છોકરી સ્કૂટી સહિત ગટરમાં ડૂબી, ફક્ત આંગળી હતી બહાર – આ યુવકે જીવ બચાવ્યો વાંચો વિગત…

રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક કોલેજ વિદ્યાર્થી છોકરી યુવતી સ્કૂટી સહીત ગટરમાં પડી ગઈ હતી. યુવતી પુરી રીતે ગટરમાં ડૂબી ચુકી હતી ત્યારે જ પાસેથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને તેની આંગળી દેખાઈ ગઈ અને તેને બહાર કાઢી. આ હાદસા પાછળનું કારણ પ્રશાસનની લાપરવાહી જણાવામાં આવ્યું છે. જો કોઈ આ છોકરીને ન જોઈ શકતા તો તેનો જીવ પણ જઈ શકે તેમ હતો. કહેવામાં આવે છે કે સ્કૂટી પર સવાર 19 વર્ષની આ છાત્રા પોતાની સહેલી ના ઘરેથી નોટ્સ લઈને પાછી આવી રહી હતી. જ્યારે તે ચિતૌડ રોડ પરથી જતા માર્ગ પર પહોંચી તો તો તેની સ્કૂટી એક ઘુમાવદાર ગટર માં જઈને પડી ગઈ. તેને ગટરમાં ડૂબતા આસપાસના લોકોએ જોઈ લીધું. પછી તેને બહાર કાઢવામાં આવી પણ તેની સ્કૂટી 1 કલાક પછી બહાર નીકળી શકી હતી. છોકરીએ પણ હિંમત દેખાડી અને બહાર નીકળ્યા પછી પોતાના પિતાને ઘટનાની જાણકારી આપી, અને સ્કૂટી નીકળી ત્યાં સુધી તે ત્યાંજ ઉભી રહી હતી.છોકરીએ જણાવ્યું કે જયારે તે પોતાની બહેનપણીના ઘરેથી આવી રહી હતી તો ચિતૌડ રોડથી લંગાકેટ ની તરફ ઘુમાવદાર સડક પર પાણી ભેરલું હતું, તેણે જણાવ્યું કે તેની આગળ એક ટ્રક ચાલી રહ્યો હતો માટે તેમણે સાઈડ માંથી નીકળવાની કોશિશ કરી. જયારે તે આગળ નીકળી તો તેને પાણી અને ગટરમાં અંતર સમજમાં ન આવ્યું અને તે સ્કૂટી સહીત ગટરમાં જઈને પડી ગઈ.

પંચાયત સહાયકે બચાવ્યો જીવ:હાદસાના શિકાર આ છાત્રાએ આગળ જણાવ્યું કે તે ગટરમાં પુરી રીતે ડૂબી ચુકી હતી. પાણીનો પ્રવાહ તેજ થયા પછી તે ઉપરની તરફ આવી. સ્કૂટી પુરી રીતે કાદવમાં ફસાઈ ગઈ હતી અને તેના પગ સ્કૂટી પર હતા. જયારે તે સ્કૂટી પર ઉભી થઇ ત્યારે તેની આંગળીઓ પાણીની ઉપર દેખાઈ રહી હતી. આ વાત પરથી અંદાજો લગાવી શકાય છે કે આ ગટરમાં કેટલું પાણી ભરાયેલું હશે. તે સમયે એક પંચાયત સહાયકે તેને બચાવી લીધી.

લોકો બચાવાની જગ્યાએ બનાવી રહ્યા હતા વિડીયો:

છોકરી આગળ જણાવે છે કે તેને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું કે જયારે તે ખરાબ હાલતમાં બહાર નીકળી તો લોકો તેનો હાલચાલ પૂછવાને બદલે તેનો વિડીયો બનાવી રહ્યા હતા. જો તે 10 સેકન્ડ વધુ રહેતી તો તેનું બચવું મુશ્કિલ હતું. સમય રહેતા એક પંચાયત સહાયક આવી ગયો અને તેમણે અન્ય લોકોની મદદથી તેને બહાર કાઢી.
ખતરાથી ભેરલી છે આ ગટર:અહીંના સભાપતિનું કહેવું છે કે તે જલ્દી જ રેલિંગ લગાવશે. આ ગટરની વાત કરીયે તો તેમાં બે ગટર મળેલી છે. લગભગ 3 વર્ષ પહેલા એક બસ નું ટાયર અહીં ફસાઈ ગયું હતું જે ખુબ મુશ્કિલ થી બહાર નીકળી શકાયું હતું. સાથે જ અમુક દિવસો પહેલા એક દૂધ વાળા ભાઈ પણ આ ગટરમાં પડી ગયા હતા. કોઈ વ્યસ્ત માર્ગ પર આવળી મોટી ગટર હોવી કોઈ ખતરા થી કમ નથી.આ પ્રશાસનની લાપરવાહી દર્શાવે છે કે વારંવાર અહીં ઘણા હાદસા થયા હોવા છતાં પણ આ સમસ્યાનો હજી સુધિ કોઈ જ નિકાલ આવ્યો નથી.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!