Confirmed! હીરા કારોબારીની દીકરી સાથે આ મહિનામાં લગ્ન આકાશ અંબાણી…. અંદરની વાત જાણો

0

સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતી મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશના લગ્ન આ વર્ષ ડીસેમ્બરમાં થશે. આકાશના લગ્ન હીરા કારોબારી ‘રસેલ મહેતા’ ની નાની દીકરી ‘શ્લોકા’ સાથે થવાના છે.

આ છે આકાશ અંબાણીની મંગેતર, સ્કૂલમાં ભણતા હતા સાથે:

શ્લોકા હીરાના વેપારી રસેલ મહેતાની દીકરી છે. આકાશ અને શ્લોકાએ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યા છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે 11 જુલાઈ 1990ના રોજ જન્મેલી શ્લોકા મુંબઈના માલાબાર હિલ્સ વિસ્તારમાં રહે છે. આ પછી તેણે ધ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાઈન્સમાં લોમાં માસ્ટર્સ કર્યું છે. તે જુલાઈ 2014થી રોઝી બ્લૂ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. તે ConnectForની કો-ફાઉન્જર પણ છે. આ સંસ્થા એનજીઓને વોલેન્ટિયર્સ સાથે જોડવાનું કામ કરે છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ બંન્ને વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં બંધાય જશે.

કહેવામાં આવે છે કે બંને પરિવાર કરીબી મિત્ર શનિવારે ગોવામાં એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં મળ્યા જેથી ઔપચારિક સગાઈ કાર્યક્રમ પહેલા એક બીજાને જાણી શકે. આ લગ્નને લઈને બંને પરિવારો વચ્ચે લાંબા સમયથી વાત-ચિતો ચાલી રહી છે. કહેવામાં આવે છે કે ગોવામાં શ્લોકાને રીંગ પહેરાવીને આકાશે લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. હાલ તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે.

આકાશ અને શ્લોકાના લગ્ન ડીસેમ્બર ની શરૂઆતમાં થવાના છે. સંભવાના એ પણ જ્તાવામાં આવી રહી છે કે લગ્નની વિધિઓ ચાર થી પાંચ દિવસો સુધી ચાલશે.

ગોવામાં થયેલા કાર્યક્રમમાં મુકેશ, નીતા તથા કોકીલાબેન પણ મોજુદ રહ્યા હતા. અંબાણી અને મેહતા પરિવાર એકબીજા સાથે સારી રીતે પરિચિત છે. આકાશ અને શ્લોકા ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં એક સાથે અભ્યાસ કરેલા છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.