શું તમને પણ રોજ રોજ ચિંતાઓ હેરાન કરે છે?, તો અપનાવો આ ઉપાયો અને બનાવો તમારા જીવનને ખુશખુશાલ….

0

આજની આવી ભાગદોડ વાળી જિદગીમાં ચિંતા થવી એ કોઈ મોટી વાત નથી, પણ જો ચિંતા જો વધારે પડતી વધી જાય તો આપણાં શરીરને નુકશાન પહોચાડે છે. એટલા માટે તેને ધ્યાનમાં વાત ના એ સારું નથી. ચિંતા ઘણા પ્રકારની હોય છે. ઘણીવાર તો કામને કારણે પણ થાય છે, તો ક્યારેક નોકરીને માટે પણ હોય છે. અને બીજા ઘણા કારણો થી પણ ચિંતા થાય છે. તાંત્રિક સ્વરૂપે ચિંતા ભવિષ્યમાં શું થાશે તેવી વાતો ને લઈને પણ થાય છે. તો ક્યારેક ડરના કારણે પણ તમે ભવિષ્ય ના અનુમાનો કરવાથી થાય છે. કામ પર ધ્યાન ના હોવું, રોજિંદા જીવન માં ચિંતા થી શારીરિક અને ભાવનાત્મક લક્ષણો હદય ના ધબકારા વધારે છે, ભણવામાં ધ્યાન ન હોવું, અને દોસ્તો, ઘરમાં અને કામમાં મદદ કરનાર ની વાતો પર ધ્યાન નો હોવું. ચિંતા અને દુખ ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ છે. ચિંતા ને કારણે જીવનમાં ઘણી તકલીફો આવે છે.ચિંતા દૂર કરવાના ઉપાય:1. સ્વપ્નું સારું બનાવવાની કોશિશ – ચિંતા હંમેશા ભવિષ્યને લઈને થાય છે જે આપને ભય અને ખરાબ દેખાય છે એટલા માટે આપણે મગજના ખરાબ વિચારોને દૂર કરવાની કોશિશ કરવી જોઇયે. જ્યારે પણ તમને આવું લાગે કે કોઈ ચિંતાથી તમે પરેશાન છો ત્યારે તમારે ભવિષ્યને લઈને સારા વિચારો કરવા જોઈએ. તેનાથી 90% ચિંતા ઓછી થાય છે. સ્વપ્ના જોવા કરતાં જો તમે ભવિષ્યમાં તમારા સારા વિચરો અને સારું લક્ષય પ્રાપ્ત કરવાની કોશિશ તમારા મગજમાં કરી શકો છો. તમે E વિજન બોર્ડ (pinterest) કે(pinspiration)નો ઉપયોગ પણ કરી ને પણ મગજમાં કોઈ પણ પ્રોજેકટ ના વિજન બાનવી શકો છો. જયારે પણ સ્વપ્ન સારું બનાવો ત્યારે T.H.I.N.K સાધનનો ઉપયોગ કરવો જરૂરી છે.2. હસો- જ્યારે પણ તમારું કામ પૂરું થાય ત્યારે થોડોક આરામ કરવો, શરીર માટે સારું ફાયદાકારક છે. અને ત્યારે એ જ સમયે થોડુક હસવાનો પ્રયાસ કરવો જોઈએ. અત્યારે તો હસવાના ક્લાસ પણ ચાલુ થયા છે. તેનાથી માનસીક ટેન્શન દૂર થાય છે. સવારમાં તો હસવાના યોગા પણ થાય છે. તેનાથી ચિંતા અને તનાવ દૂર થાય છે.
3. જરૂરી માત્રમાં નીંદર લેવી – સારી નીંદર ના હોય તેના કારણે આપણે ક્યારેક મોટી તકલીફ પણ થાય છે. તેની અસર ફક્ત તમારા શરીર ના સ્વાસ્થય પર જ નહીં પણ પુરી નીંદર ન થાય ત્યારે આપની ચિંતા અને તનાવ પણ વધી જાય છે. તેના લીધે ક્યારેક –ક્યારેક ખુબજ ખતરા જનક સમસ્યા બની જાય છે અને ચક્કર પણ આવે છે. એટલા માટે જ્યારે પણ ચિંતામાં હોય ત્યારે 7 થી 9 કલાક સુધી સુવાની કોશિશ કરવી જોઇયે
4. સાચો અને સારો ખોરાક લેવો –ચિંતા ની સીધી આપણાં શરીરમાં જ હુમલો કરે છે. તેનાથી આપણી ભૂખ પણ બદલાઈ જાય છે અને આપણે કોઈપણ ખોરાક ની રાહમાં લાલચ કરતાં રહીએ છે. પણ શરીર ને સારું રાખવા માટે આપણે ન્યુટ્રિશન થી ભરપૂર ખાધ્ય પદાર્થો જેમ કે વિટામિન-બી અને ઓમેગો 3 જેવા ખોરકો અને કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર ખોરાક ખાવો જરૂરી છે
ચિંતા દૂર કરવાની રીત:
1. વ્યાયામ કરવાથી એડોર્ફિન હોર્મન્સ શરીરમાં દાખલ થાય છે જેનાથી સકારાત્મક સ્વરૂપ માં ચિંતા અને તનાવ દૂર થાય છે. જો ભૂતકાળની ભૂલો ને પણ તમે વર્તમાનમાં યાદ કરો તો આવનાર તકલીફની ચિંતા કરો છો જે હાલમાં ઓછી પણ નાથઈ હોય.2. ધ્યાન –ચિંતા અને તનાવ ને દૂર કરવા માટે નો આ શ્રેષ્ઠ ઉપાય છે. ધ્યાન કરવા માટે શાંત જગ્યા પર બેસીને ૐ ના જાપ કરવાથી પણ ચિંતા દૂર થાય છે. જો તમે ઇચ્છો તો કોઈ સારા વિચારો પણ યાદ કરી શકો. રોજ ધ્યાન કરવાથી ચિંતા દૂર થાય છે પણ શરીર પણ સારું રહે છે.3. ઊંડા શ્વાસ લેવા થી –જ્યારે પણ તમે ચિંતા થી પરેશાન હો ત્યારે થોડો વિરામ લઈને આપણાં શ્વાસ પર ધ્યાન દેવું જોઈએ. આખો બંધ કરી એક હાથ નાક પર રખો અને બીજો હાથથી નાકનું છિદ્ર બંધ કરો. પછી ધીમે –ધીમે બહાર કાઢવો આમ કરવાથી આપણી બધી ચિંતા દૂર થાય છે.

ચિંતા દૂર કરવાના ઘરેલુ ઉપચાર:
1. તુલસી –ચિંતા દૂર કરવા માટે તુલસીના પણ ચાવવા જોઈએ ,અને ગરમ પાણીમાં પાન નાખી ચા કરી પીવાથી ,રોજ ઍક કપ તુલસીની ચા પીવાથી ,અને 2 વાર પાણી સાથે તુલસીનો પાઉડર પીવાથી ચિંતા અને તનાવ દૂર થાય છે2. ગ્રીન ટી –મધ અને લીંબુ ની સાથે ગ્રીન ટી 1 કપ પીવાથી ચિંતા દૂર થાય છે . તેનાથી શરીર પણસારું રહે છે. આપની ચિંતાને દૂર કરવા માટે રોજ 1-2 કપ લીલા પાનની ચા પીવાથી ચિંતા દૂર થાય છે.
Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here