ચોકલેટ બરફી 🍫❤ બહાર દુકાનની મોંઘી/ Unhygienic મીઠાઈ છોડો અને આજે જ ઘરે બનાવેલી શુદ્ધ અને હાઈજેનિક મીઠાઈ, વાંચો રેસિપી

0

હેલો મિત્રો,
દિવાળી નજીક આવી રહી છે અને તમે બધા ઘર ની સાફ સફાઈ માં લાગ્યાં હશો!! જેમ ઘર ની સાફ સફાઈ કરવી જરૂરી છે એટલું નાસ્તા અને મીઠાઈ ની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે!! 🤪🤣
કેમ સાચું કીધું ને!! 😄😃

તો મિત્રો આજે હું લાવી છું એક એવી મીઠાઈ જે બનાવવા મા ખૂબ જ સરળ છે અને બધી સામગ્રી પણ તમને આસાની થી મળી રહેશે..
અને આમ પણ આજ કાળા બજાર માં જે મીઠાઈ મળે છે તે ભેળ-સેળ વાળી અને ખુબ મોંઘી મળે છે… તો એનાં કરતાં ઘરે બનાવેલી શુદ્ધ અને હાઈજેનિક મીઠાઈ ખાવી સારી.!! 😃😃
શું કેહવું તમારું!! 😅😀

તો ચાલો આજે બનાવીએ શુધ્ધ અને હાઈજેનિક અને બાળકો ને પ્રિય એવી ચોકલેટ બરફી ❤

બનાવવા માટેની સામગ્રી :-

  • 2 કપ ખોયા ( માવા )
  • 1 કપ ખાંડ
  • 1 કપ દૂધ
  • 2 ચમચી બટર
  • 3 ચમચી કોકો પાઉડર

ગાર્નિશિંગ માટે :-

2 ચમચી બદામ ની કતરણ
2 ચમચી પિસ્તા ની કતરણ

બનાવવા માટેની વિધિ :-

૧.સૌ પ્રથમ એક પેન લો અને તેમાં એક ચમચી બટર નાખો અને પેન ને બટર થી ગ્રીસ કરી લો.

૨.પછી તેમાં 2 કપ ખોયા નાખો અને મીડિયમ આંચ પર કુક થવા દો. ( યાદ રહે કે આપણે ખોયા ને મેલ્ટ કરવાનું છે, તેને કુક નથી કરવાનું કે નથી તેનો બ્રાઉન રંગ લાવવાનો,)

૩.ત્યાર પછી તેમાં એક કપ ખાંડ અને એક કપ દૂધ નાંખો અને તેને સારી રીતે મિક્સ કરી લો. એને ત્યાં સુધી કુક કરો કે જ્યાં સુધી એ ગાઢ એટલે કે થીક મિશ્રણ ના થઈ જાય..
તેને 5 મિનિટ સુધી કુક કરવાનું છે.અને ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

4.પછી આ મિશ્રણ ને બે ભાગ માં વહેંચી દો. એક ભાગ પ્લેન રાખો અને બીજા ભાગ માં 3 ચમચી કોકો પાઉડર મિકસ કરી દો.
( ફોટો માં દર્શાવ્યા મુજબ )

5.પછી એક બીજું પેન લો અને તેને પણ બટર થી ગ્રીસ કરી લો.અને પહેલા પ્લેન બરફી નું લેયર પાથરો અને પછી કોકો પાઉડર વાળું બીજું લેયર પાથરો. ( ફોટો માં દર્શાવ્યા મુજબ )

6.ત્યાર બાદ આ બરફી ઉપર સજાવટ માટે બદામ ની અને પિસ્તા ની કતરણ પાથરી દો અને સારી રીત ના પ્રેસ કરી દો જેથી બદામ-પિસ્તા બરફી પર સેટ થઈ જાય…!!

7. ત્યાર બાદ આ બરફી ને સેટ થવા દો 7-8 કલાક સુધી. ત્યારબાદ તેનાં ચોરસ કટકા કરો અને સર્વ કરો.

તો તૈયાર છે નાના મોટા સૌને ભાવતી એવી મીઠાઈ ” ચોકલેટ બરફી ❤ ”

તો આ વખતે દિવાળી માં બધા ને મોઢું મીઠું કરાવજો તમારા હાથ ની બનેલી ” ચોકલેટ બરફી 🍫 ” થી.!!! 👯‍♀️

એડવાન્સ માં બધા ને શુભ દિપાવલી 🎉🎊 અને નવા વર્ષની શુભકામનાઓ 🙏 🙏

લેખિકા :-કિર્તી જયસ્વાલ

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here