CID આખરે કેમ બંધ થઇ? જયારે ખબર પડી તો રડી પડ્યો હતો દયા, જાણો અંદરની વાત….

0

સોની ટીવી પર આવનારો શો સીઆઇડી હવે પૂરો થવા જઈ રહ્યો છે. આ શો ની સૌથી ખાસ વાત એ છે કે તેને દરેક ઉંમર ના લોકો જોવાનું પસંદ કરે છે. 
સીઆઇડી નો પહેલો શો 21 જાન્યુઆરી, 1998 ના રોજ ટીવી પર પ્રસારિત થયો હતો. છેલ્લો એપિસોડ 27 ઓક્ટોબર 2018 ના રોજ આવ્યો હતો. અત્યાર સુધી માં આ શો ના 1546 એપિસોડ ટીવી પર પ્રસારિત કરવામાં આવી ચુક્યા છે. શો બંધ થયા ની વાત દયાનંદ શેટ્ટી એટલે કે શો ના ખાસ કિરદાર સિનિયર સબ-ઇન્સ્પેકટર દયા એ દરેક ને જણાવી હતી. તેણે જણાવ્યું કે આ વાત પર આગળના ઘણા સમય થી ચર્ચાઓ ચાલી રહી હતી. દરેક દિવસ ની જેમ તેઓની પુરી ટિમ શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે જ શો ના પ્રોડ્યુસર બી.પી સિંહે જણાવ્યું કે શો ની શૂટિંગ અનિશ્ચિતકાળ માટે રોકી દેવામાં આવી છે. કેમ કે તેની ટિમ નો ચેનલ ની સાથે અણબનાવ થઇ ગયો છે. આ પુરી ઘટના શું છે તેની હજી સુધી જાણ થઇ શકી નથી. લાગે છે કે આ મામલા ને સુલજાવાની જવાબદારી પણ સીઆઇડી ટિમ ને જ આપવી પડશે.શો બંધ થવાના દુઃખ પર દયા ની આંખો માં આંસુ આવું ગયા હતા.

આ શો ના દરેક કિરદારો શરૂઆતથી જ શો સાથે જોડાયેલા છે.

1. શિવાજી સાટમ-એસીપી પ્રદ્યુમન:તેનો અંદાજ શક્કી અંદાજ માં વિચિત્ર એક્સપ્રેશન ની સાથે ‘કુછ તો ગડબડ હૈ દયા’ કહેવા માટે ખુબ જ પોપ્યુલર છે. સાથે જ 20 વર્ષ સુધી પ્રમોશન ન હોવા પર પણ તેની મીડિયા માં ખુબ મજા પણ લેવામાં આવે છે.

2. આદિત્ય શ્રીવાસ્તવ-સિનિયર સબ-ઇન્સ્પેકટર અભિજીત:આદિત્ય ઇન્સ્પેકટર તો છે જ સાથે જ તેનું એક રીમેન્ટિક એન્ગલ પણ દેખાડવામાં આવ્યું છે. તેને ડોક્ટર તારિકા પર ખુબજ ક્રશ દેખાડવામાં આવ્યું છે.

3. દયાનંદ શેટ્ટી-સિનિયર ઇન્સ્પેકટર દયા:દયા શો માં દરવાજો તોડવા માટે જાણવામાં આવે છે. જયારે શો નો કોઈ વિલેન પોતાને રૂમ માં બંધ કરી લે છે કે પછી કોઈ બંધ રૂમ માં ઘુસવું હોય તો એસીપી સાહેબ એજ કહે છે કે-‘દયા દરવાજા તોડ દો’.

4. નરેંન્દ્ર ગુપ્તા-ડૉ. સાલુખે:સાલુખે સીઆઇડી ના ફોરેન્સિક એક્સપર્ટ છે. પણ તેની અને એસીપી ની મિત્રત્તા ખુબ પહેલાની છે છતાંપણ ક્યારેય બંને વચ્ચે સામ્યતા નથી બનતી. આ સિવાય ટેસ્ટ ટ્યુબ માં એક બુંદ લીકવીડ નો નાખીને ડૉ. સાલુખે ગમે તેમાં કેસ ને પણ સોલ્વ કરી લે છે.

5.દિનેશ ફડનીસ-ઇન્સ્પેકટર ફ્રેડ્રિક્સ:ફ્રેડરિક્સ પોતાની મુરખામી ભરી હરકતો માટે જાણવામાં આવે છે. ટૂંક માં શો માં કોમેડી નો તડકો લગાવાનું કામ ફ્રેડ્રિક્સ નું જ છે.

સીઆઇડી ટિમ ની અમુક મજેદાર વાતો:સીઆઇડી નું નામ લિમ્કા અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ દર્જ છે. આ શો એ ભારતના ટીવી ઇતિહાસ માં એ કારનામોં કર્યો છે, જે કોઈ અન્ય ન કરી શકે. 7 નવેમ્બર, 2004 ના રોજ ટીવી પર ચાલેલો 111 મિનિટ નો લાંબો એપિસોડ એક શોટ માં લેવામાં આવ્યો હતો, કોઈ કટ કે કોઈ રીટેક વગર. તેને ‘દ ઈન્હેરીટેન્સ’ નાપ આપવામાં આવ્યું હતું.7 જુલાઈ, 2009 થી પુરા ઇન્ડિયા માં એક ટેલેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું, જેની મદદ થી સીઆઇડી પોતાની ટિમ માટે નવા ઓફિસર ની શોધ કરી રહ્યા હતા જેને ‘ઓપરેશન તલાશ’ નામ આપવામાં આવ્યું હતું. 1 સપ્ટેમ્બર 2006 ના રોજ આ હંટ એક્ટર ને પસંદ કરવામાં આવ્યો હતો. જેનું નામ વિવેક વી મશરૂ હતું. જેને શો માં સબ-ઇન્સ્પેકટર વિવેક નો રોલ આપવામાં આવ્યો હતો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here