નહી થાવ ક્યારેય ગરીબ જો આ જગ્યા પર માત્ર કરશો ચોખાનું દાન, ભગવાન કૃષ્ણે કરેલું અહિયાં ચોખાનું દાન …..

0

આજે આપણે સૌ એવી નગરીની વાત કરવાના છીએ. જ્યાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ છે. જે કૃષ્ણની પ્રિય નગરી છે. જ્યાં ભગવાન કૃષણણે શાંતિ મળતી હતી. ભગવાન ક્રુષ્ણની પ્રિય નગરી એટ્લે આપણાં સૌનું જાણીતું બેટ દ્વારિકા. જે મોક્ષ નગરીથી પણ પ્રખ્યાત છે. જ્યાં ચોખાનાં દાનનું ખૂબ મહત્વ છે. એવી આ નગરી વિષે જોડાયેલી અને ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી વાતોને જાણીશું.દ્વારિકાને, સુદામપૂરી. મોક્ષ નગરી, બેટ દ્વારિકા જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. આ નગરીને ભગવાન ક્રુષ્ણએ વસાવી હતી. એવું પણ કહેવાય છે કે સાચી દ્વારિકા દરિયામાં ડૂબી ગઈ છે. ને દરિયાના પેટાળમાંથી એના અવશેષો પણ મળી આવે છે. તો ચાલો આજે દ્વારિકાની કથા વિષે અને એના મહત્વ વિષે જાણીએ.
આ જગ્યા પર ભગવાન કૃષ્ણએ જ્યારે મથુરાથી અહીંયા આવ્યા ત્યારે તેમણે તેમની પટરાણીઓ સાથે ગોમતી નદીને કિનારે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું ને ત્યાં જ એક નગરી વસાવી. જે દ્વારિકા ને દરિયા વચ્ચે તેમનું નિવાસ સ્થાન એ બેટ દ્વારિકા. આ જ જગ્યાએ ભગવાન ક્રુષ્ણએ સુદામાને અહીંયા ચોખા ભેંટ આપ્યા હતા. એટ્લે આ નગરીને ભેંટ દ્વારિકા તરીકે પણ ઓળખવામાં આવે છે.અહીં સુદામાજીનો ઘર હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણએ વસાવ્યું હતું. ગોમતી દ્વારકા એ સ્થાન છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ રાજ કરતા હતા અને બેટ દ્વારકા તે સ્થાન છે જ્યાં ભગવાનનો નિવાસ સ્થાન હતું. આ સ્થાન પર સુદામાએ પોતાના બાળસખા ક્રુષ્ણને ભેંટમાં આપ્યા હતા ને ત્યારથી સુદામાની દરિદ્રતા દૂર થઈ ને બસ આ નગરીનું નામ પડ્યું ભેંટ દ્વારકા. જેને ગુજરાતીમાં બેટ દ્વારકા. તેથી આ દ્વારકાને કહે છે બેટ અને ભેટ દ્વારકા. એટ્લે દ્વારકામાં ચોખા દાનની પરંપરા.
દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો અહિયાં જ મોટો મહેલ હતો. ત્યારે એક સમય એક ગરીબ બ્રામ્હણ મહેલમાં  પોટલીમાં ચોખા લઈને આવે છે. ને એ ત્યારે એ ચોખા ભગવાન ક્રુષ્ણને ભેટ આપે છે. ને ભગવાને ભોળા ભાવથી આપેલ ભેટ સ્વીકારી ને બે મૂઠી ચોખાં જ્યાં ખાધા ત્યાં તો એ ગરીબ બ્રામ્હણની ગરીબાઈ દૂર થઈ જાય છે. એ મિત્ર એટ્લે સુદામાં.

બસ ત્યારથી લઇને આજ સુધી ત્યાં ચોખાનું દાન કરનાર કોઈ ખાલી હાથ નથી ફર્યું. ભગવાન ક્રુષ્ણનું એ સ્થળે વરદાન છે, જેનો પ્રભાવ આજ સુધી ત્યાં જોવા મળે છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here