છોકરો 10 મા માં નાપાસ થયો તો પિતાએ આખા ગામને પાર્ટી આપી, ફટાકડા ફોડી જુલુસ કાઢ્યું જાણો કેમ ? વાંચો અહેવાલ

0

એમપી બોર્ડનાં 10 અને 12 નું પરિણામ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફેઈલ થયા. એવામાં એક યુવકે દુઃખી થઈને સુસાઈડ કરી લીધું. એક તરફ જ્યાં સમજવામાં આવે છે કે સફળતા અને અસફળતા જીવનનો હીસ્સો હોય છે. ફેઈલ થવાથી વિદ્યાર્થીઓ ડરી જાતા હોય છે અને મોટો કદમ ઉઠાવી લેતા હોય છે. એવામાં માતા-પિતાને જરૂર હોય છે કે બાળકોને બતાવાની કે આગળ પણ મહેનત કરીને સફળતા મેળવી શકાય છે. સાગરમાં એક પિતાએ કઈક એવું કર્યું જેની ચર્ચા હાલ જોરોમાં ચાલી રહી છે. સરસ્વતી શિશુ મંદિરમાં અભ્યાસ કરનાઓ 10 માં ધોરણનો વિદ્યાર્થી આશુ વ્યાસ 6 માંથી 4 વિષયોમાં નાપાસ થઇ ગયો હતો. તેના પિતા સુરેન્દ્ર કુમાર વ્યાસ ગુસ્સો ન કરવાના બદલે દીકરાની રૈલી કાઢી હતી. તેને ડર હતો કે ક્યાંક તેનો આ દીકરો ખોટું પગલું ન ભરી લે. માટે તેમણે પોતાના દીકરાનું જશ્ન મનાવ્યું, આતિશબાજી કરી અને મીઠાઈઓ પણ વહેંચી હતી. આશુએ પોતાના પિતાને કસમ આપી કે તે ‘रुक जाना नहीं योजना’ નું ફોર્મ ભરશે અને 4 વિષયોનો અભ્યાસ કરશે અને 10 મુ ધોરણ પાસ કરશે.

જણાવી દઈએ કે, रुक जाना नहीं योजना’ નાં ચાલતા ફેઈલ થયેલા વિદ્યાર્થીઓ ફરીથી ફોર્મ ભરીને અભ્યાસ કરી શકે છે, તેની પરીક્ષા જુનથી શરુ થશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાને મેરીટ લીસ્ટમાં જગ્યા મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે સ્કીમનો એલાન કર્યો છે. આ સ્કીમનાં ચાલતા 12માં 70 ફીસદી થી વધુ અંક લાવવા માટે વિદ્યાર્થીઓનાં આગળના અભ્યાસ માટે વિત્તીય મદદ આપવામાં આવશે. તેની સાથે જ 10 માં અને 12 માં ધોરણમાં 70 ફીસદી કરતા વધુ અંક લાવનારા વિદ્યાર્થીઓની સરકારનાં તરફથી કેરિયર કાઉન્સિલ પણ કરવામાં આવશે. 10 માં 66 ફીસદી વિદ્યાર્થીઓ પાસ થયા, જ્યારે 12 માં 68 ફીસદી વિદ્યાર્થીઓ સફળ થયા.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here