વિદેશમાં લાખોની નોકરી ને ઠોકર મારી CMની દીકરી બની આર્મી ઓફિસર, વાંચો સમગ્ર અહેવાલ

0

મોટાભાગે નેતાઓની દીકરીઓ કે દીકરાઓ રાજનીતિ માં જ પોતાના હાથ આજમાવતા હોય છે.પણ ઉત્તરાખંડ ના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન માં બીજેપી સાંસદ રમેશ પોખરિયાલ ની દીકરી એ પોતાના માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. તેમણે રાજનીતિની ગલીઓને છોડીને દેશ સેવા ને અપનાવાનો નિર્ણય લીધો.હવે તે સેનાની ટ્રેનિંગ પુરી કરી ચુકી છે. રમેશ પોખરિયાલ એ ખુદ પોતે જ તેની ટ્રેનિંગ પુરી થવાની જાણકારી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી.ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી રહી ચૂકેલા પોખરિયાલ એ પોતાના એકાઉન્ટ પર લખ્યું,”મિત્રો આજનો દિવસ મારા માટે અત્યંત ગૌરવશાળી છે, કેમ કે આજ મારી દીકરી શ્રેયશી નિશંક એ વિધિવત સેનામાં માં આર્મી મેડિકલ સર્વિસીઝ ના  કોર્સ MOBC 224 કોર્સ ને સફળતા પૂર્વક પૂરું કરી નાખ્યું છે. ઉત્તરાખંડ વીર ભૂમિ રહી છે, જ્યાં દરેક પરિવાર થી ઓછામાં ઓછા એક વ્યક્તિ સેનામાં ભરતી થઈને દેશની રક્ષા કરે છે”.

તેમણે આગળ કહ્યું કે,”મને એ વાતની ખુશી છે કે મારી દીકરી એ ઉત્તરાખંડ ની ઉચ્ચ પરંપરા ને જીવિત રાખવામાં યોગદાન આપ્યું છે. હું પ્રદેશ અને દેશની દરેક દીકરીઓને આહવાન કરવા માગું છું કે તેઓએ સેના ને એક કેરિયર ના સ્વરૂપે પસંદ કરીને ઉત્તરાખંડ અને દેશ ને ગૈરવવાન બનાવવું જોઈએ.

રમેશ ચંદ પોખરિયાલ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. આ સમયે તે હરિદ્વાર થી બીજેપી ના સાંસદ છે. તેમને વર્ષ 2014 માં અહીંથી કોંગ્રેસ ના મોટા નેતા હરીશ રાવત ને હરાવી દીધા હતા. તે કવિતાઓ પણ લખે છે. તેનું કવિતા સંગ્રહ પણ પ્રકાશિત થઇ ચૂક્યું છે. તે ઉત્તરાખંડ ની અમુક ફિલ્મો ના ગીત પણ લખી ચુક્યા છે. 27 જૂન 2009 થી સપ્ટેમ્બર 2011 સુધી તે ઉત્તરાખંડ ના સીએમ રહ્યા હતા.શ્રેયશી એ હિમાલય મેડિકલ કોલેજથી એમબીબીએસ નો અભ્યાસ પૂરો કર્યો છે. આ જ વર્ષ એપ્રિલ માં ડૉ. શ્રેયશી એ સેના માં જોડાણ કર્યું હતું. આ કાર્યક્રમ મિલિટ્રી હોસ્પિટલ ના સભાગાર માં આયોજિત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પિતા રમેશ પોખરિયાલ એ દિકરી શ્રેયશી ને લગાતાર કૈપ્ટન ના રૂપમાં સમ્માનિત કરવામાં આવી હતી.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here