દેવીનો ચમત્કાર: 50 લાખ લીટર પાણીથી પણ ન ભરાયો શીતળા માતાજી નો આ ઘડો, જાણો આ મંદિર વિશે ….વૈજ્ઞાનિકો પણ થઇ ગયા હેરાન પરેશાન

0

ભારત ના મંદિરો માં જાત-જાત ના ચમત્કાર ની વાતો મોટાભાગે સાંભળવામાં આવતી હોય છે. આ મંદિરો માં થનારી અપ્રત્યાશિત ઘટનાઓ ને ભક્તો ચમત્કાર કહે છે.આ વૈજ્ઞાનિક યુગમાં પણ આ ચમત્કાર ની પાછળ નું રહસ્ય ખુદ વૈજ્ઞાનિકો પણ જાણી નથી શક્યા. આવા ચમત્કાર ભક્તો ની માન્યતાઓ ને વધુ મજબૂત બનાવે છે. એવો જ એક દૈવીય ચમત્કાર રાજસ્થાન ના પ્રસિદ્ધ અને ચમત્કારિક શીતળા માતા મંદિર માં વર્ષોથી થઇ રહ્યો છે. ક્યાં અને કેવો છે ચમત્કાર:

રાજસ્થાન ના પાલી જિલ્લા માં ચમત્કારિક શીતળા માતાનું મંદિર સ્થિત છે. મંદિર માં એક ઘડો છે જેમાં ભક્તો દ્વારા અત્યાર સુધીમાં હજારો લીટર પાણી નાખવામાં આવી ચૂક્યું છે પણ તે ક્યારેય ભરાયો નથી. આ મંદિર માં સેંકડો વર્ષ પહેલાની માન્યતાઓ અનુસાર પૂજા કરવામાં આવે છે. આ અવસર પર વિશાળ મેળા નું પણ આયોજન થાય છે.

આ ચમત્કારિક ઘડા માં એવું તે શું છે?:શીતળા માતાના મંદિર માં લગભગ 800 વર્ષથી આ ધાર્મિક આયોજન કરવામાં આવે છે. વર્ષ માં માત્ર બે વાર જ આ ઘડા ને ભક્તો ની સામે લાવવામાં આવે છે, માન્યતા છે કે અત્યાર સુધીમાં તેમાં 50 લાખ લીટરથી વધુ પાણી નાખવામાં આવી ચૂક્યું છે પણ તે ક્યારેય ભરાતો જ નથી, એવી માન્યતા છે કે આ ઘડા નું પાણી રાક્ષસ પી જાય છે.

ચમત્કારિક ઘડાની પૂજા:

ગામના લોકોના આધારે અહીં લગભગ 800 વર્ષ થી આ પરંપરા ચાલતી આવી રહી છે. વર્ષ માં બે વાર ઘડા થી પથ્થરને હટાવામાં આવે છે. શીતળા સપ્તમી અને જ્યેષ્ઠ માસ ની પૂનમ ના મૌકા પર ગામની મહિલાઓ ચમત્કારિક ઘડામાં હજારો લીટર પાણી નાખે છે, પણ ઘડો ખાલી જ રહે છે. ઉત્સવ ના અંત માં પૂજારી માતા ના ચરણો માં દૂધ લગાવીને ભોગ ચઢાવે છે.આવું કરતા જ ઘડો પૂરો ભરાઈ જાય છે. આ અવસર પર ગામમાં ભવ્ય મેળો પણ લાગે છે.આવી છે માન્યતા:

800 વર્ષ પહેલા એક બાબરા નામનો રાક્ષસ હતો. આ રાક્ષસ ની બીકથી લોકો ખુબ હેરાન થઇ ગયા હતા. આ રાક્ષસ જયારે પણ કોઈ બ્રામ્હણ ના ઘરે લગ્ન હોય તો તે દુલ્હા ને મારી નાખતો હતો. તેનાથી હેરાન થઈને બ્રામ્હણો એ શીતળા માતા ની સામે તપસ્યા કરી. માતા એ એક બ્રામ્હણ ના સપનામાં આવીને જણાવ્યું કે જયારે કોઈના લગ્ન હશે ત્યારે તે રાક્ષસ ને મારી નાખશે. એક દિવસ કોઈ બ્રામ્હણ ની દીકરી ના લગ્ન ના સમયે શીતળા માતા એક નાની કન્યા ના રૂપમાં આવ્યા.

લગ્ન માં માતા રાક્ષસ ને પોતાના ઘૂંટણ માં દબોચીને મારી નાખે છે. આ દરમિયાન રાક્ષસ એ શીતળા માતાથી વરદાન માગ્યું કે ગરમીમાં તેને તરસ વધુ લાગે છે. માટે વર્ષ માં બે વાર તેને પાણી પીવડાવવામાં આવે. શીતળા માતા એ તેને આ વરદાન આપી દીધું. ત્યારથી લઈને આજ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here