ચહેરાને સુંદર બનાવતા આ આ લોટ વાપરો, થશે અદભૂત ફાયદાઓ — ઘરેલુ નુસખા વાંચો પૈસા ખર્ચ કર્યા વગર

0

આજ ના યુગ માં જ્યાં દરેક લોકો સુંદર દેખાવા માંગે છે. અને ત્યાં એવું પણ જોવા મળે છે કે જ્યારે કોઈ બીમારી ની નજર લાગી જાય છે ત્યારે આપણી સ્કીન ને અનેક પ્રકાર ની મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. પણ જો આપણે ઈચ્છીએ તો આપણે ઘર માં રહેલ સામાન દ્રારા પણ સ્કીન ને લગતી અનેક મુશ્કેલીઓ ને સહેલાઈ થી દૂર કરી શકીએ છીએ. આ સાથે બ્યુટી ના પણ ઘણા ફાયદા મળે છે. આવા ઉપાયો કરવા નો એક ફાયદો એ થાય છે કે તેના પ્રયોગ થી આપણ ને કોઈપણ પ્રકાર ની સાઈડ ઇફેક્ટ થતી નથી. અને ઓછા પૈસા માં વધુ અસરકારક નીવડે છે. ઘર માં રહેલ આવા સામાન માં એક છે ચોખા નો લોટ. ચોખા ના લોટ થી આપણું સોંદર્ય નીખરી ઊઠે છે અને આપણાં ચહેરા પર ના ખીલ-દાગ વગેરે દૂર થાય છે. ચોખા ના લોટ ના આપણ ને બીજા ઘણા ફાયદા થાય છે તેના વિશે પણ અહી વાત કરીશું.

ચોખા ના લોટ ના ફાયદા – સુંદરતા માટે

ખીલ-દાગએક વાટકા માં બે ચમચી ચોખા નો લોટ, એક ચમચી મધ, એક ચમચી એલોવેરા નું જેલ આ વસ્તુ ને મિક્સ કરી નાખો. પછી તેને પોતાના ચહેરા પર પંદર થી વીસ મિનિટ માટે લગાવી ને રાખો. પછી તેને સારા પાણી એ પોતાના ચહેરા ને ધોઈ નાખો. થોડાક જ દિવસો માં તમારા ચહેરા પર ના ખીલ કે દાગ ની સમસ્યા દૂર થઈ જશે.

ટૈનીંગ ની સમસ્યા દૂર કરેચોખા નો લોટ ટૈનીંગ ને દૂર કરવા માં મદદ કરે છે. આ માટે એક ચમચી ચોખા નો લોટ, લીંબુ નો રસ, અને કાકડી નો રસ ભેળવી ને તેની પેસ્ટ બનાવી નાખો. પછી તેને પોતાના ચહેરા પર સારી રીતે લગાવી દો. જ્યારે સુકાઈ જાય ત્યારે પોતાના ચહેરા ને થોડા ગરમ પાણી થી ધોઈ નાખો.

દાગ દૂર કરે છે

એક વાટકી માં ચોખા નો લોટ અને મુલ્તાની માટી ને સારી રીતે મિક્સ કરી ને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તે પેસ્ટ નો ઉપયોગ પોતાના ચહેરા પર કરો. આનો નિયમિત રૂપે પ્રયોગ કરવા માં આવે તો ચહેરા પર ના દાગ, નિશાન અને ખીલ નો નાશ થઈ જાય છે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જાય છે.

ડાર્ક સર્કલ ને દૂર કરેજો તમને ડાર્ક સર્કલ ની સમસ્યા  હોય તો તેના માટે ચોખા નો લોટ ખૂબ લાભદાયી છે. એટલે કે જો તમે ડાર્ક સર્કલ થી પરેશાન છો તો એક વાટકા માં થોડો ચોખા નો લોટ લઈ લો. પછી તેમાં એક પાકેલું કેળું અને કૈસ્ટર ઓઇલ ના થોડા ટીપાં ભેળવો, પછી જે જગ્યા પર ડાર્ક સર્કલ હોય ત્યાં લગાવો. થોડાક જ દિવસો માં તમારો ચહેરો સાફ થઈ જશે.

એન્ટિ એજિંગ ફેસ માસ્ક

ચોખા ના લોટ માથી ચહેરા પર ની કરચલીઓ અને સાથે સાથે ચહેરા ની ઝીણી-ઝીણી રેખાઓ થી પણ છૂટકારો મળી જાય છે. પરંતુ આ માટે સૌ પહેલા એક વાટકા માં બે મોટા ચમચા ચોખા નો લોટ, ઈંડા નો સફેદ ભાગ અને ગ્લિસરીન ના ચાર થી પાંચ ટીપાં ભેળવી ને ચહેરા પર લગાવો. આ મિશ્રણ ના સુકાઈ ગયા પછી આંગળીઓ થી તેને કાઢો અને ચહેરા ને પાણી થી ધોઈ નાખો. આના થી ચહેરા પર ચમક આવી જશે અને તમારો ચહેરો એકદમ સાફ થઈ જશે, આ તમારા ચહેરા પર માસ્ક જેવુ કામ કરશે.

સુકાયેલી ત્વચા થી રાહત

જો તમે તમારી સુકાયેલી ત્વચા થી પરેશાન છો અને તેના થી છૂટકારો મેળવવા ઈચ્છો છો તો તેના માટે ચોખા માં લોટ માં સ્ટ્રાબેરીજ મિક્સ કરી ને ચહેરા પર લગાવો. થોડા સમય પછી પોતાનો ચહેરો ઠંડા પાણી થી ધોઈ નાખો.

આંખ નીચેના કાળા ભાગ ને દૂર કરો

વધારે વાચવા થી કે કમ્પ્યુટર સામે અધિક સમય માટે બેસી રહેવા થી અથવા નબળાઈ ને કારણે આપણી આંખ ની નીચેના ભાગે કાળા નિશાન પડી જાય છે અને જેના કારણે ચહેરો ખરાબ લાગવા લાગે છે. આને દૂર કરવા માટે બે ચમચી ચોખા ના લોટ માં પાકેલું કેળું અથવા એક ચમચી મલાઈ ને સારી રીતે મિક્સ કરી નાખો. આ મિશ્રણ માં બદામ નો પાઉડર પણ એક ચમચી ભેળવી શકો છો. આ મિશ્રણ ને નિયમિત રૂપે પોતાની આંખ ના નીચેના કાળા ભાગ પર લગાવવા થી કાળાશ દૂર થાય છે.

લેખન.સંકલન : માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here