કોલેસ્ટ્રોલ ઓછું કરવા અપનાવો આ 8 ઘરેલુ નુસખા – અત્યારે જ વાંચો ફાયદાકારક માહિતી

0

આજની બદલતી લાઇફસ્ટાઇલના કારણે આપણે કેટલીય બીમારીઓની ચપેટમાં આવી રહ્યા છીએ. ન તો આપણે પૌષ્ટિક આહાર લઈ શકીએ છીએ, ન તો આપણે યોગ કે મેડિટેશન કરી શકીએ છીએ. ખાવામાં આપણને જે મળી જાય એ ખાઈ લઈએ છીએ અને આ કારણે જ વિભિન્ન પ્રકારની બીમારીઓથી પીડાઈએ છીએ.તમને આજે અમે કોલેસ્ટ્રોલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કોલેસ્ટ્રોલનો સીધો સંબંધ આપણા હૃદય સાથે છે. એકવાર કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ થયા બાદ ખાવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોલેસ્ટ્રોલથી મુક્તિ મેળવવા માટે સાચા ભોજનની ખબર હોવી જરૂરી છે. આ માટે કેટલાક ખાદ્ય પદાર્થોને ભોજનમાં શામિલ કરવા જરૂરી છે.

કોલેસ્ટ્રોલ શું છે ?

કોલેસ્ટ્રોલ વસાયુક્ત તત્વ છે, જે લીવરથી ઉત્પન્ન થાય છે. આ શરીરના સારી રીતે કામ કરવામાં મદદગાર થાય છે. આ શરીર માટે જરૂરી છે, પણ વધારે માત્રામાં થવાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો રહે છે.

બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે. એક એલ.ડી.એલ (લો ડેન્સિટી લીપોપ્રોટીન) અને બીજું એચ.ડી.એલ (હાઈ ડેન્સિટી લીપોપ્રોટીન)

એલ.ડી.એલ

એલ.ડી.એલને ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. આ લીવરની કોશિકાઓમાં જાય છે. જો આની માત્રા વધારે છે તો આ કોશિકાઓમાં જઈએ નુકસાન પહોંચાડે છે. આ કારણે રક્તપ્રવાહ ઠીકથી થતો નથી.

એચ.ડી.એલ

એચ.ડી.એલને સારું કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે. નિષ્ણાંતના મત મુજબ આ હૃદયને લગતી બીમારીઓને રોકવાનું કામ કરે છે. એચ.ડી.એલ કોલેસ્ટ્રોલને કોશિકાઓ માંથી લીવરમાં લાવે છે. જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે તો આ બરાબર નથી. આનાથી હૃદયની બીમારીનો ખતરો વધી જાય છે. જો તમે ખાન-પાનમાં જરૂરી ચીજોનો સમાવેશ કરો તો કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહેશે.

1. ઓલિવ ઓઇલ

ભોજન બનાવવામાં તેલની મહત્વની ભૂમિકા હોય છે, પણ વધારે પડતું તેલ શરીર માટે નુકસાનકારક છે. એમ તો બાફેલું ભોજન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. પણ દરરોજ આવું ખાઈ ન શકાય, એટલે જ ભોજનમાં એવા તેલનો સમાવેશ કરો કે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે. સાથે જ જમવાનું બનાવતી વખતે તેલની સાચી માત્રા ધ્યાનમાં રાખો. ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા માટે તમે ઓલિવ આઇલનો ઉપયોગ કરી શકો છો. આમાં બનાવેલું ભોજન લેવાથી કોલેસ્ટ્રોલ 8 ગણું ઘટી જાય છે અને હાઇબ્લડપ્રેશર અને સુગરને પણ કંટ્રોલ કરે છે.

2. ઓટ્સ

ઓટ્સને તમે તમારા નાસ્તામાં શામિલ કરી શકો છો, તો 6 ગણું એલ.ડી.એલ ઓછું થઈ જશે. આમાં બીટા ગ્લુકોન નામનું ઘટ્ટ ચીકણું તત્વ આપણા આંતરડા સાફ કરે છે અને સાથે જ કબજિયાત પણ દૂર કરે છે. ઓટ્સ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલની ફરિયાદ રહેશે નહીં.

3. ફાઇબર

ડૉક્ટર દ્વારા દરરોજ 30થી 35 ગ્રામ ફાઇબર લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે એલ.ડી.એલ કોલેસ્ટ્રોલ ઘટાડવા માંગો છો તો 10 ગ્રામ ફાઇબર જરૂર લો.

4. સોયાબીન

સોયાબીનથી બનેલું મિલ્ક, ટોફુ કે દહીંનું સેવન કરવાથી એલ.ડી.એલ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ જાય છે. આ એલ.ડી.એલ બહાર નીકળવામાં લીવરની મદદ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ પણ વધારે છે. એક દિવસમાં 25 ગ્રામ સોયાબીન લેવાથી એલ.ડી.એલને ઘણું ઘટાડી શકાય છે. આ છ ગણું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

5. બીન્સ

એલ.ડી.એલ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે બીન્સ ખાઓ. જો તમે તમારા ભોજનમાં દરરોજ અડધો કપ બીન્સ ખાઓ છો તો આ તમારા હૃદય માટે ખૂબ જ સારું રહે છે. આ કોલેસ્ટ્રોલની માત્રા 5 થી 6 ઓછી કરે છે અને ફાયબરની જરૂરિયાતને પણ પુરી કરે છે.

6. આખુ અનાજ

આખા અનાજને ભોજનમાં શામિલ કરવું જોઈએ. આખા અનાજને ફણગાવીને ખાવું જોઈએ. આવું ખાવાથી હૃદયની બીમારીઓનો ખતરો ઘટી જાય છે.

7. ડ્રાય ફ્રૂટ્સ

બદામ, અખરોટ અને પિસ્તામાં ફાયબર હોય છે અને આ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જમ્યા બાદ અખરોટ ખાવાથી હૃદયની બીમારીઓનો ખતરો ઓછો રહે છે.

8. લીંબુ

લીંબુ અને બીજા ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. ઘુલનશીલ ફાયબર હોવાથી એલ.ડી.એલને લોહીમાં જતાં રોકે છે. આવા ખાટા ફળોમાં એન્ઝાઇમ પણ હોય છે, જે મેટાબોલિઝમની પ્રક્રિયાને તેજ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here