ચમત્કારી શિવાલય, રોશની પડતા જ બદલવા લાગે છે રંગ, જાણો વિગતે….

0

બિહાર ના નવાદા ના મુરલી પહાડની શરણમાં दुल्हिन શિવાલય છે. दुल्हिन શિવાલય એક જ પરિસર માં બે છે. બંને માં શિવલિંગ થી લઈને બનાવટ અને નક્કાશી એક જ સમાન છે. આ મંદિરનું નિર્માણ સાસુ અને વહુએ મળીને કરાવ્યું હતું. આ કારણને લીધે આ મંદિરનું નામ दुल्हिन પડ્યું. જો કે આ બંને સ્ત્રી કોણ હતી અને ક્યાંની હતી તે કોઈ જ નથી જાણતું. કેમ કે આ મંદિર ખુબ જ પ્રાચીન છે, આ મંદિરની ખાસિયત એ છે કે શિવલિંગ પથ્થરનો રંગ બદલતો રહે છે. શિવલિંગ નો રંગ સૂર્ય ના પ્રકાશના આધારે ઘટતો વધતો રહે છે. મંદિરના પૂજારી બૈદ્યનાથ પાંડેય(લાલ બાબા) અનુસાર, સવારે આ શિવલિંગનો રંગ ચોકલેટી હોય છે. ધીમે-ધીમે સૂર્યની રોશનીની સાથે જ શિવલિંગ નો આ રંગ હલકો થવા લાગે છે. તેમણે જણાવ્યું કે મંદિરમાં નાગ દેવતાનો પણ વાસ છે. મંદિરના ગર્ભગૃહ માં ઉપસ્થિત ખંડેર માં નાગ દેવતા ને જાતા જોવામાં આવ્યા હતા.મંદિર ક્યારે બનાવામાં આવ્યું એ કોઈ જ નથી જાણતું:
ધાર્મિક વિકાસ મંચ ના સંયોજકે જણાવ્યું કે, મંદિર ક્યારે બનાવામાં આવ્યું એ વાતનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નથી. મોટા વડીલો માત્ર એ જ જણાવે છે કે સાસુ અને વહુ એ આ મંદિર નું નિર્માણ કરાવ્યું હતું.

લાલ બાબા 23 વર્ષોથી મંદિરના પરિસર માં રહે છે:લાલ બાબા આગળના 23 વર્ષોથી આ મંદિરમાં પરિસરમાં રહીને મંદિરની સેવા માં લાગેલા છે. વૈદ્યનાથ પાંડેય સરકારી નોકરીમાં હતા. રીટાયર થયા પછી આવતા-જતા તેની નજર જીર્ણશીર્ણ મંદિર પર પડી તો તે આ મંદિરમાં રહીને સેવા કરવા લાગ્યા અને અહીં જ રહેવા લાગ્યા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here