ચીની દુલહન ખુદ બસ ચલાવીને પહોંચી લગ્નના મંડપમાં, દુલ્હો ખુશ પણ બાકીના રહી ગયા હેરાન, આખરે શા માટે…

0

ભારતમાં તમે જોયું હશે કે દુલ્હો ઘોડા પર સવાર થઈને દુલહનને લઈને બારાત લઈને આવે છે. ઘણા દેશોમાં આ રિવાજ છે કે દુલ્હો જ પોતાની દુલ્હનને લેવા માટે પહોંચે છે. પણ જે કિસ્સો અમે તમને કહેવા જઈ રહયા છીએ તેમાં દુલહન પોતાના થનારા પતિને લઈને લગ્ન મંડપમાં આવી પહોંચી હતી. સાથે જ સૌથી ખાસ વાત એ છે કે તેમાં દુલહન ખુદ બસ ચલાવીને લગ્ન મંડપ સુધી પહોંચી હતી.કિસ્સો ચીનનો છે જેમાં આ દુલહને દરેક પરંપરાઓની હદો પર કરીને ખુદ લગ્નના મંડપમાં પહોંચી હતી જેમાં તેને રસ્તામાંથી પોતાના દુલ્હાને પણ પીક કરવાનો હતો. જેના પછી બંને લગ્ન સમારોહ સુધી પહોંચ્યા અને એક સિમ્પલ રીતે બંનેના લગ્ન પૂર્ણ કરવામાં આવ્યા.

દુલ્હનનો કારનામો:લગ્ન સ્થળ સુધી પહોંચતા પહેલા દુલ્હો ડ્રાઈવર સીટની સાથે બેઠેલો હતો અને દુલહન ડ્રાઈવ કરી રહી હતી.આ મૌકા પર તેના સમ્બન્ધીઓ એ તસ્વીર લઇ લીધી જે મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહી છે.સાથે જ આ ઘટનાનો વિડીયો પણ શૂટ કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને તેના ટ્વીટર એકાઉન્ટ પર પણ શેયર કરવામાં આવ્યો છે. બસમાં વિવાહ સ્થળ પાર જવા માટેનું એક મોટું કારણ પણ છે. જેને સાંભળીને તમે પણ આ કપલના વખાણ કરવા લાગશો. દુલ્હાએ જણાવ્યું કે દેશમાં પ્રદુષણની સમસ્યા ખુબ વધુ છે અને સાથે જ હું એક બસ ડ્રાઇવર છું જેને લીધે આ પળ મારા માટે ખુબ જ યાદગાર પળ છે. એટલા માટે આ કપલે કારને બદલે લો કાર્બન ની બસમાં જવાનું વિચાર્યું.ટ્વીટર પર શેયર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બસમાં ફૂલો અને ગુલગસ્તાઓ રાખેલા છે. દુલ્હા-દુલ્હન એકબીજા સાથે વાતચીત કરી રહયા છે. જેવા જ તે પહોંચે છે કે લોકો તેનું સ્વાગત કરવા માટે ઉભા થઇ જાય છે.
દુલ્હાએ જણાવાયું કે, ”આ દુલ્હન હંમેશા સવાર-સવારમાં કામ પર ચાલી જાય છે, અને હું મોડા સુધી સૂતો રવ છું, પણ તે હંમેશાંની જેમ લગ્નના દિવસે પણ મને પીક અપ કરવા માટે પહોંચિ ગઈ હતી”.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here