ખુશખબર: કોમેડી કિંગ કપિલ શર્મા આ જ વર્ષ ડિસેમ્બર માં કરશે લગ્ન, જાણો કોણ છે તેની થનારી ભાવિ દુલ્હન? જુવો ફોટોસ ખુબ જ સુંદર છે

0

કોમેડિયન કપિલ શર્મા આજ વર્ષ 12 ડિસેમ્બરના રોજ જલંધરમાં પોતાની જૂની મિત્ર ગિન્ની ચતરથ સાથે લગ્ન કરવાના છે. પોતાના લગ્નના મુદ્દા પર ખુલાસો કરતા કપિલે કહ્યું કે,”લગ્ન 12 ડિસેમ્બર ના રોજ જલંધરમાં હશે. જે ગિન્ની નું ગૃહનગર છે. અમે લગ્ન ને ખુબ જ સામાન્ય રીતે કરવા માગતા હતા, પણ ગિન્ની તેના પરિવાર ની એકમાત્ર સંતાન છે તો એવામાં તેઓ નો પરિવાર આ લગ્ન ને ધામધૂમ થી કરવા માગે છે, હું તેઓની ભાવનાઓને ખુબ સારી રીતે સમજુ છુ. મારી માં પણ મારા લગ્નને ભવ્ય રીતે જ કરાવા માગે છે”. કપિલે જણાવ્યું કે તેના મોટાભાઈ ના લગ્ન એક સામાન્ય રીતે થયા હતા.સામાન્ય રીતે લગ્ન કરવા માગે છે કપિલ:

કપિલે કહ્યું કે,”જયારે મારા ભાઈ ના લગ્ન થયા હતા, ત્યારે મારી કમાણી કઈ ખાસ ન હતી. અમે માત્ર અમુ જ લોકોને લગ્નમાં લઈને ગયા હતા અને ભાભી ને ઘરે લઈને આવ્યા હતા. પણ જયારે મારી બહેન ના લગ્ન થયા ત્યારે મારી કમાણી સારી એવી હતી. ત્યારે અમે તે લગ્ન શાનદાર તરીકાથી કર્યા હતા. તે અમારા સ્તર ના અનુસાર શાનદાર લગ્ન હતા. આગળના અમુક સમય થી કપિલ શર્મા નું જીવન ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. તેનું કેરિયર પણ નીચે ઉતરી ગયું હતું. પણ જણાવી દઈએ કે તે એકવાર ફરી પોતાના કોમેડી નાઈટ્સ વિથ કપિલ શર્મા સાથે કમબેક કરવાના છે.

કપિલે કહ્યું કે હવે તે ખુબ જ ખુશ છે:

તેનું કહેવું છે કે તે લગ્ન ની વાતને છુપાવી રાખવા માગતા નથી. કપિલે કહ્યું કે,”આગળના અમુક સમય થી હું મારા પંજાબી ફિલ્મના પ્રચાર માં વ્યસ્ત છું. મીડિયા ના લગાતાર પ્રશ્ન કરવા છતાં પ્રચાર ના સમયે હું લગ્ન વિશે વાત કરવા માગતો ન હતો”. મહિલા મિત્ર સાથે લગ્ન કરવા પર ખુશી મળવાના સવાલ પટ કપિલે કહ્યું કે, ”બેશક હું ખુબ જ ખુશ છું. પણ તેનાથી વધુ ખુશી મને મારી માં નો ચેહરો જોઈને થઇ રહી છે”.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here