જિદ્દી બાળકોને સમજદાર બનાવવા છે તો અપનાવો આ 7 ઉપાય…બાળકો તમારી બધી વાત માનવ લાગશે બસ આ ટિપ્સ ફોલો કરો

0

જિદ્દી બાળકોને સંભાળવા ઘણા માતા-પિતાઓ માટે સૌથી મોટી ચુનૌતી બની ચુકી છે. બાળકોને નવડાવવાથી લઈને, તેને જમાડવા, સુવડાવવા સુધીની દરેક વાત પર બાળકોને સમજાવવાનું મુશ્કિલ કામ બીજું કઈ નથી હોતું. બાળકોના ઉછેર પર માતા-પીતાની ભૂલો પણ ભારે પડતી જઈ રહી છે અને બાળકો પુરી રીતે નિયંત્રણથી બહાર નીકળી જાય છે.
જિદ્દી બાળકોને સંભાળવાનો સૌથી મોટો કારગર તરીકો છે કે તમે તેઓના ખરાબ વર્તાવ પર કોઈપણન પ્રકારની પ્રતિક્રિયા ના આપો જ્યારે તેઓના સારા વર્તાવના હંમેશા વખાબ કરો.
1.તેઓને સાંભળો,દલીલ ના કરો: જો તમે ઇચ્છતા હોવ કે તમારું જિદ્દી બાળક તમારી વાતને સાંભળે તો તેના માટે તમારે પોતે જ તેઓની વાતો સાંભળવાની રહેશે. મજબૂત ઇચ્છાશક્તિ વાળા બાળકોની રાય પણ ખુબ મજબૂત હોય છે અને તેઓ ઘણીવાર સાહસ પણ કરવા લાગે છે.
જો તમે તેની વાત નહીં સાંભળો તો તેઓ વધારે જિદ્દી થઇ જાશે.જો તેઓને એ અનુભવ થાવા લાગે કે તેની વાતો સાંભળવામાં આવી નથી રહી તો તેઓ ધીરે ધીરે તમારી વાતો પણ નકારવાનું શરૂ કરી દેશે.મોટાભાગે જ્યારે તમારું બાળક કઈક કરવાની જીદ કરે તો તમારી શાંતિ અને ધૈર્યથી તેની વાત સાંભળો, તેની વાત પુરી થયા પહેલા તેને ટોકશો નહીં.
2. બાળકોની સાથે જબરદસ્તી બિલકુલ પણ ના કરો: જ્યારે તમે તમારા બાળકોની સાથે કોઈપણ ચીજને લઈને જબરદસ્તી કરો છો તો તેઓ સ્વભાવથી વિદ્રોહી થઇ જાય છે. તાત્કાલિક રૂપે તો તમને ઘણીવાર જબરદસ્તીથી સમાધાન તો મળી જાય છે પણ આગળ તે ખતરનાક પણ થઇ શકે છે. બાળકોને બળજબરી કરાવાથી તેઓ તે જ કરવાનું વિચારે છે જેના માટે તેઓને ના પાડવામાં આવેલી હોય છે. તમે તમારા બાળકોને કનેક્ટ કરવાની કોશિશ કરો.
3-તેને વિકલ્પ આપો: બાળકોનું પોતાનું મગજ હોય છે અને તે હંમેશા તે કરવાનું પસંદ નથી કરતા જે તેઓને કહેવામાં આવે છે. જો તમે તમારા 4 વર્ષના બાળકને કહેશો કે 9 વાગ્યા પહેલા સુઈ જાવાનું છે તો તમને તેનો જવાબ ‘ના’ જ મળશે.આવો આદેશ આપવાને બદલે તેને એવું પૂછો કે સુવાના સમયે તું કઈ સ્ટોરી સાંભળવાનું પસંદ કરીશ? બાળકોને આદેશ ના આપો પણ તેઓને સુજાવ અને વિકલ્પ આપો.
4.શાંત રહો: જો તમે દરેક વાત પર તમારા બાળક પર ગુસ્સો કરશો તો કદાચ તમારું બાળક તેને લડાઈના સ્વરૂપે પણ સમજી શકે છે. જેને લીધે તમારું બાળક સારો વ્યવહાર કરવાનું ભૂલતો જાશે.તમે હંમેશા વાતચીતને એક નિષ્કર્ષ સુધી લઇ જાઓ ના કે તેને લડાઈમાં બદલાવી નાખો.તમે એક વયસ્ક છો માટે તમે પણ બાળકોની જેમ વ્યવહાર ના કરો.તમારા બાળકોને કઈક સમજાવવામાં તેની મદદ કરવાની છે.5.બાળકોનું સમ્માન કરો: જો તમે ઇચ્છતા હોવ કે તમારું બાળક તમારું અને તમારા નિર્ણયનું સમ્માન કરે તો તમારે પણ તેઓનું સમ્માન કરવાનું રહેશે. તેની પાસેથી હંમેશા સહયોગ માંગો, તેને આદેશ ના આપો. તેઓની ભાવનાઓ અને તેઓના વિચારોને તરત જ નકારશો નહીં. જેને લીધે તેઓને એ ભરોસો થાશે કે તમે તેના પર ભરોસો કરો છો.6.તેની સાથે કામ કરો: જિદ્દી બાળકો ખુબ સંવેદનશીલ હોય છે અને તેઓ આ વાતને ખુબ ઉંડાઇથી અનુભવે છે કે તમે તેઓની સાથે કેવો વર્તાવ કરો છો. માટે તમારા ટોન, બોડી લેન્ગવેજ, તમારા શબ્દોને લઈને ખાસ સાવધાની વર્તો. જ્યારે તેઓને તમારો વ્યવહાર સારો નથી લાગતો તો તેઓ ખુદને બચાવવા માટે વિદ્રોહી થઇ જાય છે,દરેક વાતનો જવાબ દેવા લાગે છે અને ગુસ્સો દેખાડવા લાગે છે. આ બધી નાની-નાની વાતો છે પણ ખુબ ખાસ છે.
7.સોદેબાજી: ઘણીવાર પોતાના બાળકોની સાથે સોદેબાજી કરવી પણ જરૂરી હોય છે. જ્યારે બાળકોને પોતાની મરજીની ચીજ નથી મળતી તો તેઓ જીદ કરવા લાગે છે. તેનો અર્થ એ નથી કે તમે તેઓની દરેક માંગને માની લો. તેનો અર્થ છે સમજદારી અને વ્યાવહારિક ઉપાય.Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here