છોકરીઓની આ બ્યુટી ટીપ્સ છોકરાઓ માટે પણ છે ફાયદેમંદ, જાણો 8 જરૂરી માહિતી…

0

તમે પણ જાણીને રહી જાશો હેરાન.

સુંદરતા કોને પસંદ ન હોય. કોણ એવું છે જે આકર્ષક નહી દેખાવા માંગતા હોય. આજના સમયે તો હર કોઈની આ ચાહત હોય છે. પછી વાત છોકરાઓની હોય કે પછી છોકરીઓની. ભાગદોડ ભરેલા માહોલમાં પ્રદુષણ જાણે કે વધતું જ જઈ રહ્યું છે. એવામાં યુવતીઓ પોતાના ચેહરાને લઈને ખુબ જ વધુ સાવધાન રહે છે. પણ છોકરાઓનું શું? તેઓ તો બિંદાસ ઘૂમતા રહેતા હોય છે.

પણ હાલ મામલો કઈક અલગ છે. અમુક છોકરાઓને ખીલ થવા એક મોટી સમસ્યાનાં સમાન છે જેટલું એક યુવતી માટે હોય છે. હવે છોકરાઓ પણ આ બાબતને લઈને ચિંતા કરવા લાગ્યા છે. તેઓ પણ આ કોશીસમાં લાગી રહેલા હોય છે કે છોકરીઓને કેવી રીતે ઈમ્પ્રેસ કરવી.

એટેલે જ તો અમે તમારા માટે એક ખાસ ટીપ્સ લઈને આવ્યા છીએ. જેને વાંચીને તમે પણ આ ટીપ્સ ચોક્કસ અપનાવશો. જે માત્ર છોકરીઓ જ નહી પણ છોકરાઓ પણ ફોલો કરી શકે છે.

1. ચેહરાને કરો ઓઈલ ફ્રી:

પ્રદુષણનાં ચાલતા આજકાલ ત્વચામાં ખુબ જ ખરાબ અસર પડવા લાગે છે. તેને લીધે ત્વચા બેજાન થવા લાગે છે. હફ્તા માં બે વાર સ્ક્રબનો ઉપયોગ કરવાથી ત્વચાનાં ડેડ સેલ્સ ખત્મ થઇ જાય છે. સાથે જ ઓઈલ પણ દુર થઇ જાય છે. સાથે જ ચેહરાનો નિખાર પણ વધી જાય છે.

2. ઠંડા પાણી થી વોશ કરો ફેઈસ:

સુતા પહેલા તમે રોજ ઠંડા પાણીથી ફેઈસ વોશ કરો છો તો તમારા ચેહરા પરથી ઓઈલ અને પસીનો દુર રહે છે. ખીલ ની પરેશાની પણ નથી થતી.

3. સાબુ નો યુઝ ઓછો કરો:

સાબુ થી ત્વચામાં ડ્રાઈનેસ આવી જાય છે. બોડીવોશનો ઉપયોગ કરો. જેનાથી ત્વચાને પ્રોપર મોઈસ્ચરાઈજર મળશે.

4. ત્વચાને અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી બચાવો:

ગરમી હોય કે ઠંડી દરેક મોસમમાં સુરજ તમને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી નુકસાન કરે છે. સનસ્ક્રીન તમારી ત્વચાને હર મોસમમાં અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.

5. ફેઈસ કવર કરીને રાખો:

પ્રદુષણને લીધે ધૂળ-માટી થી ચેહરા પર ખુબ જ અસર પડે છે. એવામાં બહાર નીકળતી વખતે પોતાના ચેહરાને કપડા વડે કવર કરીને રાખવું જોઈએ. જેનાથી તમારી ત્વચામાં પીમ્પ્લ્સ અને બ્લેકહેડ્સ નહિ થાય.

6. માસ્ક લગાવો:

હફ્તામાં બે વાર ફ્રુટ ફેઈસ માસ્કના ઉપીયોગથી ત્વચામાં ઇન્ફેકશનનો ખતરો ટળે છે. ચેહરામાં એક અલગ તાજગી આવી જાય છે.

7. મુલતાની માટીનો કરો ઉપીયોગ:

ફ્રુટ માસ્કની જગ્યાએ તમે બે વાર મુલતાની માટીનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ તમને ખુબ ફાયદો મળશે.

8. મોઈસ્ચરાઈજર લગાવો:

નાહ્યા અને ફેશ વોશ કર્યા બાદ ફેઈસ પર મોઈસ્ચરાઈજર જરૂર લગાવો. તેનાથી તમારી સુકાયેલી ત્વચા અને કરચલીઓ પણ ઓછી થવા લાગશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!