફાડ્યું પોતાના જ DGPનું ચલાન, પછી DGPએ કોન્સ્ટેબલ સાથે કર્યું કઈંક એવો વ્યવહાર કર્યો

0

એવું માનવામાં આવે છે કે જેટલા પણ સરકારી અધિકારીઓ હોય છે તેઓ લાંચ કે પૈસા લઈને જ કામ કરે છે ત્યારે કેટલાક એવા પણ કોન્સ્ટેબલ છે જે ઈમાનદારી સાથે પોતાનું કામ કરે છે. તેમની સામે કોઈ પણ આવી જાય, ચાહે એ કોઈ મોટા અધિકારીઓ પણ કેમ ના હોય, તેઓ પોતાની ફરજ સારી રીતે નિભાવે છે. કઈંક આવું જ થયું એક DGP સાથે જયારે તેમણે ટ્રાફિકનો નિયમ તોડ્યો, અને કોન્સ્ટેબલે તેમના હોદ્દાને ભૂલીને પોતાની ફરજ ઈમાનદારી સાથે નિભાવી. આ વાત સાંભળવામાં વિચિત્ર છે પણ આ સાચી ઘટના છે. ત્યારે વિચારો કે DGPએ આ ઘટના બાદ કોન્સ્ટેબલ સાથે શું કર્યું હશે. બધું જ ભૂલીને કર્તવ્ય નિભાવ્યું અને પોતાના જ DGPનું ચલાન ફાડ્યું ત્યારે હાલના સમયમાં આવા ઈમાનદાર પોલીસવાળાઓ હોવા એ ખૂબ મુશ્કેલ છે, પણ આજે પણ આવા લોકો છે જે પોલીસની પ્રતિષ્ઠા જાળવી રાખે છે.

બધું જ ભુલાવીને કર્યું પોતાનું કર્તવ્ય
આજના સમયમાં પોલીસવાળાઓની છબી સામાન્ય લોકોની નજરોમાં ગુંડાઓવાળી છે, પોલીસવાળાની છબી દરરોજ ખરાબ થઇ રહી છે. પરંતુ સાવ આવું પણ નથી. જે પોલીસવાળા વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છે એમની વાત જ અલગ છે. આ પોલીસવાળાને સલામ કરવાની ઈચ્છા થાય છે. આ ઘટના ઉત્તરાખંડના દહેરાદૂનમાં ઘટી છે. CPUના પોલીસ જવાને રેડ લાઈટ ક્રોસ ક્રોસ કરવા પર ઉત્તરાખંડ પોલીસ મહાનિદેશક (DGP) અનિલ રતૂડીનું ચલાન ફાડ્યું. જેના પછી DGPએ ચલાન ફાળવાવાળા CPU જવાનની પ્રશંસા કરી અને તેની પીઠ થાબડી કારણકે જવાને એ વાતનો અમલ કર્યો કે નિયમ બધા માટે સરખા જ હોય અને પછી એ એક સામાન્ય માણસ માટે હોય કે પછી કોઈ ખાસ વ્યકતિ માટે હોય. જે પણ વ્યક્તિ કાનૂનના નિયમને તોડશે એના પર કાર્યવાહી તો કરવામાં આવશે. જે કામ એ જવાને કર્યું એ આજના જમાનામાં દરેક સરકારી વિભાગના લોકો કરવા લાગશે તો સામાન્ય માણસો સરકારી કર્મચારીઓને ખરાબ નહિ સમજે. આપણે જ્યાં પણ હોઈએ ત્યાં આપણે એક સીમા બનાવીને રાખવી જોઈએ કે આપણા કામ માટે કોઈ આપણને ખોટું ન કહી જાય.

આ જવાન પાસેથી આપણે શીખ લેવી જોઈએ કે આપણે જે પણ કામ કરીએ તેને પૂરી મહેનત અને ઈમાનદારી સાથે કરવું જોઈએ, સારું ફળ મળશે. જો એવું લાગે કે જે કામ કરીએ છીએ એ સાચું છે તો એ કામ કરવા માટે ક્યારેય ડરવું પણ ન જોઈએ, ચાહે તમારી સામે કોઈ મોટી પોસ્ટના અધિકારી જ કેમ ન હોય, દરેક વ્યક્તિ તમારા કામ માટે તમારા વખાણ કરશે. આ વાતને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું જોઈએ.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here