ચોકલેટ પેંડા 🍫❤ દિવાળી આવી રહી છે ખાસ બનાવો યમ્મી Yummy આ મીઠાઈ, રેસિપી વાંચો ક્લિક કરીને

0

મિત્રો, ધન-તેરસ નજીક આવી રહી છે ત્યારે આ ફેસ્ટિવ સિઝન માં બનાવો યમ્મી યમ્મી ” ચોકલેટ પેંડા” ❤🍫

માત્ર 3 જ વસ્તુ થી બનતી આ મીઠાઈ સ્વીટ અને ડેલિશિયસ છે અને જલ્દી જલ્દી બની પણ જાય છે..!! 🍫😋
આ ચોકલેટ પેંડા માં રિચ ચોકલેટ ફ્લેવર ની સાથે સાથે પરફેક્ટ માત્રા માં સ્વીટનેસ પણ છે!!

તો ચાલો ધન-તેરસ ના આ પવિત્ર અવસર પર બનાવીએ ઝડપથી બની જતા એવાં ” ચોકલેટ પેંડા 🍫🍫 ”

બનાવવા માટેની સામગ્રી :-

250 ગ્રામ કપ ખોયા ( માવા )
1 કપ પાઉડર સુગર ( દળેલી ખાંડ )
3 ચમચી કોકો પાવડર

ગાર્નિશિંગ માટે:-
બદામ – પિસ્તા ની કતરણ

બનાવવા માટેની રીત :-

૧.એક પેન લો અને તેમાં 250 ગ્રામ ખોયા અને 1 કપ દળેલી ખાંડ નાંખી દો અને મીડિયમ આંચ પર કુક થવા દો.

૨.આ મિશ્રણ ને સતત હલાવતા રહો જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થઈ જાય તેમજ આ મિશ્રણ એક ગાઢ પેસ્ટ ના બની જાય ત્યાં સુધી..!!
અને 10 મિનિટ સુધી કુક કરો.

૩.ત્યાર બાદ તેમાં કોકો પાઉડર મિક્સ કરો અને ત્યાં સુધી હલાવો કે બધી સામગ્રી એક સાથે મિકસ થઈ જાય!! અને હવે ગેસ બંધ કરી દો અને આ મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી ને તેને ઠંડુ થવા દો.

4.જ્યારે મિશ્રણ રૂમ તાપમાન પર આવી જાય ત્યારે બધાં ના એક સરખા ભાગ આપીને તેને પેંડા નો શેપ આપો અને તેના પેંડા બનાવો.

5.જ્યારે આ પેંડા થોડાક હુંફાળા ગરમ હોય ત્યારે જ તેની ઉપર બદામ – પિસ્તા ની કતરણ પાથરી દો જેથી કતરણ એ પેંડા પર સેટ થઈ જાય…

6.પછી તેને સંપૂર્ણ ઠંડુ થવા દો અને સર્વ કરો.

તો તૈયાર છે ધન – તેરસ ની પૂજા માટે તેમજ દિવાળી મીઠાઈ ઝટપટ બની જતા એવાં યમ્મી યમ્મી ” ચોકલેટ પેંડા 🍫” 😋

પછી મને જણાવજો જરૂર કે આ ધન – તેરસ સ્પેશિયલ સ્વીટ તમને કેવી લાગી!! 👯‍♀️

લેખિકા :- કિર્તી જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here