ચોરી છુપી એકબીજા સાથે જોવા મળ્યા અર્જુન અને મલાઈકા, કરી રહ્યા હતા ઇગ્નોર મીડિયાવાળા લોકોને પણ…

0

પ્રેમ એક એવી વસ્તુ છે જે ક્યારેય છૂપાયે છુપાતો નથી, તમે ગમે એટલા પ્રયત્નો કરો પણ એકદિવસ તે બધાની સામે આવે જ છે. હવે જુઓ ને થોડા સમય પહેલા જ મલાઈકા કહેતી હતી કે તે અને અર્જુન ફક્ત સારા મિત્રો છે જો કે આવું તો લગભગ દરેક કપલ શરૂઆતમાં કહેતા જ હોય છે કે અમે ફક્ત મિત્રો જ છીએ અને પછી એ જ થોડા સમય પછી જાહેર કરે કે અમે એક રિલેશનમાં છે. અચ્છા આપણે વાત કરી રહ્યા છીએ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની.

હમણાં થોડા સમય પહેલા જયારે તે બંનેને એક ફેશન શો દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા ત્યારે જ તેમના વચ્ચે અફેર છે તેવી ચર્ચાઓ ચાલતી હતી. પણ પણ પણ ત્યારે તો મલાઈકાએ આ વાત કબુલ કરી ના હતી અને કહ્યું હતું કે અમે ફક્ત મિત્રો જ છીએ. હવે આ વાત પછી હમણાં જ બંને ફરી એકબીજા સાથે જોવા મળ્યા હતા અને બંને એક જ ગાડીમાં હતા. જયારે તેઓને ધ્યાનમાં આવ્યું કે મીડિયા તેમને જોઈ રહી છે ત્યારે મલાઈકા એ પોતાનું મોઢું છુપાવતી દેખાઈ રહી હતી. હવે સંબંધ હોય તો પછી છુપાવતા શું કામ હશે. આજે નહિ તો કાલે બધાની સામે હકીકત આવવાની જ છે ને.

શનિવારે રાત્રે સંદીપ ખોસલા કે જે ડિઝાઈનર છે તેમણે એક પાર્ટી આપી હતી તેમાં તેઓ હાજરી આપવા આવ્યા હતા. જો કે અર્જુન એ આ પાર્ટીમાં પોતાની બહેનોને પણ લાવ્યો હતો અને બધા સાથે ખુશ હતા.તમને જણાવી દઈએ કે જયારે મલાઈકા એ પોતાના પતિ અરબાઝથી અલગ થઇ ત્યાર પછી થી ઘણીવાર અર્જુન અને મલાઈકાના અફેરની વાતો સંભાળવા મળતી હતી પણ તે બંનેમાંથી કોઈ પણ આ વાત માનવા તૈયાર થયા નથી. જયારે આજે ફરીથી આ બંને પાર્ટીમાં આવેલા અને એકસાથે એક જ ગાડીમાં જોવા મળ્યા હતા. મીડિયાના લોકોને જોઇને જે રીતે મલાઈકા પોતાનો ચહેરો સંતાડતી હતી તેના પરથી ખરેખર લાગી રહ્યું છે કે આ બંને વચ્ચે કઈક તો છે જ.

BTW તમને શું લાગે છે? અરે જે હોય તે આપણે શું હે??? Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here