તૈમુરને મળી પાપા તરફથી આ ધમાકેદાર નવાબો વાળી ગીફ્ટ, જેની કિંમત એટલી છે કે ….

0

સ્ટાર કિડ્સની વાત કરવામાં આવે તો સૈફ કરીનાનો ક્યુટ દીકરો તૈમુર જ દરેકના મનમાં સૌથી પહેલા આવશે. તૈમુરના જન્મ થવાથી લઈને આજ સુધી સૈફ કરીનાનો આ નાનો ક્યુટ નવાબ હમેશા જ ચર્ચામાં રહ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ અવાર નવાર તેને લઈને ઘણી વાતો સામે આવતી હોય છે તેમજ તેમના ઘણા એવા ક્યુટ ફોટોસ પણ વાઈરલ થતા જોવા મળે છે. સાથે જ બોલીવુડ કિડ્સમાં તૈમુર જ સૌથી ક્યુટ માનવામાં આવે છે.

મતા-પિતા એ તૈમુરના આવનારા બ્રાઈટ ફ્યુચર માટે આજથી જ વિચારવાનું શરુ કરી દીધું હોવાનું જાણવામાં આવ્યું છે. સાથે જ તેઓ અભ્યાસ લાયક ઉંમર થતાજ તેઓ ઓસ્ટ્રેલીયાની બોર્ડીંગ સ્કુલમાં ભરતી કરવાની આયોજનો પણ આજ્થીજ કરી રહ્યા છે.

દોસ્તો, આજનો દિવસ એટલે કે ચિલ્ડ્રન્સ ડે પર તૈમુરને યાદ ન કરીએ એવું તે કઈ રીતે બને. આજનો દિવસ તૈમુર માટે પહેલો ચિલ્ડ્રન્સ ડે છે માટે તેને યાદગાર બનવવા માટે પાપા સૈફે પોતાના નવાબી લાઈફ સ્ટાઈલની જેમ તૈમુર માટે કાઈક નવાબી જ વિચાર્યું છે. આજાન દિવસે સૈફે પોતાના દીકરાને એવી તે ગીફ્ટ આપી કે જેને જાણીને હર કોઈની આંખો ફાટી જાશે. અને તેની કિંમત નું તો શું કહેવું.

લાગે છે કે પાપા ની જેમ દીકારના શોખ પણ નવાબી જ છે તેટલે જે તેને આવી ધમાકેદાર ગીફ્ટ મળી.
સૈફ-કરીના અને ક્યુટ દીકરા લઈને ખબરો મીડિયા પર વાઈરલ થતીજ હોય છે, આજે પણ અમે કઈક એવીજ ખબર લાવ્યા છીએ. સોમવારના રોજ સૈફે પોતાના દીકરાના ફેવરીટ કલર ચૈરી રેડ કલરની એસઆરટી કાર ખરીદી હતી. જે તેને પોતાના લાડકા નવાબી દીકરાને ચિલ્ડ્રન્સ ડે પર ગીફ્ટ કરી હતી. હાલ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ મોટી રીતે વાઈરલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે આ કારની કિંમત એટલી છે કે તેટલામાં કોઈ સામાન્ય લોકોનું જીવન આખું નીકળી જાય. આવી મોંઘી ગીફ્ટ તો કદાચ જ કોઈને આવી નાની ઉમરમાં મળી હશે. આ કારની કિંમત 1.30 કરોડ છે.

જ્યારે સૈફને પૂછ્યું કે તે પહેલી રાઈડ કોની સાથે કરવા માંગે છે, તો તેની જીભ પર સૌથી પહેલું નામ પોતાના લાડકા દીકરા તૈમુરનું જ આવ્યું. સાથે જ આ કારની સુવિધામાં પાછળના ભાગમાં એક બેબી સીટ પણ આવેલી છે, જેને લીધે તૈમુર આરામથી પાપા સાથે ફર્સ્ટ રાઈડ એન્જોય કરી શકશે.

જણાવી દઈએ કે ટૂંક સમયમાંજ 20 ડિસેમ્બરે તૈમુરનો જન્મદિવસ આવી રહ્યો છે. તેઓના પરિવારજનો પણ તેના જન્મદિવસને લઈને ખુબ ઉત્સાહિત છે અને આ દિવસની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે સુપર ક્યુટ સ્ટાર નવાબી આ લાડકા દીકરાનો જન્મદિવસ કઈક અલગજ હશે અને તેમાં કાઈ નવીનતા જોવા ન મળે એવું તો કઈ રીતે બની શકે.

આજ્થીજ તેઓ તૈમુરના જન્મદિવસ પર અલગજ થીમ નક્કી કરી રહ્યા છે. માસી કરિશ્મા પણ ખુબ ઉત્સાહી છે અને કહ્યું કે તે દિવસ પુરા પરિવાર માટે એક સ્પેશીયલ મોમેન્ટ સાબિત થશે.

તૈમુર ને ચિલ્ડ્રન્સ ડે પર તો આવી મોંઘી શાનદાર કાર મળી છે, પણ બર્થડે પર તો વધારે પડતોજ ગીફ્તનો ઢગલો થશે, અને હવે વાટ જોઈએ કે પાપા-મોમ પોતાના લાડકા તૈમુરને જન્મ દિવસ પર કઈ કિંમતી ગીફ્ટ આપે. સ્વાભાવિક છે કે તે કદાચ આ કાર કરતા પણ વધારે સ્પેશીયલ હશે.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.